Sabarkantha: 400 થી વધુ ગામડા અને બે શહેરોને માટે રાહતના સમાચાર, પીવાના પાણીની યોજનાઓનુ શનિવારે CM દ્વારા લોકાર્પણ કરાશે

|

Jun 03, 2022 | 8:45 PM

536 કરોડના લોકાર્પણ અને ખાતમુર્હતના વિશાળ કાર્યક્રમ માટે ખેડબ્રહ્માનુ સ્થળ પસંદ કરવાને લઈને પણ રાજકીય દ્રષ્ટીથી ચર્ચામાં રહ્યુ છે. અશ્વિન કોટવાલ (Ashwin Kotwal) હવે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ચુક્યા છે. ખેડબ્રહ્મામાં મુખ્યપ્રધાનના સ્ટેજ પર હવે કોટવાલ પણ સાથે જોવા મળશે.

Sabarkantha: 400 થી વધુ ગામડા અને બે શહેરોને માટે રાહતના સમાચાર, પીવાના પાણીની યોજનાઓનુ શનિવારે CM દ્વારા લોકાર્પણ કરાશે
CM Bhupendra Patel શનિવારે સાબરકાંઠાની મુલાકાતે

Follow us on

સાબરકાંઠા અને અરવલ્લી (Aravalli) જિલ્લામા અનેક ગામડાઓમાં પીવાના પાણીની ઉનાળામાં મુશ્કેલી પડતી હોય છે. આ સમસ્યાને નિવારવા માટે અનેક પ્રયાસો પણ હાથ ધરવામા આવતા હોય છે. જોકે આમ છતાં પણ કેટલાક વિસ્તારોમાં સમસ્યા ઠેરની ઠેર રહેતી હોય છે. ખેડબ્રહ્મા થી લઈને પ્રાંતિજ-તલોદ વિસ્તાર સુધીના ગામડાઓને માટે પીવાના પાણી માટે રાહતના સમાચાર આવ્યા છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) શનિવારે ખેડબ્રહ્મા (Khedbrhama) માં કેટલાક કામોના લોકાર્પણ કરનાર છે, તો વળી કેટલાક કાર્યોના ખાતમુર્હત કરનાર છે. જેનાથી 400 થી વધારે ગામડાઓ અને શહેરોને રાહત પહોંચશે.

શનિવારે સવારે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ખેડબ્રહ્માની મુલાકાતે આવનાર છે. આ દરમિયાન તેઓ જિલ્લામાં પાણી પુરવઠા યોજના હેઠળના 136 કરોડથી વધુના કાર્યોનુ લોકાર્પણ કરનાર છે. જ્યારે રુપિયા 400 કરોડથી વધારેના ખર્ચથી વિવિધ જૂથ યોજનાઓનુ ખાતમુર્હત કરાનાર છે. ધરોઇ વણજ ડેમ તથા નર્મદા મુખ્ય નહેર આધારીત આ મહત્વની યોજનાથી હિંમતનગર અને તલોદ શહેર તથા ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના અને પ્રાંતિજના ૪૧૯ ગામોના ૧૭.૧૫ લાખ લોકોને પીવાના પાણીનો લાભ મળશે એમ જિલ્લા તંત્ર દ્વારા માહિતી આપવામાં આવી હતી.

શુ શુ લોકાર્પણ કરાશે અને ખાતમુર્હત કરાશે?

મુખ્ય પ્રધાન દ્વારા 581.31 કીલોમીટર લાંબી પાઈપલાઈનનુ લોકાર્પણ કરાનાર છે. ઉપરાંત 23 એમએલડી ક્ષમતાનો ફિલ્ટર પ્લાન્ટ, 14 બોર કૂવા, 180 જેટલી જુદી જુદી ક્ષમતા ધરાવતી ઓવરહેડ ટાંકી અને ભૂગર્ભ સંપ, તેમજ સંલગ્ન ઇલેક્ટ્રો મીકેનીકલ કોમ્પોનન્ટનુ લોકાર્પણ કરવામાં આવનાર છે. જે કાર્યો 136 કરોડથી વધુના ખર્ચે કરાયા છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જ્યારે 842.5 કિલોમીટર લાંબી પાઈપલાઈનનુ ખાતમુર્હત કરાશે તેમજ 61 એમએલડી ક્ષમતાના 3 ફિલ્ટર પ્લાન્ટ, 175 નંગ જુદી જુદી ક્ષમતાના ભૂગર્ભ સંપ અને ઓવરહેડ ટાંકીઓ, તેમજ સંલગ્ન ઇલેક્ટ્રો મીકેનીકલ કોમ્પોનન્ટનુ મુખ્યપ્રધાન ખેડબ્રહ્મા ખાતેથી ખતમુર્હત કરશે. જે વિકાસ કાર્યો 400 કરોડથી વધારે રકમના ખર્ચે નિર્માણ કરાશે.

આ પ્રધાનો પણ રહેશે હાજર, અશ્વિન કોટવાલ પણ CM સાથે હશે હાજર

કાર્યક્રમમાં રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ, કલ્પસર અને મત્સ્યોદ્યગ, નર્મદા જળસંપત્તિ અને પાણીપુરવઠા પ્રધાન જીતુભાઈ ચૌધરી, અન્ન અને નાગરીક પુરવઠા પ્રધાન ગજેન્દ્રસિંહ પરમાર, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોર ઉપસ્થિત રહેશે. સાથે જ હાલમાં ભાજપમાં છોડાયેલા આદીવાસી સમાજના દિગ્ગજ નેતા અશ્વિન કોટવાલ પણ ખેડબ્રહ્મામાં મુખ્યપ્રધાનની સાથે સ્ટેજ પર જોવા મળશે. આમ રાજકીય દ્રષ્ટીએ પણ આ કાર્યક્રમનુ સ્થળ ખેડબ્રહ્મા પસંદ કરાયુ હોવાને લઈ ચર્ચામાં રહ્યુ છે, કે અશ્વિન કોટવાલ હવે ભાજપમાં જોવા મળશે.

કાર્યક્રમ બાદ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સ્થાનિક જિલ્લાના અધિકારીઓ અને પદાધીકારીઓ સાથે બેઠક યોજશે. બેઠકમાં જિલ્લામાં ચાલતા વિકાસના કામોની સમિક્ષા કરવામાં આવશે ઉપરાંત જિલ્લામાં રાજકીય સ્થિતી અને સ્થાનિક સમસ્યાઓને જાણવાનો પ્રયાસ પણ કરવામા આવશે.

Published On - 8:30 pm, Fri, 3 June 22

Next Article