ધરોઈ ડેમ (Dharoi Dam) માં પાણીની આવક વધતા સાબરમતી નદી ( Sabarmati River) માં મોડી રાત્રી દરમિયાન પાણી વધારે છોડવામાં આવ્યુ હતુ. આ માટે પહેલાથી જ ધરોઈ ડેમ તરફથી એલર્ટ જારી કરવામાં આવ્યુ હતુ. સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર અને આણંદ-ખેડા જિલ્લાઓના તંત્રને સતર્ક રહેવા માટે અગાઉથી જણાવવામાં આવ્યુ હતુ. સંભાવના મુજબ પાણીની આવક વધવાને લઈ 8 દરવાજા ખોલવામાં આવ્યા હતા. જે દિવસ દરમિયાન 4 ગેટ ખુલ્લા હતા. આ ઉપરાંત સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની સરહદ પર આવેલ હાથમતી જળાશય પણ ઓવરફ્લો (Hatmati Reservoir overflow) થયો હતો. આ માટે નિચાણ વાળા વિસ્તારને સતર્ક કરી દેવામાં આવ્યા હતા.
સાબરમતી નદીમાં મંગળવારે સાંજે 5 કલાક સુધી 17, 500 ક્યુસેક ની આવક નોંધાઈ રહી હતી અને નદીમાં એટલા જ પ્રમાણમાં છોડવામાં આવી રહ્યુ હતુ. આ માટે 4 ગેટ 0.91 મીટર ખુલ્લા રાખવામાં આવ્યા હતા. જોકે સાંજે છ કલાકે 26 હજાર ક્યુસેક આવક થતા વધુ બે ગેટને 0.91 મીટર માટે ખોલવામાં આવ્યા હતા. ત્યાર બાદ રાત્રીના 10 કલાકે ધરોઈ માં પાણીની આવક બમણી થઈ હતી અને 54 હજાર ક્યુસેક નોંધાઈ હતી. જેને લઈ રાત્રી દરમિયાન વધુ બે ગેટ ખોલવાનો નિર્ણય લેવાયો હતો. આમ 8 દરવાજા ખોલવામાં આવ્યા હતા.
મંગળવારે રાત્રી દરમિયાન 1.52 મીટર સુધી આઠેય દરવાજા ખોલીને 54 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યુ હતુ. જે રાત્રીના 11 કલાકે નદીમાં ફ્લો 78 હજાર ક્યુસેક સુધી છોડવામાં આવ્યો હતો. ઉપરવાસ રાજસ્થાન અને સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં સારા વરસાદને લઈ નદીમાં પાણીની આવક વધતા 8 દરવાજા ફરીથી ખોલવાની સ્થિતી સર્જાઈ હતી. જોકે બુધવારે સવારે આવકમાં ઘટાડો થતા નદીમાં 65 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. જે રાત્રીના 3 કલાક થી સવારે 8 કલાક સુધી આ જ સ્થિતીએ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. જોકે મધ્ય રાત્રી બાદ બે દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. અને 6 દરવાજાને 2.43 મીટર જેટલા ખુલ્લા રાખવામાં આવ્યા હતા.
#Sabarkantha : Sapteshwar temple’s garbhgruh submerged in water as Sabarmati river receives fresh inflow of water #Gujarat #TV9News pic.twitter.com/Hi3geFbBxc
— Tv9 Gujarati (@tv9gujarati) August 24, 2022
ઉપરવાસ વિસ્તારમાં સારો વરસાદ વરસવાને લઈ હાથમતી અને ઈન્દ્રાસી જળાશય પણ ભરાઈ જવા પામ્યા છે. હાથમતી જળાશય મંગળવારે સવારે 90 ટકા પર હતો અને જે બુધવારે સવારે ઓવરફ્લો થયો હતો. મંગળવારે બપોરે એક વાગ્યે નોંધપાત્ર આવક જળાશયમાં થઈ રહી હતી. તે વધીને સાંજે 5 કલાકે 9 હજાર ક્યુસેક અને 6 કલાકે 19 હજાર ક્યુસેક પર પહોંચી હતી. જે રાત્રી દરમિયાન 4500 ક્યુસેક જળવાઈ રહી હતીય. વહેલી સવારે 6 કલાકે હાથમતી જળાશયમાંથી 900 ક્યુસેક જેટલુ પાણી હાથમતી નદીમાં ઓવરફ્લો થયુ હતુ. આમ સાબરકાંઠા અને ગાંધીનગરના કેટલાક વિસ્તારના ખેડૂતોને માટે રવી સિઝનના સિંચાઈ માટે રાહત રુપ બન્યુ છે.
Published On - 8:09 am, Wed, 24 August 22