Rajkot : મોરબી રોડ પર યુવકનો જોખમી સ્ટંટ વીડિયો થયો વાયરલ, જુઓ VIDEO

રાજકોટનો (Rajkot) એક સ્ટંટ વીડિયો ઈન્ટરનેટ (Internet) પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં યુવક જે રીતે બાઈક ચલાવી રહ્યો છે, તે જોઈને તમે પણ ચોંકી જશો.

Rajkot : મોરબી રોડ પર યુવકનો જોખમી સ્ટંટ વીડિયો થયો વાયરલ, જુઓ VIDEO
Stunt Video goes viral
| Edited By: | Updated on: May 22, 2022 | 1:48 PM

Viral Video : આજકાલ લોકો ફેમસ થવા માટે કોઈ પણ હદ સુધી જાય છે. કેટલીકવાર લોકો તેમની જીંદગીને પણ જોખમમાં મુકતા અચકાતા નથી. સોશિયલ મીડિયા (Social Media) પર અવારનવાર સ્ટંટ વીડિયો (Stunt Video) વાયરલ થતા જોવા મળે છે.ઘણી વાર સ્ટંટના કારણે લોકોએ જીવ ગુમાવવાનો પણ વારો આવે છે.તાજેતરમાં આવો જ એક રાજકોટનો (Rajkot) સ્ટંટ વીડિયો ઈન્ટરનેટ (Internet) પર વાયરલ થઈ રહ્યો છે.જેમાં યુવક જે રીતે બાઈક ચલાવી રહ્યો છે, તે જોઈને તમને પણ આશ્વર્ય થશે.

તમને જણાવી દઈએ કે, રાજકોટ જામનગર હાઇવે તેમજ રાજકોટ મોરબી હાઇવે પર અવારનવાર ટુ વ્હીલર તેમજ થ્રી વ્હીલર ની રેસ લગાવવામાં આવતી હોય છે. ત્યારે શનિવારની રાત્રે પણ રાજકોટ મોરબી હાઇવે પર એક બાઇક સવાર જોખમી રીતે બાઈક ઉપર છુટ્ટા હાથે સ્ટંટ કરી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.

જુઓ વીડિયો

આ બાઇક સવાર જ્યારે આ પ્રકારે જોખમી રીતે સ્ટંટ કરી રહ્યા હતા ત્યારે એક જાગૃત નાગરિકે સમગ્ર ઘટના પોતાના કેમેરામાં કેદ કરી લીધી છે. ત્યારે વાયરલ થયેલ વીડિયોના આધારે પોલીસ (police) દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે.આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.