VIDEO : રાજકોટમાં અસામાજીક તત્વો બેફામ ! નશામાં ધૂત બે યુવકોએ પેટ્રોલ પંપના કર્મચારીને છરી બતાવી કરી દાદાગીરી

CCTV ફૂટેજમાં જોવા મળી રહ્યું છે તેમ નશામાં ધૂત બે યુવકો એક્ટિવા લઈ પેટ્રોલ (Petrol) પુરાવવા માટે આવે છે.કર્મચારી પેટ્રોલ પૂરતો હોય છે તે સમયે બન્ને શખ્સ તેની સાથે માથાકૂટ કરે છે, ત્યારબાદ, તેમાંથી એક યુવક ખિસ્સામાંથી છરી કાઢે છે.

VIDEO : રાજકોટમાં અસામાજીક તત્વો બેફામ ! નશામાં ધૂત બે યુવકોએ પેટ્રોલ પંપના કર્મચારીને છરી બતાવી કરી દાદાગીરી
Terror of miscreants in rajkot
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2022 | 8:23 AM

રાજકોટમાં (Rajkot)  નશામાં ધૂત બે યુવકોએ પેટ્રોલ પંપના કર્મચારીને નશાની હાલતમાં છરી બતાવી હતી. દૂધની ડેરી પાસે આવેલા પેટ્રોલ પંપ (Petrol pump) પરની આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં (CCTV Camera) કેદ થઈ ગઈ છે. છરી કાઢનાર ગાયક કલાકાર હોવાની ચર્ચા છે. સીસીટીવી કેમેરામાં જોવા મળી રહ્યું છે તેમ નશામાં ધૂત બે યુવકો એક્ટિવા લઈ પેટ્રોલ (Petrol) પુરાવવા માટે આવે છે. પેટ્રોલ પંપના કર્મચારીને પેટ્રોલ પૂરવાનું કહે છે, કર્મચારી પેટ્રોલ પૂરતો હોય છે તે સમયે બન્ને શખ્સ તેની સાથે માથાકૂટ કરે છે, ત્યારબાદ, તેમાંથી એક શખ્સ ખિસ્સામાંથી છરી કાઢે છે.

સમગ્ર ઘટનાના CCTV માં કેદ

સીસીટીવી કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે તેમ- છરી બતાવનાર શખ્સ પેટ્રોલ પંપના કર્મચારીને ખુરશી આપવાનું કહે છે. કર્મચારી તેને ખુરશી આપે છે અને છરી બતાવનાર શખ્સ ખુરશી પર બેસે છે. એટલીવારમાં પેટ્રોલ પંપનો કર્મચારી સાથી કર્મચારીને બોલાવીને લાવે છે અને તેની સાથે પણ આરોપી યુવક માથાકૂટ કરે છે ત્યારબાદ, બન્ને જતા રહે છે.હાલ પોલીસે CCTV ફૂટેજના આધારે આ લુખ્ખા તત્વોને શોધવા તજવીજ હાથ ધરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">