Sabarkantha: ચૂહા અને બિલ્લા ગેંગ સાબરકાંઠા પોલીસના સકંજામાં, 8.86 લાખના મુદ્દામાલ સાથે 8 શખ્શોની ટોળકી ઝડપાઇ

|

Feb 19, 2022 | 8:59 PM

ટોળકીએ સાબરકાંઠા જિલ્લા ઉપરાંત આણંદ, મહિસાગર, ખેડા અને અરવલ્લી જિલ્લામાં પણ અનેક ચોરીઓ આચરી હોવાનો ભેદ ખૂલ્યો છે.

Sabarkantha: ચૂહા અને બિલ્લા ગેંગ સાબરકાંઠા પોલીસના સકંજામાં, 8.86 લાખના મુદ્દામાલ સાથે 8 શખ્શોની ટોળકી ઝડપાઇ
LCB એ બાતમીના આધારે ટોળકીને ઝડપી લીધી

Follow us on

સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં વધતી ચોરીઓ દરમ્યાન ભટ્ટી અને ચુહા ગેંગના સભ્યોને પોલીસે ઝડપી લીધા છે. પોલીસની ટીમને બાતમી મળી હતી અને એ દરમિયાન તેમને હિંમતનગર (Himmtnagar) ના પરબડાં વિસ્તારમાંથી 8 શખ્શો સાથે ઝડપી લીધા હતા. પોલીસે ચોરીના મુદ્દામાલ સહિત 2 કાર પણ કબ્જે કરી લીધી છે. તસ્કર ટોળકીએ સાબરકાંઠા જિલ્લા ઉપરાંત આણંદ, મહિસાગર, ખેડા અને અરવલ્લી જિલ્લામાં પણ અનેક ચોરીઓ આચરી હોવાનો ભેદ ખૂલ્યો છે. જિલ્લા પોલીસ (Sabarantha Police) દ્વારા તસ્કરોને ઝડપી લેવા માટે જુદી જુદી ટીમો દ્વારા તપાસ હાથ ધરાઇ હતી.

સાબરકાંઠા જીલ્લામાં ઘરફોડ ચોરીએ માઝા મુકી દીધી છે. જેને લઇને સ્થાનિક પોલીસ દ્વારા પણ સતર્કતા વધારી દેવામાં આવી છે. જિલ્લામાં વધતી જતી ચોરીઓને અટકાવવા માટે થઇને પ્રયાસો હાથ ધર્યા છે. પહેલા પ્રાંતિજ પ્રાંતિજ પોલીસને ટ્રેકટરના ટ્રેલરની ચોરી કરવાના રેકેટને ઉકેલવામાં સફળતા મળ્યા બાદ હિંમતનગરના પરબડાં વિસ્તારમાંથી સ્થાનિક એલસીબીની ટીમ દ્વારા બે કાર અને ચોરીનો મુદ્દામાલ મળી આવતા 20 થી વધુ ચોરીઓ ઉકેલવામાં સફળતા મળી છે. પોલીસે 8 જેટલા આરોપીઓની આ મામલામાં ધરપકડ કરી છે. પોલીસની ટીમને 8.86 લાખનો મુદ્દામાલ મળી આવ્યો છે. તસ્કર ટોળકીએ સાબરકાંઠા જિલ્લા ઉપરાંત આણંદ, મહિસાગર, ખેડા અને અરવલ્લી જિલ્લામાં પણ અનેક ચોરીઓ આચરી છે.

