Ahmedabad : 22 માર્ચે નહીં ફરે શહેરની રિક્ષાઓના પૈડાં, 1 દિવસની હડતાળ પર રિક્ષા ચાલકો

|

Mar 12, 2021 | 6:59 PM

Ahmedabad : ટ્રાફિક પોલીસના આકરા દંડ તેમજ પાર્કિંગ સ્ટેન્ડની સુવિધાઓના મુદ્દાને લઈને અમદાવાદના રિક્ષા ચાલકો એક દિવસ હડતાળ પર ઉતરવાના છે.

Ahmedabad : ટ્રાફિક પોલીસના આકરા દંડ તેમજ પાર્કિંગ સ્ટેન્ડની સુવિધાઓના મુદ્દાને લઈને અમદાવાદના રિક્ષા ચાલકો એક દિવસ હડતાળ પર ઉતરવાના છે. અમદાવાદ શહેરના રીક્ષા ચાલકો 22મી માર્ચે હડતાળ પાળશે. રીક્ષા ચાલકના અલગ અલગ 13 યુનિયનોએ હડતાળની ચિમકી ઉચ્ચારી છે. રિક્ષા ચાલકોની હડતાળને લઈને અમદાવાદીઓને એક દિવસ ઘણી મુશ્કેલીઑ વેઠવી પડી શકે છે. CNG ના ભાવ વધારા, મીટર રીડિંગના ભાવ વધારા જેવી ઘણી માંગણીઓને લઈને હડતાળ પર ઉતરતા રિક્ષા ચાલકો કેટલા સફળ રહશે તે જોવું રહયું

Next Video