હિંમતનગરમાં થયેલ 49 લાખની આંગડીયા લૂંટનો ભેદ ઉકેલાયો, 7 આરોપીઓ ઝડપાયા

|

Mar 20, 2024 | 4:23 PM

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાંથી 49 લાખની આંગડીયા લૂંટ મામલે 7 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. બનાસકાંઠા પોલીસે ત્રણ અને સાબરકાંઠા પોલીસે ચાર આરોપીઓઓને ઝડપી લીધા છે. સાતેય આરોપીઓ પાસેથી લૂંટનો મુદ્દામાલ પણ બંને જિલ્લાની પોલીસે કબ્જે કર્યો છે. આમ પોલીસે લૂંટનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવતા રાહત સર્જાઇ છે.

હિંમતનગરમાં થયેલ 49 લાખની આંગડીયા લૂંટનો ભેદ ઉકેલાયો, 7 આરોપીઓ ઝડપાયા
7 આરોપીઓ ઝડપાયા

Follow us on

ગત 12, માર્ચે વહેલી સવારે હિંમતનગર શહેરના બસ સ્ટેશનના ગેટ આગળથી જ આંગડીયા કર્મીઓ લૂંટાયાની ઘટના સામે આવી હતી. બસ સ્ટેશન અને શહેરના મુખ્ય વિસ્તારમાંથી જ લૂંટારુઓ 49 લાખ કરતા વધારેની કિંમતની લૂંટ આચરીને ફરાર થઇ ગયા હતા. જેને પગલે જિલ્લા પોલીસ દ્વારા લૂંટારુઓને શોધવા માટે પ્રયાસો શરુ કરવામાં આવ્યા હતા.

આ દરમિયાન શિહોરી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાંથી બનાસકાંઠા એલસીબીએ ગત 15 માર્ચે ત્રણ આરોપીઓ અને લૂંટમાં વપરાયેલી કારને ઝડપી લીધી હતી. આ બાદ લૂંટારુ ગેંગને લઈ સાબરકાંઠા એલસીબીની ટીમ પણ શોધખોળ કરી રહી હતી. જેમાં વધુ ચાર આરોપીઓ લૂંટના મુદ્દામાલ સાથે હાથ લાગ્યા હતા. આમ સાબરકાંઠા એલસીબીને પણ મોટી સફળતા હાથ લાગી હતી.

ઇડર વિસ્તારમાંથી ઝડપાયા આરોપી

સાબરકાંઠા એલસીબીની ટીમને બાતમી મળી હતી. જેને લઈ ઇડરના વલાસણા હાઇવે તરફ વોચ ગોઠવતા વધુ ચાર આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. એલસીબી પીએસઆઈ ડીસી પરમાર અને તેમની ટીમ દ્વારા આ અંગેની વોચ ગોઠવતા આરોપીઓને વલાસણા હાઇવે પરથી ઇકો કારમાં સવાર હર્ષજી ઠાકોર, સંદીપ ઠાકોર, જયદીપસિંહ રાજપૂત અને દિવ્યરાજસિંહ રાજપૂતને ઝડપી લેવામાં આવ્ચા હતા. આરોપીઓ ઇકો કાર લઈને ઇડર તરફ આવી રહ્યા હતા અને કારમાં લૂંટ દરમિયાન તફડાવી લીધેલ સોના અને ચાંદીના દાગીના પણ મળી આવ્યા હતા.

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

કારમાં તલાશી લેતા સીટો નિચે સંતાડી રાખવામાં આવેલ 6.51 લાખ રુપિયાના સોના અને ચાંદીના દાગીના એલસીબીની ટીમે જપ્ત કર્યા હતા. આરોપીઓને એલસીબીએ પૂછપરછ કરતા લૂંટ બાદ તેઓએ કુલ ચૌદ ભાગ પાડ્યા હતા. આ ભાગ પેટે ચારેય આરોપીઓને સોના અને ચાંદીના દાગીના મળેલ હતા. જેને વેચવા માટે તેઓ રાજસ્થાન જઇ રહ્યા હતા અને રસ્તામાં ઝડપાઇ ગયા હતા.

બનાસકાંઠામાં ત્રણ આરોપી ઝડપાયા

લૂંટને લઈ બનાસકાંઠા એલસીબીની ટીમ પણ સતર્ક બની હતી. જેને લઈ વોચ રાખવા દરમિયાન બનાસકાંઠા એલસીબીની ટીમને શિહારી પોલીસ સ્ટેશનની હદમાંથી લૂંટમાં ઉપયોગમાં લેવામાં આવેલી એસન્ટ કાર સહિત ત્રણ આરોપીઓ અરવિંદ વાઘેલા, હિંમતસિંહ ડાભી અને મંગુભા ઝાલાને ઝડપી લેવામાં આવ્યા હતા. બનાસકાંઠા એલસીબીની ટીમે 4.98 લાખના સોના અને ચાંદીના દાગીના જપ્ત કર્યા હતા.

આમ બનાસકાંઠા અને સાબરકાંઠા પોલીસે લૂંટને લઈ એક બાદ એક આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મેળવી છે. સાબરકાંઠા એલસીબી વધુ પાંચ આરોપીઓને ઝડપી લેવા માટે અલગ અલગ ટીમો બનાવીને કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલા આરોપી

  1. અરવિંદસિંહ સોમભા વાઘેલા, રહે. માનપુર તા. કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા
  2. હિંમતસિંહ પ્રવિણસિંહ ડાભી, રહે. હેમાણી પાર્ટી પ્લોટ, શિહોરી, તા. કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા
  3. મંગુભા દશુભા ઝાલા, રહે. આંગણવાડા તા. કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા
  4. હર્ષજી ઉર્ફે બકો ચેતનજી ઠાકોર, રહે. ઠાકોર વાસ, સમોડા તા. પાટણ, જિલ્લો પાટણ
  5. સંદીપ ફતાજી ઠાકોર, રહે. માંખણીપુરા (ભાંડુ) તા. વિસનગર, જિલ્લો મહેસાણા
  6. જયદિપસિંહ અમરતજી રાજપૂત, રહે. ચંદ્રાવતી, રાજપૂતવાસ, તા. સિદ્ધપુર, જિલ્લો પાટણ
  7. દિવ્યરાજસિંહ ઉર્ફે પપ્પુ શંભુંજી રાજપૂત, રહે. ચંદ્રાવતી, રાજપૂતવાસ, તા. સિદ્ધપુર, જિલ્લો પાટણ

 

આ પણ વાંચો: નેશનલ ડિફેન્સ કોલેજ સહિત ચાર દેશના અધિકારીઓ પ્રાંતિજ પહોંચ્યા, આ વિષયની મેળવી માહિતી, જુઓ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:20 pm, Wed, 20 March 24

Next Article