સાડાચાર લાખ દુધ ઉત્પાદકોની આધાર સાબરડેરીને હવે લાંબા ગાળા બાદ મળશે ચુંટાયેલા પ્રતિનિધીઓનો આધાર

સાડાચાર લાખ દુધ ઉત્પાદકોની આધાર સાબરડેરીને હવે લાંબા ગાળા બાદ મળશે ચુંટાયેલા પ્રતિનિધીઓનો આધાર

સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના સાડા ચાર લાખ પશુપાલકો સાબરડેરીના સભાસદ હોવાને લઇને સાબરડેરીને બંને જીલ્લાઓની આર્થીક કરોડ રજ્જુ તરીકે જોવામા ંઆવે છે. સાબરડેરીની સામાન્ય ચુંટણી હવે લાંબા સમયની કોર્ટની લડાઇ બાઇ હવે આગામી ૨૨ ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. સાબરડેરી ની સામાન્ય ચુંટણી વર્ષ આમ તો વર્ષ ૨૦૧૭ ના અંતમાં યોજાનારી હતી પરંતુ ત્યાર બાદ ચુંટણી પ્રક્રીયાને […]

Avnish Goswami

| Edited By: Parth_Solanki

Feb 05, 2019 | 1:13 PM

સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના સાડા ચાર લાખ પશુપાલકો સાબરડેરીના સભાસદ હોવાને લઇને સાબરડેરીને બંને જીલ્લાઓની આર્થીક કરોડ રજ્જુ તરીકે જોવામા ંઆવે છે. સાબરડેરીની સામાન્ય ચુંટણી હવે લાંબા સમયની કોર્ટની લડાઇ બાઇ હવે આગામી ૨૨ ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. સાબરડેરી ની સામાન્ય ચુંટણી વર્ષ આમ તો વર્ષ ૨૦૧૭ ના અંતમાં યોજાનારી હતી પરંતુ ત્યાર બાદ ચુંટણી પ્રક્રીયાને કોર્ટમાં લઇ જવાઇ હતી.

પહેલા સાબરડેરીની સત્તામંડળ જ ડીરેક્ટરો દ્રારા રાજ્યના બદયાલેલા સહકારી કાયદા પ્રમાણે પાંચ વર્ષે યોજવા માટે કોર્ટમાં અરજ કરાઇ હતી પરંતુ ત્યાંથી કોઇ જ રાહત નહી ઉભી થતા ત્રણ વર્ષના સમયગાળાની મુદત પુર્ણ થતી હોવાને લઇને સામાન્ય ચુંટણી  ની પ્રક્રીયા હાથ ધરાઇ હતી જ્યાં તલોદની કઠવાડા દુધ મંડળી દ્રારા હાઇકોર્ટ માંથી સ્ટે લઇ અવાતા ફરી થી ચુંટણી પ્રક્રીયા ઘોંચમાં પડી હતી અને ચુંટણી ની મતદાન ની પ્રક્રીયા સુધારવા માટે પ્રયાસ કરાયો હતો પરંતુ હાઇકોર્ટે સુનાવણી કરી દેતા ફરી થી ચુંટણી પ્રક્રીયા હાથ ધરાઇ હતી અને ત્યાર બાદ ફરી થી મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચતા આખરે ફરી થી ચુંટણી પ્રક્રીયા થંભી ગઇ હતી અને આખરે હવે સુપ્રીમમાં કરેલી અરજ પાછી ખેંચાતા જ ચુંટણી યોજવા અંગે નો રસ્તો સરળ થયો છે.

સાબરડેરીના ૧૬ ડીરેક્ટરોની સામાન્ય ચુંટણી યોજાશે અને આ માટે અરવલ્લી અને સાબરકાંઠા ની ૧૯૧૪ જેટલી દુધ ઉત્પાદક મંડળીઓના ચેરમેનો મતદાનો કરીને ચુંટણી યોજશે. આ માટે હિંમતનગર પ્રાંત અધીકારીએ સાબરડેરીની ચુંટણી પ્રક્રીયાના ચુંટણી અધીકારી તરીકે જાહેર નામુ બહાર પાડ્યુ છે અને તે માટે આગામી છઠ્ઠી ફેબ્રુઆરીએ એક દીવસ માટે ઉમેદવારી પત્રો ભરી શકાશે, ઉલ્લેખનીય છે કે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રીયા દરમ્યાન જ મામલો કોર્ટે પહોંચતા એક દીવસ ઉમેદવારી પત્રો ભરવાનો બાકી રહેતા જે હવે છઠ્ઠી ફેબ્રુઆરીએ યોજવામાં આવશે. ત્યાર બાદ આગામી ૨૨ ફેબ્રુઆરીએ ચુંટણીનુ મતદાન સાબરડેરી ખાતે ના હોલમાં યોજવામાં આવશે અને ૨૩ ફેબ્રુઆરીએ મતગણતરી હોલમાં જ કરવામાંં આવશે

હાલમાં જોકે સાબરડેરીનુ સંચાલન રાજ્યના સહકારી વિભાગે નિમેલા લોકપ્રતિનિધીત્વ ધરાવતા સભ્યોના બનેલા વહીવટદાર સમિતી હેઠળ કરવામાં આવે છે જેમાં સાબરડેરીના ચેરમેન જેઠાભાઇ પટેલ સમિતિના અધ્યક્ષ છે જ્યારે સાંસદ દિપસિંહ રાઠોડ સભ્ય છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati