Rajkot: સૌરાષ્ટ્રમાં ચોમાસાની શરુઆતે જળાશયોમાં પાણીની આવક વધી, 2 ડેમ છલકાયા, 20 ડેમમાં સપાટી વધી

|

Jun 28, 2023 | 9:05 AM

બિપરજોય વાવાઝોડાની અસરને લઈ સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવે ચોમાસુ સક્રિય થવાની સાથે જ વિસ્તારના અનેક તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે જેને લઈ જળાશયોમાં નવી આવક નોંધાઈ છે.

Rajkot: સૌરાષ્ટ્રમાં ચોમાસાની શરુઆતે જળાશયોમાં પાણીની આવક વધી, 2 ડેમ છલકાયા, 20 ડેમમાં સપાટી વધી
ચોમાસાની શરુઆતે સૌરાષ્ટ્રના જળાશયોમાં આવક વધી

Follow us on

સૌરાષ્ટ્ર અને કચ્છમાં જૂન માસ દરમિયાન વરસાદ સારો નોંધાયો છે. પહેલા બિપરજોય વાવાઝોડાની અસરને લઈ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાની પહેલા અને બાદમાં પણ ધોધમાર વરસાદ તેની અસર રુપે નોંધાયો હતો. ત્યાર બાદ હવે રાજ્યામાં ચોમાસુ વિધિવત રીતે શરુ થયુ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ હળવાથી ભારે નોંધાઈ રહ્યો છે. આ દકમિયાન હવે જળાશયોમાં પણ નવી આવકો નોંધાઈ રહી છે. રાજકોટ જિલ્લાના જળાશયોમાં સારી આવક જૂન માસ દરમિયાન નોંધાઈ છે. ખેડૂતો માટે જળાશયોમાં આવક રાહત સ્વરુપ છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં છેલ્લા એક સપ્તાહથી મેઘ મહેર જોવા મળી રહી છે.છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે જેના કારણે બે ડેમો છલકાયા છે જ્યારે 20 ડેમોમાં નવા નીરની આવક થઇ છે.રાજ્યના સિંચાઇ વિભાગની યાદી પ્રમાણે આજી 2 ડેમ અને મચ્છુ 2 ડેમ ઓવરફલો થયા છે જેમાં બંન્ને ડેમના ચાર દરવાજા એક ફુટ ખોલવામાં આવ્યા છે.આ ઉપરાંત 20 જેટલા ડેમોમાં બે ફુટ થી લઇને 14 ફુટ સુધી પાણી આવ્યું છે.

31 ડેમસાઇટમાં વરસાદ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં જે રીતે વરસાદ નોંધાયો છે એ મુજબ સિંચાઈ વિભાગના કહેવા પ્રમાણે સૌરાષ્ટ્રના 31 જેટલી ડેમસાઇટ વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. આ વરસાદ આવવાને કારણે ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. ડેમની સપાટીમાં હજુ પણ વધારો થઇ રહ્યો છે. સિંચાઇ વિભાગ દ્રારા તમામ ડેમ સાઇટ પર સતત મોનિટરીંગ કરવામાં આવ્યું છે તથા કન્ટ્રોલરૂમ પણ ચાલું છે. જેમાં જો કોઇ ડેમ ઓવરફલો થાય તો તેના અસરગ્રસ્ત ગામડાંઓને સાવચેત કરવા અને નિચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવા સુધીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 15-11-2024
ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ એકબીજા સાથે કરશે લગ્ન
શિયાળામાં ડ્રાય સ્કિન સહિતની આ 5 સમસ્યાઓથી મળશે છુટકારો, જાણો નુસખો
Video: ડિપ્રેશન કે થાક દૂર કરવાના આ ઉપાયથી તમને મળશે રાહત, જાણી લો
અનુષ્કા શર્માથી ઉંમરમાં નાનો છે વિરાટ કોહલી, જુઓ ફોટો
મુકેશ અંબાણીના આખા દેશમાંથી 80 રિલાયન્સના સ્ટોર્સ થશે બંધ ! જાણો કારણ

કયા જળાશય-ડેમમાં કેટલા ફુટ વધી આવક જાણો (આંકડા ફુટમાં વધારો સૂચવે છે)

  1. આજી 2 ડેમ-0.66
  2. આજી 3 ડેમ-1.12
  3. આજી 1 ડેમ-0.26
  4. ન્યારી 2 ડેમ-0.98
  5. ન્યારી 1 ડેમ-0.16
  6. લાલપરી ડેમ-0.33
  7. સપડા ડેમ-13.81
  8. ફુલજર-1.15
  9. મચ્છુ-0.13
  10. રંગમતિ-6.40
  11. વિજરખી-4.79
  12. ઉઁડ 1-9.30
  13. ઉંડ 2-18.05
  14. કંકાવટી-9.25
  15. વાડીસાંગ-1.41
  16. રૂપારેલ 8.37
  17. વગડિયા-10.17
  18. ફુલકુ-0.16
  19. ઘારી-0.82
  20. ડાયમીન્સર-0.33

 

આ પણ વાંચોઃ Pakistan Cricket Team: વિશ્વકપ નહીં રમવાની PCB ની વાતોની નિકળી ગઈ હવા, પાકિસ્તાન આવશે ભારત-ICC

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:04 am, Wed, 28 June 23

Next Article