World Sparrow Day: જેતપુરના હોટેલના માલિકનો અનોખો ચકલી પ્રેમ, 25 વર્ષથી ચકલીઓની રાખે છે સંભાળ, જાણો તેમની સંભાળ માટે શુ કરે છે

|

Mar 20, 2022 | 12:06 PM

આજે મોટા શહેરોમાં ચકલીઓ લુપ્ત થતી જઇ રહી છે અને ચકલીઓ માત્ર ફોટા અને ઈન્ટરનેટના વીડિયોમાં જોવા મળે છે. ત્યારે ચકલીની 25 વર્ષ થી માવજત કરતા મનસુખભાઈ લોકોને ચકલીઓને બચાવવા માટેની અપીલ કરે છે.

World Sparrow Day: જેતપુરના હોટેલના માલિકનો અનોખો ચકલી પ્રેમ, 25 વર્ષથી ચકલીઓની રાખે છે સંભાળ, જાણો તેમની સંભાળ માટે શુ કરે છે
Unique sparrow love of the hotel owner of Jetpur

Follow us on

20 માર્ચ એટલે કે આજે વિશ્વ ચકલી દિવસ (world sparrow day) છે. શહેરોમાં આજે ચક્લીઓનો કલબલાટ શાંત થતો જાય છે અને ચકલીનું ચીચી સાંભળવું એ દુર્લભ થતું જાય છે, ત્યારે જેતપુર (jetpur)ના નેશનલ હાઈવે ઉપર આવેલ કે એવી હોટલ છે, જ્યાં ચકલીની ચીચી સાંભળીને લોકોને પ્રકૃતિનો આનંદ માણે છે, આ હોટેલના માલિક (Hotel owner) છેલ્લા 25 વર્ષથી ચકલીઓની ખુબ જ સારી રીતે સંભાળ રાખી રહ્યા છે અને લોકોને ચકલીઓને સાચવો અને પ્રકૃતિને જાળવોનો સંદેશો આપી રહ્યા છે.

જેતપુરથી રાજકોટ તરફ જતા નેશનલ હાઈવે ઉપર એક હોટલ આવેલ છે. જ્યાં તમે ઉભા રહો એટલે ચકલીઓનો કલબલાટ સાંભળવા મળે છે. ચકલીઓના ચીચી અવાજ સાંભળીને તમે આસપાસ નજર કરો એટલે તરત હોટલના છત ઉપર ઠેક ઠેકાણે ચકલીના માળા જોવા મળે છે. આ દરેક માળાઓમાં ચકલીઓ જોવા મળે છે. આ હોટેલના માલિક છેલ્લા 25 વર્ષથી ચકલીઓની માવજત અને રક્ષણ કરવાનું કામ કરે છે, સાથે સાથે ચકલીઓ માટેના માળાનું નિ:શુલ્ક વિતરણ કરી ચકલીઓને બચાવવા માટે જાગૃતિ પણ ફેલાવે છે.

હોટેલ માલિક મનસુખભાઇ મલીનો દિવસ રોજ ચકલીથી શરૂ થાય છે. સવારે જેવા તે હોટેલ ઉપર આવે એટલે તરત જ ચકલીઓને ખાવાનું નાખે છે. અનાજના દાણા નાખવા અને સાથે સાથે ચકલીઓ માટે પાણીનો ક્યારો ભરવો અને પછી જ હોટેલમાં પોતાનું કામ ચાલુ કરવુ એ તેમનો નિત્યક્રમ છે. અત્યાર સુધીમાં તેમણે હોટેલની આગળ પાછળ 250 જેટલા માળાઓ બાંધ્યા છે. અહીં 250 થી 300 જેટલી ચકલીઓ રોજ જોવા મળે છે અને હોટેલમાં આવીયે એટલે એવું લાગે કે પ્રકૃતિના ખોળામાં આવી ગયા છીએ.

પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક
Hair tips : વાળના વિકાસ માટે કયું Oil સારું? બદામનું કે કોકોનટનું
ગાયે પોલીથીન ખાધી છે કે નહીં ? આ રીતે જાણો
No Muslim Country : દુનિયાનો એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !

આજે મોટા શહેરોમાં ચકલીઓ લુપ્ત થતી જઈ રહી છે અને ચકલીઓ માત્ર ફોટા અને ઈન્ટરનેટના વીડિયોમાં જોવા મળે છે. ત્યારે ચકલીની 25 વર્ષથી માવજત કરતા મનસુખભાઈ લોકોને ચકલીઓને બચાવવા માટેની અપીલ કરે છે. જેના માટે તેઓ લોકોને ચકલીના માળા પણ આપતા હોય છે. ત્યારે આજે વિશ્વ ચકલી દિવસ નિમિતે મનસુખભાઇની જેમ આપણે પણ ચકલીને રક્ષિત કરવા માટે જાગૃત થવું જોઇએ.

આ પણ વાંચો- દાદરાનગર હવેલી: યુવતીએ મોતને વ્હાલુ કરવા નદીમાં છલાંગ લગાવી, સ્થાનિક યુવકના સાહસે તેની જીંદગી બચાવી

આ પણ વાંચો- Mehsana: ખેડૂતોને ડુંગળીએ રડાવ્યા, આવક સામે જાવક ઓછી હોવાથી ભાવ ઘટ્યા

Published On - 11:09 am, Sun, 20 March 22

Next Article