Sabarkantha, Arvalli: શામળાજી થી ચિલોડા સિક્સલેનના કાર્યનો ધમધમાટ, એક મહિનામાં 1 ડઝન ઓવરબ્રીજ શરુ કરાશે

|

Mar 26, 2022 | 10:13 PM

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર હાલમાં ઠેર ઠેર ડાયવર્ઝન હોવાને લઇને વાહનચાલકો પરેશાન બની ચુક્યા છે.

Sabarkantha, Arvalli: શામળાજી થી ચિલોડા સિક્સલેનના કાર્યનો ધમધમાટ, એક મહિનામાં 1 ડઝન ઓવરબ્રીજ શરુ કરાશે
નેશનલ હાઇવેનુ કામ ઝડપી બનતા વાહનચાલકોમાં આનંદ

Follow us on

સાબરકાંઠા (Sabarkantha) અને અરવલ્લી જિલ્લામાંથી દિલ્હી-મુંબઇ નેશનલ હાઇવે (Delhi-Mumbai National Highway) પસાર થઇ રહ્યો છે. જે નેશનલ હાઇવેને હાલમાં ફોર ટ્રેકમાંથી સિક્સ લેનમાં ફેરવવામાં આવી રહ્યો છે. વર્ષ 2018 થી આ અંગેની કામગીરી શરુ કરવામાં આવી હતી. પરંતુ કોરાના કાળ આવતા જ કામગીરી જાણે કે ઠપ્પ થઇ ગઇ હતી અને શ્રમીકો વતન ભણી જવાને લઇને કામગીરી ફરી થી શરુ કરવાની પ્રક્રિયા મોડી થવા લાગી હતી. જોકે હવે નેશનલ હાઇવે ઓથોરીટી (National Highway Authority) દ્વારા કામગીરીને ઝડપી બનાવવામાં આવી છે. આમ શામળાજી થી ચિલોડા સુધીના માર્ગમાં આવતા ડાયવર્ઝનની સમસ્યા ટૂંક સમયમાં જ હલ કરી દેવામાં આવશે.

નેશનલ હાઇવે ઓથોરીટીએ એ પુલના મોટાભાગના કાર્યો આગામી જૂન માસના અંત સુધીમાં પૂર્ણ કરી લેવા માટેની ડેડલાઇન ધ્યાને રાખીને કામ યુદ્ધના ધોરણે ઝડપી બનાવવામાં આવ્યા છે. આ માટે 24 કલાક પુલ નિર્માણની કામગીરી હાથ ધરી છે. જે મુજબ આગામી એક માસમાં જ એક ડઝન જેટલા પુલ શામળાજીથી ચિલોડા વચ્ચે વાહન ચાલકો માટે ખુલ્લા મુકી દેવામાં આવશે. હાલમાં 4 ઓવર બ્રીજ શરુ થવાને લઇને વાહનચાલકો પણ ખુશી અનુભવી રહ્યા છે.

વાહનચાલકોને હાશકારો

હિંમતનગરના વહેપારી નિલેષ શાહે કહ્યુ હતુ કે, હાલમાં જે પ્રમાણે પુલના કામ ઝડપી ચાલી રહ્યા છે, જેના કારણે જે રાહ જોઇ રહ્યા હતા તેનો અંત આવી રહ્યો હોય એમ લાગી રહ્યુ છે. અત્યાર સુધી અમારે હાઇવેના ડાયવર્ઝન અને કામ ચાલવાને લઇ અમદાવાદ થી હિમતનગરનુ અંતર કાપવામાં 3 કલાક જેટલો સમય લાગી રહ્યો હતો. જે હવે અમને ધીરે ધીરે રાહત મળી રહી છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