હિંમતનગર હેડક્વાર્ટર ડીવાયએસપી મીનાક્ષીબેન પટેલે કહ્યુ હતુ કે, આ અંગેની એલસીબી ટીમને બાતમી મળી હતી. જેને લઇને આરોપી ભટ્ટી અને ચુહાને બાતમી વાળા સ્થળે પરબડા પાસેથી તેમના સાગરીતો સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી 2 કાર અને 8.86 લાખના ચોરીના મુદ્દામાલને કબજે લેવામાં આવ્યો છે. જેની તપાસ એલસીબી પીઆઇ મહિપતસિંહ ચંપાવત અને પીએસઆઇ મુરીમા દ્વારા હાથ ધરાઇ છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

અગાઉ ચોરીના ગુન્હામાં કેટલીક વાર ઝડપાઇ આવેલા મોડાસાનો હુસ્સે બિલ્લો અને ઝાકીર ઉર્ફે ચુહો નામના શખ્શ પોતાની ગેંગના સાગરીતો સાથે પરબડા વિસ્તારમાં હોવાની બાતમી મળી હતી. જેને લઇને તેમને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમની પૂછપરછ હાથ ધરતા તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો હતો. સાથે જ તેમની પાસેથી બે કાર પણ મળી હતી.

ચૂહો અગાઉ પણ અનેક વાર ઝડપાયો છે

ઝાકીર એટલે ચુહો પણ અગાઉ અનેકવાર હિંમતનગર પોલીસના હાથે ઝડપાઇ ચુક્યો છે અને ચોરીઓના ગુન્હાઓને કબુલ કરી ચુક્યો છે. ચુહા તરીકે ઓળખાતો ઝાકીર ને ઉંદરની માફક સાંકડી જગ્યામાં ચોરી કરવા ઘૂસી જવાની અને બહાર નિકળી જવાની જબરદસ્ત આવડત છે. જેને લઇને પોલીસ અને તસ્કર ગેંગમાં તેને ચુહા તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર પોલીસને તેમને ઝડપી લેવામાં સફળતા મળતા તેમની પાસેથી ચોરી કરવા માટેના હાથવગાં સાધનો ઉપરાંત તેમની પાસેથી ઘરેણાં અને ઇલેકટ્રીક ઉપકરણો મળી આવ્યા હતા. ટોળકી પાસેથી મળી આવેલા સોના ચાંદીના દાગીના સહિતના ચોરીના ઉપકરણો જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ઝડપાયેલા આરોપી

  1. હુસેન ઉર્ફે બિલ્લો યાસીન ભટ્ટી, રહે. કઉ કુકડી તા. મોડાસા. હાલ મહુધા. જિલ્લો ખેડા
  2. ઝાકીર ઉર્ફે ચુહો એજાજ શેખ, રહે હાજીપુરા હિંમતનગર. હાલ વટવા, અમદાવાદ
  3. સત્તાર અલ્લારખાં ભટ્ટી રહે, કઉ કુકડી, તા. મોડાસા, જિલ્લો અરવલ્લી હાલ ઓલપાડા જિલ્લો સુરત
  4. આરીફ યુસુફ ભટ્ટી રહે. ઓધારજીની મુવાડી તા. મહુધા, જિલ્લો ખેડા
  5. રોહિત ઉર્ફે રત્નો પૂંજા તરાર રહે અમલાઇ વાવ, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી
  6. ફારુક રફિક ભટ્ટી રહે. કઉ કુકડી, તા. મોડાસા, જિલ્લો અરવલ્લી
  7. સાહિલ શૌક્ત કુરેશી, રહે અનારા તા. કઠલાલ જિલ્લો ખેડા
  8. ઉસ્માન માનસિંહ પરબતસિંહ ચૌહાણ, રહે. નાપાડવાટા નગર આણંદ

 

આ પણ વાંચોઃ Asian Games: 8 વર્ષે એશિયન ગેમ્સમાં ક્રિકેટ પરત ફર્યુ, આ મહત્વના કારણથી ટીમ ઇન્ડિયાના રમવા પર સસ્પેન્સ

આ પણ વાંચોઃ T20 World Cup Qualifier: ડેબ્યૂ મેચમાં જ ફટકારી દીધુ શતક, 22 વર્ષિય આ ખેલાડીએ 66 બોલમાં સૌથી મોટી ઇનીંગ રમી લઇ ગજબ કર્યો

 

Published On - 8:58 pm, Sat, 19 February 22

Next Article