AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MODI@71 : વડાપ્રધાન મોદીના જન્મદિવસે ગુજરાતમાં સાંજે સાત વાગ્યા સુધીમાં રેકોર્ડબ્રેક 18 લાખથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું

Record breaking vaccination in Gujarat : આજે બપોર સુધીમાં 10 લાખ લોકોનું રસીકરણ પૂર્ણ થઇ ચુક્યું હતું. રાજ્યના વિવિધ 14 હજારથી વધુ બૂથ પર નાગરિકોને કોરોના રસી આપવામાં આવી હતી.

MODI@71 : વડાપ્રધાન મોદીના જન્મદિવસે ગુજરાતમાં સાંજે સાત વાગ્યા સુધીમાં રેકોર્ડબ્રેક 18 લાખથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું
Record breaking more than 18 lakh people vaccinated in Gujarat by 7 pm on PM Modi's birthday 17 september
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2021 | 7:29 PM
Share

GANDHINAGAR : આજે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસે રાજ્ય સહીત દેશભરમાં મેગા રસીકરણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આજના રસીકરણ અભિયાનમાં રાજ્યમાં રેકોર્ડબ્રેક રસીકરણ કરવામાં આવ્યું છે. આજે સાત વાગ્માંયા સુધીમાં  રાજ્યમાં કુલ 18 લાખથી વધુ  લોકોનું રસીકરણ થયું છે, જે ગુજરાતના રસીકરણના ઈતિહાસમાં સૌથી મોટો આંકડો છે. રાજ્ય સરકારની આ ઝુંબેશને નાગરિકોના અદમ્ય ઉત્સાહથી સારો પ્રતિસાદ સાંપડ્યો છે. આ મેગા ડ્રાઈવ આજે રાત્રીના 10.00 કલાક સુધી ચાલશે.

વેક્સિનેશન મેગા ડ્રાઈવના અસરકારક અમલીકરણ  માટે આરોગ્ય વિભાગ દ્વારા સતત પરિસ્થિતિની સમીક્ષા કરીને મોનીટરીગ કરવામા આવી રહ્યું છે. હજુ વધુ ને વધુ લોકો વેક્સિનેશન માટે આગળ આવે એ માટે  અંગે સમગ્ર વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રના સૌ કર્મયોગીઓ પ્રયત્નશીલ છે.

રાજ્યમાં આજે મહત્તમ રસીકરણના ઉદ્દેશ સાથે વેક્સિનેશનની મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત આજે બપોર સુધીમાં 10 લાખ લોકોનું રસીકરણ પૂર્ણ થઇ ચુક્યું હતું. રાજ્યના વિવિધ 14 હજારથી વધુ બૂથ પર નાગરિકોને કોરોના રસી આપવામાં આવી હતી. રાજ્ય સરકારની આ રસીકરણ મહાઅભિયાન ઝૂંબેશને લોકોએ ખૂબ સારો આવકાર આપ્યો છે. રાજ્યના મુખ્ય સચિવે મેગા ડ્રાઈવની સતત સમીક્ષા કરી હતી.

Follow Us
રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયનો ડી સ્ટાફ પ્રોફાઇલ આદેશ
રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયનો ડી સ્ટાફ પ્રોફાઇલ આદેશ
કરિયર અને સંબંધોમાં બદલાવ, જાણો 12 રાશિનું આજનું રાશિફળ
કરિયર અને સંબંધોમાં બદલાવ, જાણો 12 રાશિનું આજનું રાશિફળ
શાકભાજીવાળાનો અનોખો વટ! બટાકાની દુકાન પર મળ્યા 2-2 મોંઘા આઈફોન
શાકભાજીવાળાનો અનોખો વટ! બટાકાની દુકાન પર મળ્યા 2-2 મોંઘા આઈફોન
ગીર સોમનાથમાં વરસાદથી મગફળીના પાકને નુકસાન, ખેડૂતોએ માંગી સહાય
ગીર સોમનાથમાં વરસાદથી મગફળીના પાકને નુકસાન, ખેડૂતોએ માંગી સહાય
લખપતિ ગણેશ! ₹25 લાખની ચલણી નોટો અને ડોલરથી શણગારાયેલી પ્રતિમા
લખપતિ ગણેશ! ₹25 લાખની ચલણી નોટો અને ડોલરથી શણગારાયેલી પ્રતિમા
ગુજરાત યુનિ.: NSUI એ રજિસ્ટ્રારનો દરવાજો તોડ્યો
ગુજરાત યુનિ.: NSUI એ રજિસ્ટ્રારનો દરવાજો તોડ્યો
બનાસકાંઠા: ચંડીસર GIDC ની કંપનીમાં આગથી નાસભાગ
બનાસકાંઠા: ચંડીસર GIDC ની કંપનીમાં આગથી નાસભાગ
AMCની કમિટીમાં સ્થાન મેળવવા કોંગ્રેસના કોર્પોરેટરે કરેલી અરજી ફગાવાઈ
AMCની કમિટીમાં સ્થાન મેળવવા કોંગ્રેસના કોર્પોરેટરે કરેલી અરજી ફગાવાઈ
અમદાવાદના લાલદંડા સંઘની 192 વર્ષ જૂની અંબાજી યાત્રા - જુઓ Video
અમદાવાદના લાલદંડા સંઘની 192 વર્ષ જૂની અંબાજી યાત્રા - જુઓ Video
કચ્છ-બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાંથી ચોમાસાની વિદાયનો પ્રારંભ
કચ્છ-બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાંથી ચોમાસાની વિદાયનો પ્રારંભ
g clip-path="url(#clip0_868_265)">