
હિંમતનગરમાં સાબર ડેરી દ્વારા દૂધના પુરતા ભાવ ન મળતા ન હોવાના મુદ્દે પશુપાલકોએ હિંસાનો માર્ગ અપનાવ્યો અને ઉગ્ર આંદોલન કર્યુ. જેમાં લોકો બેકાબૂ બનતા તેમના પર ટીયર ગેસ છોડવાની પણ ફરજ પડી હતી. સાબરડેરીના ભાવફેર મામલે થયેલા ઘર્ષણમાં પોલીસ પર હુમલો અને નુકસાન પહોંચાડવા મામલે ફરિયાદ નોંધાઈ છે. 74 આગેવાનો સહિત 1 હજારના ટોળા સામે ફરિયાદ નોંધાઈ છે.
પૂર્વ ધારાસભ્ય અને સાબરડેરીના ડિરેકટર જશુ પટેલ સામે પણ ગુનો નોંધાયો છે. હિંમતનગરના એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર ઘટનામાં PI પી.એમ ચૌધરી ફરિયાદી બન્યા છે. પોલીસ પર હુમલો કરનારાઓ ઝડપવા તપાસ હાથ ધરાઈ છે. ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ભૂમિકા અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
બીજી તરફ સાબરડેરી ખાતે વિરોધ કરી પરત ફરતા શખ્સનું મોત નિપજ્યું છે. મળતી માહિતી અનુસાર ઝીંઝવા ગામના શખ્સની વિરોધ કાર્યક્રમ બાદ તબિયત લથડી હતી. મૃતકને ઈડરના કાનપુર ગામે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ઇડરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન વ્યક્તિનું મોત નિપજ્યું છે. મૃતદેહને ઇડર સિવિલ હોસ્પિટલમાં પી.એમ અર્થે ખસેડાયો છે. સાબરડેરીના વાઈસ ચેરમેન ઈડર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.
સાબર ડેરીમાં પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણનો મુદ્દો
શક્તિસિંહ ગોહિલે એકસ પર પોસ્ટ કરીને દુઃખ કર્યું #SabarDairy #Protest #SabarDairyProtest #Sabarkantha #Gujarat #TV9Gujarati pic.twitter.com/sov6JLSTRs— Tv9 Gujarati (@tv9gujarati) July 15, 2025
સાબર ડેરીમાં પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણનો મુદ્દે શક્તિસિંહ ગોહિલે એકસ પર પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. ભાવ ફેર અંગે રજૂઆત કરવા ગયેલા પશુપાલકના મોતથી દુઃખી હોવાનું જણાવ્યું છે. શક્તિસિંહ ગોહિલે પોસ્ટમાં લખ્યું છે કે “તંત્રએ પશુપાલકો સાથે સંવાદ કર્યો હોત તો કોઈનો જીવ ન ગયો હોત” આ ઉપરાંત તેમને પોસ્ટમાં લખ્યું છે કે “પશુપાલકોની માગણી સંતોષવાના પ્રયત્નો કરવા જોઈએ” “બળ પ્રયોગ કરીને વિરોધને દબાવી દેવાની નીતિ અયોગ્ય”