ધરોઈ ડેમમાં બુધવારે રાત્રીથી પાણીની નવી આવક નોંધાઈ હતી. રાત્રીના 9 કલાકથી આવકમાં નોંધપાત્ર વધારો થયો હતો. બુધવારે ધરોઈ ડેમ જળસંગ્રહ હવે 80 ટકા થયો છે. આમ ધરોઈ ડેમ હવે એલર્ટ મોડમાં પહોંચ્યો છે. ધરોઈ ડેમની સપાટી પણ હવે રુલ લેવલની નજીક પહોંચી છે. સાબરમતી નદીના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદને લઈ પાણીની નવી આવક નોંધાઈ છે.
સાબરમતી નદીમાં પાણીની આવક થવાને લઈ ધરોઈ ડેમમાં જળસંગ્રહનો વધારો થયો છે. ધરોઈ બંધ 80 ટકા કરતા વધારે ભરાઈ જવા પામતા ઉત્તર ગુજરાતના ખેડૂતોને સિંચાઈની રાહત સર્જાઈ છે. ધરોઈ જળાશયમાંથી પિવાના પાણીની પણ હવે મોટી રાહત સર્જાઈ છે.
પાણીની નવી આવક 9305 ક્યુસેક રાત્રીના 9 કલાકથી નોંધાવવી શરુ થઈ હતી. જેને લઈ ધરોઈ ડેમની જળસપાટીમાં વધારો આંશિક રીતે નોંધાયો છે. રાત્રીના 8 કલાકે ધરોઈમાં પાણીની આવકમાં વધારો નોંધાવવો શરુ થયો હતો. 8 કલાકે 4500 ક્યુસેક કરતા વધારે નોંધાવવી શરુ થઈ હતી. જે રાત્રીના 9 કલાકે બમણી થઈ હતી. ઉપરવાસમાં વરસાદને લઈ સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થયો હતો. ધરોઈ બંધના કેચમેન્ટ એરિયામાં સારો વરસાદ નોંધાવવાને લઈ આવક વધી હતી.
જળસંગ્રહ 80 ટકા કરતા વધારે નોંધાવવાને લઈ હવે ડેમની સ્થિતી એલર્ટ સ્ટેજ પર પહોંચી છે. જ્યારે રુલ લેવલ થી હવે ડેમની જળ સપાટી માત્ર સવા ફૂટ જ દૂર છે. ડેમની જળસપાટી હાલમાં 616.82 ટકા નોંધાઈ છે. જ્યારે રુલ લેવલ 618 ફુટ છે. આમ હવે આવી જ આવક રહેશે તો, સપાટી રુલ લેવલ પર પહોંચશે. આમ આવક વધવાની સ્થિતી ડેમમાં પાણીને છોડવામાં આવી શકે છે. 70 ટકા જળસંગ્રહ થતા ડેમ વોર્નિંગ લેવલ પર પહોંચે છે. જ્યારે 80 ટકાએ પહોંચતા એલર્ટ સ્ટેજ પર પહોંચે છે.
Published On - 11:41 pm, Wed, 26 July 23