જીવનજરૂરિયાતની ચીજવસ્તુ ઉપર  GST અંગે વિવિધ જિલ્લાઓમાં વેપારીઓએ બંધ પાળ્યો, ઉગ્ર વિરોધની ચીમકી

રાજકોટમાં દાણાપીઠના 200 થી વધુ વેપારીઓએ જીએસટીના વિરોધમાં બંધ પાળ્યો હતો. વેપારીઓઓ ઝણાવ્યું હતું કે આ પ્રકારે જીએસટી (GST) લાગુ પડશે તો ગરીબ અને મધ્યમવર્ગ ઉપર મોંઘવારીનો મોટો બોજો પડશે.

જીવનજરૂરિયાતની ચીજવસ્તુ ઉપર  GST અંગે વિવિધ જિલ્લાઓમાં વેપારીઓએ બંધ પાળ્યો, ઉગ્ર વિરોધની ચીમકી
GST Protest in Bhavnagar
| Edited By: | Updated on: Jul 16, 2022 | 10:08 PM

કેન્દ્ર સરકાર દ્વારા પેક અને અનપેક્ તથા મોટા ભાગની જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ પર 5 ટકા જીએસટી (GST) ઝિંકાતા વેપારીઓએ તેનો વિરોધ કર્યો હતો. અમદાવાદ, રાજકોટ,(Rajkot) ભાવનગર (Bhavnagar) સહિત વિવિધ ઠેકાણે વેપારીઓએ બંધ પાળીને તેમનો વિરોધ નોંધાવ્યો હતો તેમજ રોષ વ્યક્ત કર્યો હતો. રાજકોટમાં દાણાપીઠના 2૦૦થી વધુ વેપારીઓએ જીએસટીના વિરોધમાં બંધ પાળ્યો હતો. વેપારીઓઓ ઝણાવ્યું હતું કે આ પ્રકારે જીએસટી (GST) લાગુ પડશે તો ગરીબ અને મધ્યમવર્ગ ઉપર મોંઘવારીનો મોટો બોજો પડશે. એટલે જ્યાં સુધી આ જીએસટી હટાવાશે નહીં ત્યાં સુધી તેઓ વિરોધ કરશે. સાથે જ તેઓએ માંગણી કરી છે કે કેન્દ્ર સરકાર અનાજ કઠોળ પર જીએસટી નાબૂદ કરે તેવી વેપારીઓની માંગણી કરી હતી.

 

ભાવનગરમાં પણ વેપારીઓએ પાળ્યો બંધ

ભાવનગરમાં અનાજ પર GST રદ કરવાની માગ સાથે વિવિધ વેપારીઓ એસોશિએશને વિરોધ કર્યો હતો અને GST લગાડવાની દરખાસ્ત રદ કરવા માગણી કરી હતી. ભાવનગરના મહુવામાં ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશનને સંપૂર્ણ બંધ પાળી વિરોધ નોંધાવ્યો સાથે જ આવેદન પણ આપ્યું હતું. મહુવા માર્કેટિંગ યાર્ડના અનાજ કઠોળના વેપારીઓએ બંધ પાળી GSTનો વિરોધ કર્યો અને માર્કેટિંગ યાર્ડના 45 વેપારીઓએ આવેદનપત્ર આપ્યું હતું.

તેમજ વેપારીઓએ અનાજ, કઠોળની હરાજી-ખરીદી બંધ રાખી વિરોધ નોંધાવ્યો. તો જામનગરના 230 જેટલા જથ્થાબંધ વેપારીઓએ પોતાની દુકાન બંધ રાખીને રોષ ઠાલવ્યો હતો જ્યારે ઓખા મીઠાપુર સહિત ઓખા મંડળના વેપારીઓએ અનાજ પર જીએસટી નાબુદ કરવા આવેદનપત્ર આપ્યું.

જીવનજરૂરિયાતની ચીજવસ્તુ ઉપર GST

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલે એક્ઝમ્પ્ટે ગુડ્સની યાદીમાંથી કેટલીક આઈટમ્સ બહાર કાઢી નાખવાનો નિર્ણય ક્રયો તે પછી કેન્દ્રના નાણાં ખાતાએ બહાર પાડેલા નોટિફિકેશન નંબર 6માં ખાંડ, ગોળ, દહીં, લસ્સી, છાશના અગાઉથી પેકિંગ કરી રાખીને વેચવા મૂકેલા -પ્રીપેક્ડ પેકેટ્સ પર ૫ ટકાના દરે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વસૂલવાનો નિર્ણય કર્યો છે.

દહીં અને છાસમાં એક લિટરના પાઉચમાં રૂ 15માં રૂ. 3નો વધારો આવી જશે. તેમ જ કુદરતી મધ, પૌઆ, મમરા ઉપર પાંચ ટકાના દરે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. તેમજ જવ, બાજરી, મકાઈ, રાઈ, ઓટ, મકાઈ, ઘઉં, મેંદો, રવો, ઉપરાંત નમકીન, ભુજિયા, સહિતના રેડી ટુ ઇટ નમકીન પર પાંચ ટકાના દરે જીએસટી લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જીએસટીની આવકમાં ત્રણ લાખ કરોડનો વધારો થઈ શકે

કેન્દ્ર સરકારે અનિવાર્ય પણે દરેક ઘરઘરમાં વપરાતી મોટાભાગની વસ્તુઓને જીએસટીના દાયરામાં સામેલ કરી દીધી હોવાથી 2022-23 વર્ષ દરમિયાન જીએસટીની આવકમાં અદાજે 2.5 લાખથી 3 લાખ કરોડનો વધારો આવી જવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. માત્ર દૂધને જો જીએસટીના દાયરામાં સમાવી લેવામાં આવે તો એકલા ગુજરાતમાંથી 1200 કરોડની આસપાસનો જીએસટીનો બોજ આવતો હતો. આ દ્રષ્ટિએ દરેક રાજ્યના ઘર ઘરના રસોડામાં વપરાતા ઘઉં, મકાઇ, જવ, મેંદો, રવો, મધ સહિતની વસ્તુઓ ઉપર 5 ટકાના દરે જીએસટી લગાવ્યો હોવાથી કેન્દ્ર સરકારની જીએસટી GSTની વાર્ષિક આવક રૂ. 21 લાખ કરોડને આંબી જાય તેવી સંભાવના છે.