29 ઓવરબ્રીજ, એક મહિનામાં 10 થી વધુ પુલ ઉપયોગમાં મુકાશે

શામળાજી થી ચિલોડા વચ્ચે હાલમાં 93 કિલોમીટરના હાઇવેને સિક્સ લાઇનમાં ફેરવવામા આવી રહ્યો છે. શામળાજી થી રાજસ્થાનના ઉદયપુર સુધીની સિક્સ લાઇનનુ કાર્ય પૂર્ણ થઇ ચુક્યુ છે. આમ અમદાવાદ થી વાયા હિંમતનગર ઉદયપુર પહોંચવુ વર્ષના અંત થી ખૂબ જ ઝડપી બની જશે. જેનાથી ઈંધણ અને સમય બંનેની બચત થશે. શામળાજી થી ચિલોડા સુધીમાં 29 જેટલા ફ્લાય ઓવર બ્રીજના કામ હાલમાં ચાલી રહ્યા છે. જેમાં 3 રેલ્વે ઓવર બ્રીજના નિર્માણ થનાર છે. જ્યારે હાલમાં શામળાજી થી હિંમતનગર વચ્ચે 2 અને હિંમતનગર થી ચિલોડા વચ્ચે 3 મળીને 5 ઓવર બ્રિજ શરુ કરી દેવામાં આવ્યા છે. જે આગામી એક માસમાં આ સંખ્યા બેવડાઇ જાય એ પ્રમાણે કામગીરી હાલમાં શરુ કરવામાં આવી છે. જેમાં સૌથી લાંબા પુલ પર કામગીરી ઝડપી બનવામાં આવી છે.

હિંમતનગરના હાજીપુર અને પ્રાંતિજના પિલુદ્રા બાગ નો બ્રીજ ટૂંક સમયમાં જ ખુલ્લો મુકી દેવાની યોજના મુજબ કામ કરવામાં આવી રહ્યુ છે. ત્યાર બાદ પ્રાંતિજના બે બ્રિજ અને સાબરડેરી અને સલાલના બ્રિજના કામ પૂર્ણ કરવામાં આવશે. આમ તબક્કા વાર 3 માસમાં 80 ટકા પુલના કામ પૂર્ણ કરી દેવામાં આવશે. જ્યારે હિંમતનગર મોતીપુરા જંકશનને અંતિમ તબક્કામાં તૈયાર કરવામાં આવનાર છે.

રાઉન્ડ ધ ક્લોક કામગીરી

નેશનલ હાઇવેના ડેવલપર મહેન્દ્રસિંહ રાઠોડે કહ્યુ હતુ કે, નેશનલ હાઇવે ઓથોરીટીએ હાલમાં ત્રણ ભાગમાં કામને વહેંચી દઇને હાઇવેની કામગીરી ઝડપી બનાવી દીધી છે. હાલમાં પુલના કામ ઝડપી કરી દેવામાં આવ્યા છે, જેથી ડાયવર્ઝન ઘટાડી દેવામાં આવે, આમ ચોમાસા પહેલા મોટાભાગના પુલના કાર્યને પૂર્ણ કરી દેવામાં આવશે. આ માટે 24 કલાકના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. હાઇવેના ટ્રાફીકને સરળતા ઉભી થાય તેવા આયોજન સાથે કાર્ય હાથ ધરવામાં આવ્યુ છે. આ માટે ઉચ્ચ કક્ષાએથી મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે.

સ્થાનિક સાંસદ સભ્ય દિપસિંહ રાઠોડ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય પ્રધામ નિતીન ગડકરીને રજૂઆત કરવામાં આવી હતી. હાઇવેની કામગીરીને ઝડપી બનાવવા માટે રજૂઆતને પગલે હવે કામગીરીનો ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે.

 

આ પણ વાંચોઃ Sabarkantha, Aravalli: ઘઉંના ટેકાના ભાવમાં વધારો છતાં રજીસ્ટ્રેશનમાં નિરસતા, ગત સિઝનના પ્રમાણમાં માંડ 10 ટકા નોંધણી

આ પણ વાંચો: Aravalli: અરવલ્લી જિલ્લામાં પ્રાથમિક સુવિધાઓ માટે નવા 616 કાર્યોને મંજૂરી અપાઇ, આયોજન મંડળની બેઠકમાં નિર્ણય કરાયો

 

Published On - 10:10 pm, Sat, 26 March 22

Next Article