Sabarkantha: હિંમતનગરમાં 21 વર્ષનો યુવક હાર્ટએટેકથી ઘરમાંજ ઢળી પડ્યો, રોબોટિક સાયન્સમાં કરિયર બનાવવાનુ હતુ સપનુ, જુઓ Video
હાર્ટએટેકથી ઘરમાંજ ઢળી પડ્યો

Follow us on

Sabarkantha: હિંમતનગરમાં 21 વર્ષનો યુવક હાર્ટએટેકથી ઘરમાંજ ઢળી પડ્યો, રોબોટિક સાયન્સમાં કરિયર બનાવવાનુ હતુ સપનુ, જુઓ Video

| Updated on: Sep 30, 2023 | 5:47 PM

હિંમતનગર શહેરમાં રહેતા કેવિન રાવલ નામના યુવકનુ હાર્ટએટેકને લઈ મોત નિપજ્યુ છે. યુવક કેવિન રાવલ શુક્રવારની મોડી રાત્રે પોતાના પરિવાર સાથે ઘરમાં જ બેઠો હતો. આ દરમિયાન તેને અસ્વસ્થતા જણાતા તે પોતાના રુમમાં ચાલ્યો ગયો હતો. આ સમયે તેના ઘરે મહેમાન આવેલ હોઈ પરિવારજનો તેમની સાથે વાતોમાં હતા.

રાજ્યમાં નાની ઉંમરે યુવકને હાર્ટ એટેક આવા અને મોત નિપજવાના કિસ્સાઓ વધી રહ્યા છે. આવો જ વધુ એક કિસ્સો હિંમતનગરથી સામે આવ્યો છે. હિંમતનગર શહેરમાં રહેતા કેવિન રાવલ નામના યુવકનુ હાર્ટએટેકને લઈ મોત નિપજ્યુ છે. યુવક કેવિન અશોકભાઈ રાવલ શુક્રવારની મોડી રાત્રે પોતાના પરિવાર સાથે ઘરમાં જ બેઠો હતો. આ દરમિયાન તેને અસ્વસ્થતા જણાતા તે પોતાના રુમમાં ચાલ્યો ગયો હતો. આ સમયે તેના ઘરે મહેમાન આવેલ હોઈ પરિવારજનો તેમની સાથે વાતોમાં હતા.

આ પણ વાંચોઃ Dharoi Dam: ચોમાસાની વિદાયની તૈયારીઓ, ઉત્તર ગુજરાતની જીવાદોરી ધરોઈ ડેમની વર્તમાન સ્થિતિ જાણો, સંપૂર્ણ અપડેટ

કેવિન રાવલ પોતાના રુમમાં પહોંચતા જ તેની બેચેની વધતી લાગતા તેણે બે હાથ વડે માથુ પકડ્યુ હતુ અને બાદમાં તે ફર્શ પર જ ઢળી પડ્યો હતો. કેવિનની સ્થિતિને લઈ પરિવારના સભ્ય તેની પાછળ રુમમાં પહોંચવા વેળા જ આ દ્રશ્ય સર્જાતા પરિવારજનોને ફાળ પડી હતી. મહેનાનો અને પરિવારજનોએ કેવિનને ઉપાડીને તુરત જ હોસ્પિટલ ખસેડવા માટેનો પ્રયાસ કર્યો હતો. જોકે હોસ્પિટલે પહોંચતા જ ત્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. કેવિન રાવલ 21 વર્ષની ઉંમર ધરાવતો હતો. તેણે હાલમાં જ રોબોટિક સાયન્સનો અભ્યાસ કર્યો હતો. તે આ દિશામાં જ પોતાનુ કરિયર આગળ વધારવા માંગતો હતો, અને ફરીથી વિદેશ અભ્યાસ જવા માટે વિચારી રહ્યો હતો. આ દરમિયાન જ તેણે પોતાનો જીવ હ્રદયરોગના હુમલાથી ગુમાવ્યો હતો.

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 30, 2023 03:11 PM