Rajkot : પેટ્રોલ પંપ પર ફિલરમેનને છરી બતાવીને દાદાગીરી કરનાર બે યુવકની પોલીસે કરી ધરપકડ

|

Sep 28, 2022 | 8:57 AM

પેટ્રોલપંપ પર સિગારેટ પી રહેલા આરોપીઓને મનાઈ કરતા ફિલરમેનને (Fillerman) છરી બતાવી મારી નાખવાની ધમકી આપી હતી.

Rajkot : પેટ્રોલ પંપ પર ફિલરમેનને છરી બતાવીને દાદાગીરી કરનાર બે યુવકની પોલીસે કરી ધરપકડ
police arreste the accused

Follow us on

રાજકોટના (Rajkot) દૂધ સાગર રોડ પરના પેટ્રોલ પંપમાં (Petrol pump) દાદાગીરી કરનાર બે આરોપીઓ ઝડપાયા છે, ઘાંચીવાડામાં રહેતા આમીર ચામડિયા અને અરબાઝ દોઢિયાની પોલીસે (Rajkot police) ધરપકડ કરી છે. પેટ્રોલ પુરાવવા આવેલા આ બંને આરોપીઓએ ફિલરમેન સાથે ઝઘડો કર્યો હતો. પેટ્રોલપંપ પર સિગારેટ પી રહેલા આરોપીઓને મનાઈ કરતા ફિલરમેનને (Fillerman) આરોપીઓએ છરી બતાવી મારી નાખવાની ધમકી આપી હતી.

CCTV ના આધારે પોલીસે શરૂ કરી હતી તપાસ

આ સમગ્ર ઘટના CCTV માં કેદ થઈ હતી.સીસીટીવી કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે તેમ- છરી બતાવનાર શખ્સ પેટ્રોલ પંપના કર્મચારીને ખુરશી આપવાનું કહે છે. કર્મચારી તેને ખુરશી આપે છે અને છરી બતાવનાર શખ્સ ખુરશી પર બેસે છે. એટલીવારમાં પેટ્રોલ પંપનો કર્મચારી સાથી કર્મચારીને બોલાવીને લાવે છે અને તેની સાથે પણ આરોપી યુવક માથાકૂટ કરે છે ત્યારબાદ, બન્ને જતા રહે છે. પોલીસે CCTV ફૂટેજના આધારે આ લુખ્ખા તત્વોની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Published On - 8:55 am, Wed, 28 September 22

Next Article