Sabarkantha: 1.40 કરોડની ચોરી કરનાર 5 આરોપી ઝડપાઇ ગયા હવે ફરીયાદી નથી મળતો! સંબધ બાંધી યુવકે રુપિયાનો પોટલુ સેરવ્યુ

|

Mar 05, 2022 | 9:06 AM

પોલીસે રોકડ સહિત 55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે હવે ચોરો તો પકડાઇ ગયા છે, પરંતુ પોલીસ હવે ફરીયાદીને શોધવામાં લાગી ગઇ છે. કારણ કે પોલીસ (Sabarkantha Police) સમક્ષ વારંવાર અલગ અલગ બોલનાર ફરીયાદી હવે મળી રહ્યો નથી.

Sabarkantha: 1.40 કરોડની ચોરી કરનાર 5 આરોપી ઝડપાઇ ગયા હવે ફરીયાદી નથી મળતો! સંબધ બાંધી યુવકે રુપિયાનો પોટલુ સેરવ્યુ
1.40 કરોડ સામે ફરીયાદી શરુઆતમાં માત્ર 90 હજારની ફરીયાદ નોંધાવી હતી

Follow us on

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામે ઘરમાં મુકેલ 1.40 કરોડ રુપિયાની રકમ ની ચોરી થવાનો ભેદ ઉકેલી દેવાયો છે. પ્રાંતિજ પોલીસ (Prantij Police Station) અને એલસીબી દ્વારા તપાસ હાથ ધરીને મુખ્ય સુત્રધાર થી લઇને 5 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આરોપીના ઘરમાં જ પહેલાથી સંબંધ ધરાવતા યુવકે જ મોટી રકમ જોઇને નજર બગાડીને ચોરી કરી હોવાનુ ખુલ્યુ છે. પોલીસે રોકડ સહિત 55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે હવે ચોરો તો પકડાઇ ગયા છે, પરંતુ પોલીસ હવે ફરીયાદીને શોધવામાં લાગી ગઇ છે. કારણ કે પોલીસ (Sabarkantha Police) સમક્ષ વારંવાર અલગ અલગ બોલનાર ફરીયાદી હવે મળી રહ્યો નથી.

સાબરકાંઠા જીલ્લામાં ચોરીઓનુ પ્રમાણ વધતુ જઇ રહ્યુ છે. ઘરફોડ ચોરીઓના વધતા પ્રમાણ દરમિયાન 1.40 લાખ રુપિયાની અધધ રકમની ચોરી થઇ હતી. જેને લઇને પોલીસે તપાસ હાથ ધરી હતી. પરંતુ પોલીસે જ્યારે ચોરીની પ્રાથમિક તપાસ હાથ ધરી તો, ફરિયાદીએ મોટી રકમને બદલે માત્ર 90 હજાર રુપિયાની જ ચોરી થઇ હોવાની રજૂઆત કરી હતી. જેને લઇને પોલીસને વાતમાં શંકા ગઇ હતી અને આ મામલે ઉંડાણપૂર્વકની તપાસ શરુ કરી હતી.

આ દરમિયાન પોલીસને શંકા પહોંચી હતી અને જેમાં ફરિયાદી લખાવેલ રકમ કરતા અનેક ગણી રકમની ચોરી થઇ હોવાનુ જણાઇ આવ્યુ હતુ. પોલીસ ટેકનીકલ સર્વેલન્સ આધારે આરોપી સુધી પહોંચી જઇને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી પ્રથમ તબક્કામાં જ 35 લાખ રુપિયાની રોકડ કબ્જે કરી લીધી હતી. આ સાથે કુલ 55 લાખ રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. પોલીસ હજુ પણ 85 લાખ રુપિયાનો મુદ્દામાલ ક્યાં સંતાડ્યો છે, તે શોધવામાં આવી રહ્યો છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

