કોન્ટ્રાક્ટ ફાર્મિંગના મુદ્દે ખેડૂતો સંગઠીત થવા લાગ્યા, પ્રાંતિજમાં ત્રણ જિલ્લાના ખેડૂતોએ એકઠા થઈ રણનિતી ઘડી

|

Jul 31, 2022 | 9:49 PM

સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાં કોન્ટ્રાક્ટ ફાર્મિગ આધારિત બટાકાની ખેતી મોટા પ્રમાણમાં થાય છે, જેને લઈ વિસ્તારના ખેડૂતોએ એકઠા થઈ પોષણક્ષમ ભાવની માંગ કરી છે.

કોન્ટ્રાક્ટ ફાર્મિંગના મુદ્દે ખેડૂતો સંગઠીત થવા લાગ્યા, પ્રાંતિજમાં ત્રણ જિલ્લાના ખેડૂતોએ એકઠા થઈ રણનિતી ઘડી
ખેડૂતોએ 300 રુપિયા પ્રતિ મણ દીઠ ભાવની માંગ કરી

Follow us on

સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, ધનસુરા અને દહેગામ વિસ્તારના ખેડૂતોએ એકઠા થઈને કોંન્ટ્રાક્ટ ફાર્મિંગ (Contact Farming) ના મુદ્દે રણનિતી ઘડી હતી. હાલમાં ઉત્તર ગુજરાતમાં બટાકાનુ ઉત્પાદન કરતા ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા પોષણક્ષણ ભાવની માંગ કરીને રણનિતી ગોઠવી રહ્યા છે. જેના ભાગરુપે પ્રાંતિજના રામપુરા-સોનાસણ વિસ્તારમાં ખેડૂતો એકઠા થયા હતા અને આ મામલે બાંયો ચઢાવી છે. હવે આવનારા દિવસોમાં બટકાનો મુદ્દો બેઠકના બદલે રસ્તા પર પહોંચે એવી પણ સંભાવનાઓ ખેડૂતોનો મૂડ જોતા લાગી રહી છે.

સ્થાનિક પ્રાંતિજ, તલોદ અને હિંમતનગર વિસ્તારમાં મોટા પ્રમાણમાં બટાકાની ખેતી થઈ રહી છે. કોન્ટ્રાક્ટ ફાર્મિગ પણ આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં થઇ રહ્યુ છે. પરંતુ હાલમાં બટાકાની વાવણી કરવી અને તેની માવજત કરીને તેનુ ઉત્પાદન કરવુ ખૂબ જ ખર્ચાળ છે. આ માટે થઈને ખેડૂતો દ્વારા ભાવ પોષણક્ષમ રાખવા માટેની માંગ કરવામાં આવી રહી છે. ખેડૂતો હવે કોન્ટ્રાક ફાર્મિંગ કરવા મામલે કંપનીઓ પાસે ભાવ વધારો માંગી રહ્યા છે. અગાઉ ગત સપ્તાહે બેઠક યોજ્યા બાદ ફરીથી વધુ એક બેઠક યોજવામાં આવી છે. આ વખતે સોનાસણ પંથકના ખેડૂતોએ આ બેઠકનુ આયોજન કર્યુ હતુ અને જેમાં પણ મોટી સંખ્યામાં સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

300 રુપિયા પ્રતિ મણ લેખે ભાવની માંગ

હવે ખેડૂતોએ આ ભાવ વધારો અપોષણક્ષમ હોવાને લઈને બાંયો ચઢાવી લીધી છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં કંપનીઓ વાવેતર પહેલા ખેડૂતો સાથે ભાવો અને અલગ અલગ મુદા સાથે કરાર કરતા હોય છે. જેમાં ખેડૂતોને ગત સાલે 180 થી 210 રૂપિયા પ્રતિ મણે ભાવ ચૂકવ્યા હતા. પરંતુ વધતી મોંઘવારી સામે આ ભાવો પોષાય એમ ના હોવાને લઇ હવે ખેડૂતો સંગઠિત થઈ કંપનીઓ પાસે પ્રતિ મણે 300 રૂપિયા કરતા વધુ ભાવોની માગ કરી છે. વધતા જ ખાતર અને દવા સહિતના માવજતના ખર્ચને પહોંચવુ એ મુશ્કેલ છે. આ જ મુદ્દા પર ખેડૂતો દ્વારા રણનિતી ઘડવામાં આવી રહી છે અને ગામે ગામ ખેડૂતોને માંગને હવે દિવસે દિવસે એક અવાજ સ્વરુપે કરવામાં આવી રહી છે. જેમાં સ્થાનિક આગેવાનોને પણ જોડવામાં આવી રહ્યા છે. જો કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ભાવ વધારો નહીં કરવામાં આવે તો ખેડૂતો આ મુદ્દા પર લડત કરશે તેવી સ્થિતી વર્તાવા લાગી છે.

આગેવાનો અને ખેડૂતો શુ કહે છે?

ખેતી સાથે સંકળાયેલા અને વિસ્તારના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ વાતચીતમાં જણાવ્યુ હતુ કે, સાબરકાંઠા અરવલ્લી અને ગાંધીનગરના ખેડૂતો અહીં એકઠા થયા છીએ. છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ એક જ ભાવ મળી રહ્યા છે. જેથી કોન્ટ્રાક્ટમાં નવા રેટ ચૂકવવા જોઈએ. હાલમાં જે ભાવ મળે છે એના કરતા 300 રુપિયાના સપોર્ટ ભાવ ચૂકવવા જોઈએ એવી અમારી માંગણી છે.

સોનાસણ ગામના અગ્રણી ખેડૂત ઋષિકેશ પટેલે કહ્યુ હતુ કે, હાલમાં તમામ રીતે ખેતી મોંઘી બની છે, આવી સ્થિતીમાં સસ્તા ભાવે કોન્ટ્રાક્ટ વડે ખેતી કરવી એ મુશ્કેલ છે. માટે જ અમારે પોષણક્ષમ ભાવની જરુર છે. કારણ કે હાલના ભાવ પરવડે એમ નથી. નહીતર અમારે હવે ખેતી બદલવી પડશે. બનાસકાંઠા થી ઉપસ્થિત રહેલા ખેડૂત લલિત મોદીએ કહ્યુ હતુ કે, ખેડૂતઓએ સંગઠીત થઈને ભાવ અમને પોષણક્ષમ ભાવ મળે એ અમારી માંગ છે અને અમારા કેટલાક પડતર પ્રશ્નો છે, જેની રજૂઆત માટે માંગ કરી છે.

બટાકાના ભાવના મુદ્દે હવે ખેડૂતો સંગઠીત થઈ રહ્યા છે અને લડતની રણનિતી પણ ઘડી રહ્યા છે. એટલે હવે બેઠકોનો દૌર રસ્તાઓ પર પહોંચે એવી વકી વર્તાઈ રહી છે. જેને લઈ હવે કંપનીઓએ આ મામલે રસ્તો નિકાળવો જરુરી બન્યો છે.

 

 

 

Published On - 8:23 pm, Sun, 31 July 22

Next Article