વડોદરા ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી રાજૂ ભટ્ટની પોલીસે જૂનાગઢથી ધરપકડ કરી

વડોદરાના ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટના મદદગાર હોટેલ માલિકની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી. જેની પોલીસ દ્વારા આખી રાત પૂછપરછ કરવામાં આવી હતી

વડોદરા ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી રાજૂ ભટ્ટની પોલીસે જૂનાગઢથી ધરપકડ કરી
raju bhatt accused in vadodara gotri rape case was arrested by police from junagadh (File Photo)
| Updated on: Sep 28, 2021 | 2:17 PM

વડોદરા((Vadodara) ગોત્રી દુષ્કર્મ કેસમાં(Gotri Rape Case)પોલીસની મોટી સફળતા મળી છે. જેમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ તથા વડોદરા પી.સી.બી. અને જુનાગઢ પોલીસના સંયુકત ઓપરેશનમાં જુનાગઢ ખાતેથી આરોપી રાજુ ભટૃને (Raju Bhattt) પકડી પાડવામાં આવેલ છે.

વડોદરાના(Vadodara) ગોત્રી દુષ્કર્મ કેસના(Gotri Rape Case) આરોપી રાજુ ભટ્ટના મદદગાર હોટેલ માલિકની ધરપકડ કરવામાં આવી હતી. જેની પોલીસ દ્વારા આખી રાત પૂછપરછ કરવામાં આવી હતી. જેના પગલે પોલીસને તેમાં અનેક નવા પુરાવા અને બાતમી મળી શકે છે. જયારે બીજી તરફ આરોપી રાજુ ભટ્ટના નિવાસે સર્ચ દરમિયાન વિદેશી દારૂ અને ત્રણ કાર કબ્જે કરવામાં આવી છે.

વડોદરાના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસમાં નવો વળાંક આવ્યો છે. આ મામલે ક્રાઈમ બ્રાંચે સોમવારે પ્રથમ ધરપકડ કરી હતી. હાર્મોની હોટલના માલિક અને નંદન કુરિયરના એમડી કાનજી મોકરિયાની પોલીસે ધરપકડ કરી છે. પીડિત યુવતી નિસર્ગ ફલેટમાં રહેવા ગઈ હતી તે પહેલા કાનજી મોકરિયાની હોટલમાં 20 દિવસ રોકાઈ હતી.

ઉલ્લેખનીય છે કે વડોદરાના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસના બંને આરોપીઓ રાજુ ભટ્ટ અને અશોક જૈન ફરાર છે, જેને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાંચ આકાશ-પાતાળ એક કરી છે. બીજી બાજુ ક્રાઈમ બ્રાંચે ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટના ઘરે ફરી દરોડા પાડ્યા છે.

વડોદરા ક્રાઈમ બ્રાંચે ત્રણ કલાક સુધી રાજુ ભટ્ટના ઘરે સર્ચ કર્યું હતું.કાર્યવાહીના અંતે વડોદરા ક્રાઈમ બ્રાંચે રાજુ ભટ્ટના ઘરેથી બે કાર કબજે કરી છે સાથે ઘરની અંદરથી ગુનાને લગતી કેટલી ચીજવસ્તુઓ કબજે કરવામાં આવી છે.

વડોદરાના ચકચારી ગોત્રી દુષ્કર્મ કેસમાં 72 કલાક બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દુર છે. આ કેસના આરોપી રાજુ ભટ્ટ અને અશોક જૈન પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. દુષ્કર્મના બંને આરોપીઓને શોધવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બંને આરોપીઓને ઝડપી પાડવા વડોદરા ક્રાઈમ બ્રાંચની 7 ટીમો કામે લાગી છે.

આ પણ વાંચો : ગુજરાત પર તોળાતું સંકટ, 30 સપ્ટેમ્બરના રોજ અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે 

આ પણ વાંચો : અમદાવાદ શહેરમાં 17 ફૂટ ઉંડા ભૂવામાં રિક્ષાચાલક રિક્ષા સાથે ખાબક્યો, ભારે જહેમત બાદ બહાર કઢાયો

Published On - 1:54 pm, Tue, 28 September 21