રેલવે સ્ટેશન પર સામાન સલામત રાખવા લાંચ માંગતા 2 કોન્સ્ટેબલ સામે ACBની કાર્યવાહી, એકની ધરપકડ

|

Jul 27, 2024 | 10:57 AM

એક જ દિવસમાં ત્રણ સ્થળથી એસીબી ટ્રેપના સમાચાર સામે આવ્યા હતા. આ ત્રણેય ટ્રેપમાં પોલીસના કર્મચારીઓ ટ્રેપમાં ઝડપાયા છે. વધતા જતા ભ્રષ્ટાચારને લઈ લોકો પણ પરેશાન થઈ રહ્યા છે અને આખરે એસીબીના શરણે ફરિયાદ કરવા માટે પહોંચતા હોય છે.

રેલવે સ્ટેશન પર સામાન સલામત રાખવા લાંચ માંગતા 2 કોન્સ્ટેબલ સામે ACBની કાર્યવાહી, એકની ધરપકડ
ACBની કાર્યવાહી

Follow us on

ડગલેને પગલે લાંચ એ સામાન્ય બાબત બનતી જઈ રહી છે. લાંચ રુશ્વત વિરોધી દળ દ્વારા આ માટે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ પર ગાળીયો કસવા છતાં પણ એક બાદ એક જાળમાં સરકારી કર્મીઓ અને અધિકારીઓ લાંચ લેતા ઝડપાઈ રહ્યા છે. શુક્રવારે એક જ દિવસમાં ત્રણ સ્થળે પોલીસ કર્મીઓ એસીબીની ટ્રેપમાં ઝડપાયા હતા. આવી જ રીતે હિંમતનગરના રેલવે સ્ટેશન પોલીસ સ્ટેશનના RPF જવાન એસીબી ટ્રેપમાં ઝડપાયા છે.

શુક્રવારે એક બાદ એક ત્રણ સ્થળથી એસીબી ટ્રેપના સમાચાર સામે આવ્યા હતા. આ ત્રણેય ટ્રેપમાં પોલીસના કર્મચારીઓ ટ્રેપમાં ઝડપાયા છે. વધતા જતા ભ્રષ્ટાચારને લઈ લોકો પણ પરેશાન થઈ રહ્યા છે અને આખરે એસીબીના શરણે ફરિયાદ કરવા માટે પહોંચતા હોય છે.

રેલવે પોલીસના 2 કર્મીએ લાંચ માંગી

બોલો, હિંમતનગરમાં રેલવે પ્રોટેક્સન ફોર્સના જવાનોએ તો પ્લેટફોર્મ પર ઉતરતા સામાનની લાંચ માંગી છે. ટ્રાન્સપોર્ટનું કામકાજ કરતા ફરિયાદી પાસે પ્રતિ રેક દીઠ 1500 રુપિયા લાંચ માંગવામાં આવી હતી. જે માટે 20,000 રુપિયા માંગતા RPF ના બે જવાનો એસીબીની ટ્રેપમાં ઝડપાયા હતા. આ અંગે એસીબીને ફરિયાદ મળતા ટ્રેપ ગોઠવવામાં આવી હતી.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

આ માટે અગાઉ 5000 રુપિયા આપ્યા હતા અને બાકીના 15000 આપવાના હતા. જેને લઈ શુક્રવારે ફરિયાદીને હિંમતનગર રેલવે પોલીસ સ્ટેશન પર મળવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. જ્યાં રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદી મળવા આવતા તેની પાસેથી લાંચ લેવા અંગેની વાતચીત કરીને રકમ રંગેહાથ લેવા જતાં જ એસીબીની ટીમે રેલવે પોલીસના કોન્સ્ટેબલ મુસ્તાક ઈબ્રાહીમભાઈ ડોડીયાને ઝડપી લીધો હતો. મુસ્તાક ડોડીયાએ ચેહર શંકરભાઈ રબારી સાથે ફોનથી ટ્રેપ દરમિયાન લાંચ અને તેની રકમ અંગે વાતચીત કરી હતી. જે ટ્રેપનું જાણીને બહાર હોવાથી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. એસીબીએ બંને સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

રેલવે પ્લેટફોર્મ પર સામાન ઉતારવાની લાંચ

ફરિયાદી ટ્રાન્સપોર્ટનું કામકાજ કરતા હોય તેમનો સામાન રેલવેના વેગનમાં આવતો હોય છે. આથી જે સામાન પ્લેટફોર્મ પર ઉતરતા તેને સલામત રહે એ માટેની વ્યવસ્થા પેટે લાંચની રકમ માંગી હતી. એટલે કે રેલવે પોલીસના કોન્સ્ટેબલોએ સામાનની રખેવાળી પેટે આ લાંચની રકમ માંગી હતી.

પ્લેટફોર્મ પર ઉતરતા સામાન અંગે રેક દીઠ આ કર્મીઓ દ્વારા લાંચ લેવામાં આવતી હતી. જેમાં પ્રતિ રેક દીઠ 1500 રુપિયાની લાંચ લેવામાં આવતી હતી. આ માટે રેલવે પ્રોટેક્શન ફોર્સના કોન્સ્ટેબલ ચેહર રબારીએ 10 રેકના હિસાબ સહિત 20 હજારની લાંચની માંગણી કરી હતી. જેને લઈ અરવલ્લી એસીબીના મહિલા પીઆઈ ટીએમ પટેલે છટકું ગોઠવ્યું હતુ.

આ પણ વાંચો: બનાસકાંઠાઃ વેવાઈની અરજીનો નિકાલ કરવા 8000 લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ ACB ના છટકામાં ઝડપાયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:55 am, Sat, 27 July 24

Next Article