Video : રાજકોટની દિકરીઓએ જીત્યુ લોકોનુ દિલ, આંખે પાટા બાંધીને આ છોકરીઓએ કરી અદ્દભૂત તલવારબાજી !

|

Oct 21, 2021 | 2:26 PM

આજકાલ સોશિયલ મીડિયા પર એક તલવારબાજીનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં છોકરીઓ આંખ પર પાટા બાંધીને તલવારબાજી કરતી જોવા મળે છે.

Video : રાજકોટની દિકરીઓએ જીત્યુ લોકોનુ દિલ, આંખે પાટા બાંધીને આ છોકરીઓએ કરી અદ્દભૂત તલવારબાજી !
Girls Performed Talwar Raas

Follow us on

Viral Video : ઘણી વાર તમે પુસ્તકોમાં યોદ્ધા વિશે સાંભળ્યું હશે, જે તલવાર ચલાવવામાં ખૂબ જ નિષ્ણાત હતા. ત્યારે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર આવો જ એક અદ્ભુત વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલીક છોકરીઓ તલવારબાજી દેખાડી રહી છે. તમને જણાવી દઈએ કે, રાજકોટમાં 5 દિવસના ‘તલવાર રાસ’ નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં આ છોકરીઓએ આ અદ્ભૂત તલવાર ચલાવવાની કળા દેખાડી હતી.

આંખે પાટા બાંધીને દિકરીઓએ કરી તલવારબાજી

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેટલીક છોકરીઓ તલવારબાજી કરી રહી છે, પરંતુ નવાઈની વાત એ છે કે, આ છોકરીઓએ આંખ પર પાટા બાંધ્યા છે. તેમ છતા તેઓ બંને હાથમાં તલવાર લઈને તલવારબાજી કરતી જોવા મળી રહી છે. આ 14 સેકન્ડનો વીડિયો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

રાજકોટની દિકરીઓએ જીત્યુ લોકોનુ દિલ

સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર થતાની સાથે જ લોકોએ પણ પોતાની પ્રતિક્રિયા આપવાનુ શરૂ કર્યું. વીડિયો જોયા બાદ એક યુઝર્સ લખ્યું કે, આ દિકરીઓ ખરેખર અદભૂત છે, તેમની પાસે કૌશલ્ય છે. જ્યારે અન્ય યુઝર્સ (Users) લખ્યું કે, આવી તલવારબાજી પહેલી વાર જોઈ. જ્યારે અન્ય યુઝર્સ પણ આ છોકરીઓની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો હાલ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

 

આ પણ વાંચો: આ કપલે તો ભારે કરી ! લગ્નમાં ડાન્સ કરતી વખતે આ દુલ્હા-દુલ્હન પડી ગયા, Video જોઇને તમે પણ હસીને લોટપોટ થઈ જશો

આ પણ વાંચો: Ajab-Gajab: ઘરમાં આવનાર મહેમાન માટે બનાવી નિયમ બુક, બાળકને મળવા માટે કરવું પડશે આ નિયમનું પાલન

Published On - 2:22 pm, Thu, 21 October 21

Next Article