Dharoi Dam: ધરોઈ ડેમની સપાટીમાં થયો વધારો, ઉપરવાસમાં ભારે વરસાદને લઈ સાબરમતી નદીમાં નવા નીર આવ્યા

|

Jul 02, 2023 | 10:22 AM

Dharoi Dam Update: ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ શનિવાર સાંજથી જામ્યો હતો. આ ઉપરાંત સરહદી વિસ્તારમાં વરસાદને પગલે સાબરમતી નદીમાં પાણીની આવકોમાં વધારો થયો હતો.

Dharoi Dam: ધરોઈ ડેમની સપાટીમાં થયો વધારો, ઉપરવાસમાં ભારે વરસાદને લઈ સાબરમતી નદીમાં નવા નીર આવ્યા
Dharoi Dam Latest Update

Follow us on

ઉત્તર ગુજરાત અને ઉપરવાસ રાજસ્થાન વિસ્તારમાં વરસાદી માહોલ જામવાને લઈ સ્થાનિક નદીઓમાં પાણીની આવક થઈ રહી છે. પોશીના અને તેના ઉપરવાસના વિસ્તારોમાં પણ શનિવારે વરસાદ નોંધપાત્ર વરસ્યો હતો. જેને લઈ સ્થાનિક નદીઓમાં નવા નીર આવ્યા હતા. સાબરમતી નદીની ઉપનદીઓ ગણાતી સેઈ અને પનારી નદીમાં પણ નવા પાણી આવવાને લઈ ધરોઈ જળાશયમાં આવક વધી હતી. ધરોઈ ડેમમાં ચોમાસાની શરુઆત પહેલાથી જ પાણીની આવક થતા રાહત સર્જાઈ છે. રવિવારે વહેલી સવારથી ધરોઈમાં નવી આવકનુ પ્રમાણ વધ્યુ હતુ.

અગાઉ બિપરજોય વાવાઝોડાની અસરને પગલે ઉપરવાસ વિસ્તારમાં ભાર વરસાદને લઈ સાબરમતી નદીમાં પાણીની આવક થઈ હતી. સાબરમતી નદીમાં નવા પાણીની આવકને પગલે ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વઘારો જોવા મળ્યો છે. વહેલી સવારથી સતત નોંધપાત્ર આવક થતા ધરોઈની સપાટીમાં આંશિક વધારો થયો છે.

સપાટી 609 ફુટને વટાવી

ધરોઈ ડેમમાં મધ્ય રાત્રીના અરસા દરમિયાન પાણીની આવકમાં થોડોક વધારો જણાયો હતો. પરંતુ વહેલી સવારે 5 વાગ્યાના અરસા દરમિયાન ડેમમાં આવક 15 હજાર ક્યુસેકની આસપાસ નોંધાવા લાગી હતી. ધરોઈમાં આવક વધતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. જૂન માસમાં નોંધપાત્ર આવકમાં વધારો થયો બાદ હવે જુલાઈ માસની શરુઆતે પણ નવા પાણીની આવક જળાશયમાં આવતા સપાટીમાં વધારો થવા લાગ્યો છે. હાલમાં ધરોઈ ડેમની સપાટી 609 ફુટ પર પહોંચી છે. જે 1 જૂને 605 ફુટ હતી. આમ એક મહિનામાં ચાર ફુટ સપાટીમાં વધારો નોંધાયો છે. ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફુટ છે.

આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન
શ્રાદ્ધમાં આ સરળ ટીપ્સની મદદથી બનાવો દૂધપાક
આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક

રાત્રીના 2 કલાકની આસપાસ 1666 ક્યુસેક પાણીની આવક ધરોઈ ડેમ ખાતે નોંધાઈ રહી હતી. રાત્રીને ત્રણેક વાગ્યે બમણી થઈને 3472 ક્યુસેક થઈ હતી. જોકે બાજમાં સવારે સવારે 5 કલાકના અરસા દરમિયાન આવકમાં સીધો જ દશ ગણો વધારો થવા લાગ્યો હતો. એટલે કે પાણીની આવક સીધી જ 14722 ક્યુસેકે પહોંચી હતી. જે સવારે પાંચ વાગ્યા થી લઈને હાલમાં તાજા સમાચાર મુજબ સવારે 10 કલાક સુધી આટલી જળવાઈ રહી છે.

આ પણ વાંચોઃ Sabarkantha: સીઆર પાટીલે હિંમતનગરમાં કહ્યુ- આ વખતે મોદી સરકાર 400 પ્લસ બેઠકો સાથે ફરી સત્તામાં આવશે

પોશીના વિસ્તારમાં ધોધમાર વરસાદ

ધરોઈ જળાશયમાં મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને રાજસ્થાનના સરહદી જિલ્લાઓમાં વરસાદને પગલે આવક થતી હોય છે. પોશીના અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શનિવારે સાંજે અને સવારે વરસ્યો હતો. ઉપરવાસ સરહદી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદને લઈ સ્થાનિક નદીઓમાં પાણીની આવક નોંધાઈ હતી. જે નદીઓ સાબરમતી નદીમાં ભળતી હોવાને લઈ ધરોઈ ડેમમાં પાણીની આવક નોંધાઈ હતી.

આ પણ વાંચોઃ  Pakistan: પાકિસ્તાનની ટીમનો આ ખેલાડી સૌથી વધારે જૂઠ્ઠો! પૂર્વ ઝડપી બોલરે બતાવી હતી તોફાની હરકતની વાત-Video

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:17 am, Sun, 2 July 23

Next Article