Rajkot: રાજકોટના રાજકારણને લઈને મોટા સમાચાર, આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટરો ઠેરવાયા ગેરલાયક

|

Nov 02, 2022 | 8:24 PM

રાજકોટના રાજકારણને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શહેરી વિકાસ સચિવે AAPના બે કોર્પોરેટર વશરામ સાગઠીયા અને કોમલબેન ભરાયને ગેરલાયક ઠેરવતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

Rajkot: રાજકોટના રાજકારણને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શહેરી વિકાસ સચિવે AAPના બે કોર્પોરેટર વશરામ સાગઠીયા અને કોમલબેન ભરાયને ગેરલાયક ઠેરવતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસના વિપક્ષ નેતા ભાનુબેન સોરાણીએ આ બે કોર્પોરેટરો AAPમાં જોડાતા તેમને ગેરલાયક ઠેરવવા શહેરી વિકાસ વિભાગમાં અરજી કરી હતી. શહેરી વિકાસ સચિવે આ અરજીના આધારે કોર્પોરેટરોને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય લીધો છે. સમગ્ર મામલે વશરામ સાગઠીયાએ ભાજપ, કોંગ્રેસ પર આરોપ કરી શહેરી વિકાસ સચિવના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારશે તેમ જણાવ્યું છે.

મોરબી દુર્ઘટના બાદ રાજકોટ તંત્ર પણ હરકતમાં

મોરબીની દુર્ઘટના બાદ રાજકોટ તંત્ર હરકતમાં આવ્યું છે. રામવનના બે બ્રિજ પર સિક્યુરિટી ગાર્ડ મુકવામાં આવશે. બન્ને બ્રિજ પર ભીડ થતી રોકવા સિક્યુરિટી ગાર્ડ મુકવા આદેશ કરાયો છે. જર્જરીત સાંઢિયા પુલને નવો બનાવવામાં આવશે. કમિશનરે કહ્યું, બ્રિજને નવો બનાવવા માટે ચૂંટણી પછી ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરાશે. સાંઢીયા પુલ માટે સ્ટ્રક્ચર કન્સલ્ટન્ટ નીમેલા છે જે સમય અંતરે માર્ગદર્શન આપે છે. સાંઢીયા પુલમાં એક પણ પ્રકારની ખામી નથી તેવો કમિશનરનો દાવો છે. સાંઢીયા પુલનો અમુક ભાગ રેલવેમાં આવતો હોવાથી રેલવે તંત્રને પણ નવો પુલ બનાવવા જાણ કરવામાં આવી છે.

Next Video