SABARKANTHA : ઈડરિયો ગઢમાં ખનનની પરવાનગી સામે વ્યાપક વિરોધ, આજે ઈડર સ્વયંભૂ બંધ

|

Aug 12, 2021 | 12:35 PM

Illegal mining at Idariyo Gadh : ઇડર ગઢના ગ્રેનાઈટના ખડકોમાં રાજકારણીઓનો ડોળો પહોંચતા ગઢની અસ્મિતા, મહત્વ, વિરાસત વગેરે શબ્દો હવામાં ઓગળી ગયા અને તંત્રએ ખનનના પરવાના પણ આપી દીધા.

SABARKANTHA : સાબરકાંઠાનો ઐતિહાસિક ઈડરિયો ગઢ બચાવવા આજે ઈડર સ્વયંભૂ બંધ છે.. ઈડરિયા ગઢનું અસ્તિત્વ અને અસ્મિતાને બચાવવા ગઢ પ્રેમીઓ છેલ્લા ચારેક વર્ષથી ઝઝૂમી રહ્યા છે અને પ્રતિદિન કાયદા-હુકમોનો હવાલો આપી ઐતિહાસિક વિરાસતને કોતરી ખાવા પરવાના આપી દેવાતા હવે ગઢનું અસ્તિત્વ જ જોખમમાં મુકાયું છે.
જેને પગલે જનસમર્થનના સહારે ગઢ પ્રેમીઓએ આજે સ્વયંભૂ બંધનું એલાન આપી સરકાર સુધી અવાજ પહોંચાડવાનો ફરી એકવાર પ્રયાસ કર્યો છે.

ઇડર ગઢના ગ્રેનાઈટના ખડકોમાં રાજકારણીઓનો ડોળો પહોંચતા ગઢની અસ્મિતા, મહત્વ, વિરાસત વગેરે શબ્દો હવામાં ઓગળી ગયા અને તંત્રએ ખનનના પરવાના પણ આપી દીધા. ઈડરિયા ગઢને આજુબાજુથી કોતરી લેવાયા બાદ શું થશે તેની કલ્પના સરળતાથી થઈ શકે તેમ છે.. ઈડરિયો ગઢ માત્ર ઇડરની નહિ રાજ્યની ધરોહર છે અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે.

આ પણ વાંચો : VADODARA : શહેરમાં મચ્છરજન્ય રોગ વધતા VMCનું આરોગ્ય તંત્ર કામે લાગ્યું, ડોર ટુ ડોર તપાસ હાથ ધરાઈ

વડોદરા મહાનગરપાલિકા (Vadodara Municipal Corporation) વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે જઈ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : BHAVNAGARમાં બનશે દેશનું પહેલું સ્ક્રેપીંગ પાર્ક, રિસાયક્લિંગ ઉદ્યોગને પ્રોત્સાહન સાથે રોજગારીમાં ધરખમ વધારો થશે

Bhavnagar Scraping Park : આ પાર્કના નિર્માણ બાદ અલંગમાં જે રીતે જહાજો તોડવામાં આવી રહ્યાં છે, તે જ રીતે વાહનોને પણ ભાંગવામાં આવશે. આ સ્ક્રેપીંગ પાર્કથી હજારો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર મળશે.

Next Video