હિંમતનગરમાં અશાંત ધારાનો ભંગ થતા રોષ ભડક્યો, શહેરમાં લાગ્યા ‘કાશ્મીર જેવી હાલત’ ના પોસ્ટરો

|

Jan 16, 2023 | 11:51 PM

હિંમતનગર શહેરમાં પોલોગ્રાઉન્ડ-અલકાપુરી, બગીચા વિસ્તાર સહિતમાં અશાંત ધારો લગાડવામાં આવેલો છે. આમ છતાં પણ અનેક મિલ્કતો અન્યોની વેચીને બહુમત વિસ્તારને લઘુમત વિસ્તાર બનાવાઈ રહ્યાનો રોષ.

હિંમતનગરમાં અશાંત ધારાનો ભંગ થતા રોષ ભડક્યો, શહેરમાં લાગ્યા કાશ્મીર જેવી હાલત ના પોસ્ટરો
હિંમતનગર શહેરમાં કાશ્મીર જેવી સ્થિતીના પોસ્ટર લાગ્યા

Follow us on

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં પોલોગ્રાઉન્ડ-અલકાપુરી વિસ્તારમાં અશાંત ધારો લગાવવામાં આવેલો છે. આમ છતાં નિયમોનુ ઉલંઘન કરી મકાનોનુ વેચાણ થતાં બહુમતિ વિસ્તાર લઘુમતિ થઈ રહ્યો હોઈ વિરોધ નો વંટોળ શરુ થયો છે. હાલમાં અહીં રહેતા સ્થાનિક બહુમતિ ધરાવતા સમાજના લોકોએ વિસ્તાર છોડવા મજબૂર થવુ પડી રહ્યુ છે. હવે વિસ્તારમાં કાશ્મીર જેવી હાલત હોવાના પોસ્ટર લાગ્યા છે. પોસ્ટરો લાગવા છતાં પણ હજુ સુધી સ્થાનિક તંત્રમાં કોઈ જ હલચલ મચી નથી. જેને લઈ હવે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ રજૂઆતો કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ વિસ્તારમાં એવા અનેક પરીવારો છે, જેઓએ આ વિસ્તારમાં નરેન્દ્ર મોદીના રોકાણ કરતા જોયા છે અને તેમની પ્રવૃત્તીઓના સહભાગી થયા હતા. જેને લઈ હવે આ પરીવારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરવા પત્રો લખી રજૂઆત કરી છે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીને રજૂઆત કરી છે. વિસ્તારના લોકોએ અશાંત ધારાના ઉલંઘનને લઈ તપાસ કરવાની પણ માંગ કરી છે.

અલકાપુરી-પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં રોષ

હિંમતનગર શહેરમાં આવેલા પોલોગ્રાઉન્ડ, અલકાપુરી, બગીચા વિસ્તારમાં અશાંત ધારો લગાડવામાં આવેલ છે. લોકોમાં શાંતિ અને સલામતિ જળવાઈ રહે એ માટે આ વિસ્તારોમાં અશાંત ધારો લગાડવામાં આવ્યો હતો. જેથી બહુમતિ સમાજના લોકોના રહેણાંક વિસ્તારમાં અન્ય લઘુમતિ સમાજ દ્વારા અતિક્રમણના થાય. વિસ્તારમાં આવેલા હિન્દુ ધર્મના મંદિરો પણ આવેલા હોઈ આ મંદિરોની સુરક્ષા જળવાય અને ધાર્મિક સુલેહ શાંતિ જાળવવા માટે ધારો લગાડી તેનો અમલ કરવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

પરંતુ હાલમાં છેલ્લા કેટલાક વર્ષથી વિસ્તારમાં લઘુમતિ સમાજના દ્વારા મોટી કિંમતે મકાનો ખરીદી રહેણાંક વિસ્તારમાં અશાંત માહોલ સર્જાતો હોવાનો ભય પેદા થયો છે. જેને લઈ આ મામલે સ્થાનિક કક્ષાએ અનેક વાર રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી. ઉલ્ટાનુ 225 જેટલી મિલ્કતોના ટ્રાન્સફર થઈ છે. જેમાં સ્થાનિક તંત્રની મિલી ભગત હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આમ છતાં અશાંત ધારાનુ અમલીકરણ હવે છેલ્લા ચાર પાંચ વર્ષથી જોવા મળી રહ્યુ નથી. જેને લઈ લોકોમાં રોષ વ્યાપ્યો છે. આ માટે હવે શહેરમાં અનેક ઠેકાણે પોસ્ટરો લાગ્યો છે. ઠેર ઠેર લાગેલા આ પોસ્ટરોને લઈ મામલો શહેરમાં ચર્ચાસ્પદ બન્યો છે અને લોકોને અહીંથી પલાયન થતાં અટકાવવાની માંગ વર્તાવા લાગી છે.

લોકોએ કહ્યુ-તપાસ થવી જોઈએ

સ્થાનિકોએ ટીવી9 સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે વિસ્તારમાં અશાંત ધારો અમલમાં હોવા છતાં પણ અનેક મિલ્કતો અન્ય ઘર્મના લોકોને વેચી દેવાઈ છે અને તેની ટ્રાન્સફરની કાર્યવાહી પણ થઈ છે. સ્થાનિક અગ્રણી વકીલ પ્રકાશ સોનીએ કહ્યુ હતુ કે, અમે આ માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી છે. વડાપ્રધાન અને ગૃહ પ્રધાનને રજૂઆતો કરી અશાંત ધારાના અમલીકરણ માટે માંગ કરાઈ છે. સાથએ જ તેઓએ ત્રણ મુદ્દાઓની રજૂઆતમાં સીબીઆઈ તપાસની માંગ કરી છે કે, આ ષડયંત્ર કેવી રીતે ચાલી રહ્યુ છે અને વિધર્મીઓને મિલ્કત ટ્રાન્સફર થઈ રહી છે. આ માટે યોગ્ય તપાસ થવી જોઈએ.

 

 

Published On - 11:42 pm, Mon, 16 January 23

Next Article