હિંમતનગર-ઈડર સ્ટેટ હાઈવે પર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત, 4નાં મોત

| Updated on: Jun 07, 2024 | 10:26 AM

ઈડર નજીક એક કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યા છે. પથ્થર ભરેલ એક ડમ્પર ટ્રક અને કાર વચ્ચે મોડી રાત્રીના અરસા દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક બાળકી સહિત ચાર લોકોએ જીવ ગૂમાવ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિક જાદર પોલીસ સહિતની ટીમો સ્થળ પર દોડી આવી હતી.

સાબરકાંઠા જિલ્લાના ઈડર નજીક એક કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ચાર લોકોના મોત નિપજ્યા છે. પથ્થર ભરેલ એક ડમ્પર ટ્રક અને કાર વચ્ચે મોડી રાત્રીના અરસા દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક બાળકી સહિત ચાર લોકોએ જીવ ગૂમાવ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિક જાદર પોલીસ સહિતની ટીમો સ્થળ પર દોડી આવી હતી.

રાત્રીના અરસા દરમિયાન હિંમતનગરથી ઈડરના નેત્રામલી પોતાના ઘરે જવા નિકળેલ પરીવારને અકસ્માત નડ્યો હતો. ડાયવર્ઝન રોડ પર પથ્થર ભરેલ ડમ્પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં નેત્રામલીના જરીવાલા પરીવારના સભ્યોએ જીવ ગુમાવ્યા હતા.

આ પણ વાંચો:  રજાઓ ગાળવા લક્ષદ્વીપ તરફ વધી રહ્યું છે ગુજ્જુઓનું આકર્ષણ, સુંદર સ્થળના ‘બોસ’ ગુજરાતી, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 07, 2024 10:08 AM