રાજકોટ (Rajkot) જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને ધારાસભ્ય જયેશ રાદડિયા (Jayesh Radadia) પોતાના પર લાગેલા આક્ષેપો અંગે પ્રથમ વખત મૌન તોડ્યું હતું. આજે લેઉવા પાટીદાર કન્યા છાત્રાલયમાં જયેશ રાદડિયાએ જ્ઞાતિની બેઠક અંગે મિડીયા સાથે વાતચીત કરી હતી જેમાં જયેશ રાદડિયાએ સહકારી ક્ષેત્ર (cooperative sector) માં તેના પર લાગેલા આક્ષેપો અંગે જવાબ આપ્યો હતો. જયેશ રાદડિયાએ કહ્યું હતું કે મારા પર જે લોકો આક્ષેપ (allegation) લગાવી રહ્યા છે તેને હું સમય આવીએ જવાબ આપીશ,જો કે આજની બેઠક સામાજિક બેઠક છે જેથી તેમાં હું કોઇ રાજકીય ચર્ચા કરીશ નહિ.
સમાજની બેઠકમાં કેવા મુદ્દા ચર્ચામાં આવે છે તેની રાજકીય અને સામાજિક જગત સાથે સંકળાયેલા લોકો નજર લગાવીને બેઠકમાં છે. આ અંગે પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ પત્રકાર પરિષદ યોજી તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, આજે સમાજની બેઠકમાં રાજકીય વાર્તાલાપ નહીં થાય, યોગ્ય સમયે જવાબ આપીશ.
જયેશ રાદડિયાએ કહ્યું હતું કે વર્ષોથી તેઓ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને વર્ષોથી તેઓ રાજકારણ પણ કરી રહ્યા છે પરંતુ ક્યારેય સમાજના નામે રાજકારણ કર્યું નથી.આજની બેઠકમાં કેટલાક ભાજપ સિવાયની વિચારધારા વાળા પણ ટ્રસ્ટી તરીકે જોડાયેલા છે અને તેઓ પણ આજની બેઠકમાં હાજર રહેવાના છે ત્યારે લેઉવા પટેલ ટ્રસ્ટની બેઠકમાં કોઇ જ રાજકીય ચર્ચા નહિ થાય..
સહકારી ક્ષેત્રમાં ડી.કે,સખિયા જુુથ જયેશ રાદડિયા સામે પડ્યું છે.આજની બેઠકમાં ટ્રસ્ટી તરીકે ડી.કે સખિયા પણ હાજર રહેવાના છે.જયેશ રાદડિયા સામે થયેલા આક્ષેપ બાદ પ્રથમ વખત ડી.કે,સખિયા જુથના લેઉવા પાટીદાર અગ્રણીઓ જયેશ રાદડિયાને મળવાના છે.જો કે જયેશ રાદડ઼િયાએ આ અંગે ટિપ્પણી કરતા કહ્યું હતું કે સહકારી ક્ષેત્ર હોય કે રાજકીય ક્ષેત્ર હોય આ બંન્નેમાં જે પણ વિવાદ હોય તેની આ બેઠક સ્થળે કોઇ જ ચર્ચા નહિ થાય.તમામનું અહીં સ્વાગત છે અને આજની બેઠકમાં માત્ર સમાજની વિવિધ સંસ્થાઓના ઉત્કર્ષની જ ચર્ચા થશે.
આ પણ વાંચોઃ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતા કિશોરે આપઘાત કર્યો, પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને બે સાઢુભાઈની ધરપકડ કરી