સાબરકાંઠાઃ પશુ ચોરી આચરતી ખંભાતની ગેંગ LCBએ ઝડપી, ત્રણ ગુનાઓના ભેદ ઉકેલાયા

|

Feb 10, 2024 | 6:46 PM

સાબરકાંઠા જિલ્લામાં તસ્કરોએ ત્રાસ મચાવ્યો છે, તો બીજી તરફ પશુ ચોરો પણ ત્રાસ ગુજારવા લાગતા પશુપાલકો માટે મુસીબતો સર્જાઈ હતી. ગ્રામ્ય વિસ્તારોમાં દૂધાળાં પશુઓ અને બકરા ચોરીની ઘટનાઓ સામે આવવા લાગી હતી. આવી જ એક તસ્કરી દરમિયાન સીસીટીવી સામે આવવાને લઈ પોલીસે તપાસ શરુ કરી હતી.

સાબરકાંઠાઃ પશુ ચોરી આચરતી ખંભાતની ગેંગ LCBએ ઝડપી, ત્રણ ગુનાઓના ભેદ ઉકેલાયા
ત્રણ ગુનાઓના ભેદ ઉકેલાયા

Follow us on

સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોટી સફળતા પશુ ચોરોને ઝડપી લેવાને લઈ મેળવી છે. જિલ્લામાં છેલ્લા ત્રણેક મહિના દરમિયાન અલગ અલગ પશુ ચોરીઓ નોંધાઈ હતી. જેમાં હિંમતનગરના ઇલોલ નજીકથી એક કારમાં આવેલી પશુ ચોર ટોળકીએ બકરાની ચોરી આચરી હતી. રાત્રીના અંધકારમાં પશુપાલકના બકરાઓને એકસાથે કારમાં ભરીને લઈ તસ્કરો ફરાર થઈ ગયા હતા.

જોકે આ ઘટનાનો સીસીટીવી સામે આવવાને લઈ પોલીસે તેની તપાસ શરુ કરી હતી. આ તપાસ દરમિયાન પોલીસે સીસીટીવી માં જોવા મળતી કાર સાથે ટોળકીને ઝડપી લઇને જેલના હવાલે કર્યા છે. પોલીસે પૂછપરછ દરમિયાન હિંમતનગરના બે ગૂનાઓનો ભેદ ઉકેલ્યો છે.

ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ
કબજીયાત અને ગેસને કુદરતી રીતે દૂર કરશે આ રસોડાની વસ્તું, જાણો કઈ રીતે કરવો ઉપયોગ
Video : 'ચાંદ સિફારીશ' ગીત પર છોકરીએ કર્યો અદભૂત ક્લાસિકલ ડાન્સ

હાપા નજીકથી ઝડપાઇ ટોળકી

રાત્રી દરમિયાન પશુઓની ચોરી આચરતી ટોળકીને લઈ જિલ્લામાં પોલીસને સતર્ક રહેવા માટે સૂચનાઓ કરાઇ હતી. આ દરમિયાન સીસીટીવી માં તસ્કરોની કાર જોવા મળી હોવાને લઈ તે દિશામાં પણ તપાસ શરુ કરી હતી. એલસીબીની ટીમને આવી જ કાર હિંમતનગરના હાપા વિસ્તાર નજીક જોવા મળી હતી. પીઆઈ એજી રાઠોડ અને પીએસઆઈ ડીસી પરમારને બાતમી મળી હતી કે, આરોપીઓ ચોરી કરવા માટે આ વિસ્તારમાં ફરી રહ્યા છે.

હાપા નજીકના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજમાં જોવા મળેલ નંબર વાળી કાર ફરતી જોવા મળતા તેને રોકીને તલાશી લેવામાં આવી હતી. કારમાં રહેલી ચાર શખ્શોની પૂછપરછ કરવામાં આવતા આખરે પશુ ચોરી અંગેની વિગતો જણાવતા ચોરીના ભેદ ઉકેલાયા હતા.

 

બકરાં ચોરી કરતાનું કબૂલ્યુ

આરોપી શખ્શોએ અઢી મહિના પહેલા ઇડરના લાલોડા ગામની સીમમાંથી 11 બકરાંની ચોરી આચરી હોવાની કબૂલાત કરી હતી. તેમજ હિંમતનગરના લાલપુર નજીકથી એક વૃદ્ધને રુમમાં પૂરીને ચપ્પાના ઘા મારીને 8 બકરાંની ચોરી કરી હતી.

આ પણ વાંચો:  સાબરડેરીની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર, 10 માર્ચે થશે મતદાન, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ

આ ઉપરાંત ઇલોલ નજીકથી રાત્રીના સમયે ઘરની બાજુના વાડામાં રાખેલ 11 જેટલા બકરાંઓની ચોરી આચરી હતી. આ અંગેની ફરિયાદ હિંમતગર ગ્રામ્ય પોલીસ મથકે નોંધાઇ હતી. પોલીસે આ ચોરીમાં સીસીટીવી હાથ લાગતા કારની ઓળખ કરીને તપાસ શરુ કરી હતી.

ઝડપાયેલ આરોપી

  1. સંદીપ છગનભાઈ સલાટ, રહે રાલેજ, તા. ખંભાત જિ. આણંદ
  2. કિરીટ ઉર્ફે ગીગી જયંતિલાલ તળપદા, રહે ચકલાસી ભાગોળ, હાલ રાલેજ તા. ખંભાત જિ. આણંદ
  3. કિરણ રતીલાલ ચુનારા, રહે જંત્રાલ, તા. ખંભાત જિ આણંદ મૂળ રહે મટોડા, સાણંદ જિ. અમદાવાદ
  4. નિતીન ઉર્ફે હર્ષદ ખોડાભાઈ તળપદા, રહે કાસોર, તા. સોજીત્રા જિ. આણંદ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:39 pm, Sat, 10 February 24

Next Article