ગુજરાતી સાહિત્યકાર રતિલાલ બોરિસાગરને સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. મોજમાં રહેવું રે’ કૃતિ બદલ રતિલાલ બોરિસાગરનું સન્માન કરવામાં આવ્યું. તેમનો જન્મ ૩૧ ઓગસ્ટ, ૧૯૩૮ના દિને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સાવરકુંડલા ખાતે થયો હતો. તેમણે એમ.એ., બી.એડ. તથા 1989માં સાહિત્યિક સંપાદન: વિવેચનાત્મક અધ્યયન વિષય પર Phdની પદવી મેળવી.
ત્યાર બાદ તેઓ શિક્ષક, પ્રોફેસર, સરકારી ઓફિસર જેવી વિવિધ નોકરીઓ દ્વારા ક્લાસ-વન ગેઝેટેડ ઓફિસર તરીકે ગુજરાત સરકારના ઉચ્ચ હોદ્દા પર રહ્યા હતા. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના વહીવટી મંત્રી પણ રહ્યા હતા. તેમને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી જ્યોતિન્દ્ર દવે પારિતોષિકથી નવાઝવામાં આવ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો