અમદાવાદ શહેરમાં 17 ફૂટ ઉંડા ભૂવામાં રિક્ષાચાલક રિક્ષા સાથે ખાબક્યો, ભારે જહેમત બાદ બહાર કઢાયો
અમદાવાદમાં ભૂવામાં ખાબકેલા રિક્ષાચાલકને બચાવવા ફાયર બ્રિગેડ અને પોલીસ પહોંચી હતી. તેમજ 30 મિનિટની જહેમત બાદ ભૂવામાં ગરકાવ થયેલી રિક્ષાચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો.
સામાન્ય વરસાદમાં અમદાવાદ(Ahmedabad) નગરી ભુવા નગરી બની ચૂકી છે. જેના પગલે આજે સવારે સરખેજ(Sarkhej) વિસ્તારમાં રોડ ઉપર ભૂવો પડતા વાહન ભુવામાં ગરકાવ થયું હતું. જેમાં રિક્ષાચાલક રોડ પરથી પસાર થતો હતો ત્યારે 17 ફૂટ લાંબો અને ૧૦ ફૂટ પહોળો ભુવામાં પડ્યો હતો. 17 ફૂટ ઊંડા ભૂવામાં રીક્ષા ખાબકતા રિક્ષાચાલક ઘાયલ થયો હતો.
જો કે ઘટનાની જાણ થતાં ભૂવામાં ખાબકેલા રિક્ષાચાલકને બચાવવા ફાયર બ્રિગેડ અને પોલીસ પહોંચી હતી. તેમજ 30 મિનિટની જહેમત બાદ ભુવામાં ગરકાવ થયેલી રિક્ષા અને રિક્ષાચાલકને બહાર કાઢવામાં આવ્યા હતા.
Latest Videos
Latest News