રજૂઆતનું નિરાકરણ નહીં આવે તો રિક્ષા ચાલકો કરશે જેલ ભરો આંદોલન! રિક્ષા યુનિયને આપી ચીમકી

|

Nov 16, 2021 | 6:46 AM

Ahmedabad: અમદાવાદમાં CNGના ભાવ વધારાના વિરોધને લઈને રિક્ષાચાલક યુનિયન હડતાળ પર ઉતર્યા છે. રજૂઆત છતાં તેનું કોઈ યોગ્ય પરિણામ નહીં આવતા હડતાળ પર ઉતરેલા રીક્ષા યુનિયને 21 નવેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં CNGના ભાવ ઘટાડવા મુદ્દે રીક્ષાચાલકો હડતાળ પર ઉતર્યા છે. ગતરોજ મધરાતથી 36 કલાકની હડતાળની જાહેરાત રીક્ષા યુનિયને કરી છે. આ હડતાળને સંપૂર્ણ સફળતા નથી મળી. ઉપરાંત રીક્ષાચાલક યુનિયને સીએમ અને રાજ્યપાલને સીએનજીના ભાવમાં ઘટાડો કરવામાં આવે તેવી રજૂઆત કરી છે.

રજૂઆત છતાં તેનું કોઈ યોગ્ય પરિણામ નહીં આવતા હડતાળ પર ઉતરેલા રીક્ષા યુનિયને 21 નવેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. એટલું જ નહીં પરંતુ જેલ ભરો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. સીએનજીમાં ભાવવધારો પાછો ખેંચવા સાથે જ રિક્ષાચાલકોને અન્ય રાજ્યોની જેમ રીક્ષાચાલકોને 15 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવા અને પોલીસ દમન બંધ કરવા સહિતની માગો મુકી છે.

જણાવી દઈએ કે અમદાવાદમાં CNGના ભાવ વધારાના વિરોધને લઈને રિક્ષાચાલક યુનિયન હડતાળ પર ઉતર્યા છે. રિક્ષાચાલકો 16 નવેમ્બર બપોરના 12 વાગ્યા સુધી એટલે કે 36 કલાકની હડતાળ પર ઉતર્યા છે. રિક્ષાચાલકો હડતાળ પર ઉતરતા હજારો રિક્ષાઓના પૈડા થંભી ગયા હતા. પરંતુ અલગ અલગ વિસ્તારોમાં તેની અલગ અલગ અસર જોવા મળી. ઘણા વિસ્તારોમાં મુસાફરોને રઝળવાનો વારો આવ્યો છે.

રિક્ષા હડતાળના કારણે નોકરી-ધંધાએ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રીક્ષા ચાલકોની માગ છે કે, પેટ્રોલ-ડીઝલની જેમ સીએનજીના ભાવ ઘટે. સરકાર રિક્ષા ચાલકને આર્થિક સહાય આપે અને પોલીસ દ્વારા કરવામાં આવતી હેરાનગતિ બંધ કરે. જો હડતાળ દરમિયાન માગ નહીં સંતોષાય તો આગામી 21 નવેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ પાડવાની ચીમકી ઉચ્ચારી છે.

 

આ પણ વાંચો: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વર્લ્ડ ક્લાસ સ્ટેશન પહોંચાડનાર ગાડીમાં છે ખાસ આ ફીચર્સ, જાણો

આ પણ વાંચો: AHMEDABAD : ઉદ્ગમ સ્કૂલ બાળકો માટે રસીકરણ શરૂ કરશે, વંચિત બાળકોને પણ રસી આપશે

Published On - 6:45 am, Tue, 16 November 21

Next Video