રીમાન્ડ દરમિયાન આકરી પૂછપરછ

હિંમતનગર ડીવાયએસપી કેએચ સૂર્યવંશીએ જણાવ્યુ હતુ કે, મોયદ ગામના ફરિયાદી પ્રિતેશ પટેલની આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં 1.40 કરોડની રકમની ચોરી થઇ હતી. પાંચ આરોપીઓ એ ચોરી કરી હતી. જેમાં મુખ્યસુત્રધાર સહિત પાંચેય આરોપીઓને ઝડપી લીધા છે. આમ ઝડપથી પોલીસ ટીમે ગુન્હાનો ભેદ તેની ગંભીરતા મુજબ ઉકેલી નિકાળ્યો છે. જોકે અમે હજુ પણ આરોપીઓ પાસે થી કેટલીક કડીઓ મેળવવા માટે રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરી રહ્યા છીએ. કોર્ટે આગામી 11 માર્ચ સુધીના રિમાન્ડ પર પાંચેય આરોપીઓને સોંપ્યા છે.

આરોપી ‘શરીફ’ ની સંબંધમાં ‘બેઇમાની’

આરોપી શરીફ મન્સુરી ફરિયાદીના ઘર સાથે ઘરોબો ધરાવતો હતો અને તે ઘરથી પરિચીત હતો આ દરમિયાન તેણે ઘરમાં રહેલી 1.40 લાખ ની રકમની જાણકારી મળતા જ તેના મનમાં ચોરીનો કિડો સળવળ્યો હતો. તેણે ઘરમાંથી રોકડની ચોરી કરીને ફરાર થઇ ગયો હતો. ત્યાર બાદ તેણે પોતાને મદદ કરનારા મિત્રોને પણ આ રકમના હિસ્સા વેચી દીધા હતા અને એક કારની ખરીદી પણ આ રકમમાંથી કરી દીધી લીધી હતી.

પોલીસે હવે ઘટનાને લઇને એ વાતની તપાસ હાથ ધરી છે કે, આરોપી શરીફને કેવા પ્રકારના સંબંધ પરિવાર સાથે હતા અને રકમને ક્યાંથી લાવવામાં આવી હતી. આ ઉપરાંત ઇન્કમટેક્ષ વિભાગને પણ આ રકમ અંગે જાણ કરવામાં આવશે. જોકે હવે પોલીસે ફરિયાદી પ્રિતેશ પટેલને શોધવાનો પ્રયાસ કરતા ફરિયાદી પોતે જ ભૂગર્ભમાં ઉતરી જતા હવે પોલીસને આખાય પ્રકરણમાં કંઇક શંકાસ્પદ બાબત વર્તાઇ રહી છે.

ઝડપાયેલા આરોપી

  1. શરિફ અકબરભાઇ મનસૂરી, મુળ રહે ચેખલાપગી, તા. દહેગામ, જિલ્લો ગાંધીનગર, હાલ પેથાપુર ગાંધીનગર
  2. અમન યૂનુસખાન જાફરખાન, રહે. કુંભારવાસ દહેગામ જિ. ગાંધીનગર
  3. હિતેન્દ્ર દિનેશભાઇ પટેલ, રહે. વરથુ તા. મોડાસા. જિ. અરવલ્લી
  4. સંદિપ ઉર્ફે ટકલો બલેશ્વર સોમાઇ રાવ, રહે સુભાષનગર ટેકરા અમદાવાદ
  5. રાજેશ ઉર્ફે કિષ્ટુ કચરાભાઇ પરમાર, રહે, સિંધીયાનગર, નવા નરોડા અમદાવાદ

 

આ પણ વાંચોઃ Shane Warne Death: પોર્ન સ્ટાર સાથે કરી હતી મારપીટ, બુકી સાથે ઝડપાયા, જાણો શેન વોર્નના 6 મોટા વિવાદ

આ પણ વાંચોઃ Sabarkantha: ઇડર પાંજરા પોળમાં 116 ગાય અને વાછરડાંના મોત, ઘાસ ચારો આરોગ્યા બાદ 300 થી વધુ પશુની તબીયત લથડી

Published On - 9:00 am, Sat, 5 March 22

Next Article