રાજકોટ જિલ્લાના રખડતાં ભટકતાં બાળકો હવે શાળામાં ભણવા જશે, વાંચો કલેક્ટરનું વિશેષ આયોજન

જિલ્લા કલેક્ટર દ્વારા વિવિધ વિભાગના અધિકારીઓ સાથે ખાસ બેઠક કરવામાં આવી હતી. જેના આધારે આગામી 10 દિવસ સુધી જિલ્લામાં આ પ્રકારના બાળકોને શોધવાની કવાયત હાથ ધરવામાં આવશે.

રાજકોટ જિલ્લાના રખડતાં ભટકતાં બાળકો હવે શાળામાં ભણવા જશે, વાંચો કલેક્ટરનું  વિશેષ આયોજન
The wandering children of Rajkot district will now go to school, a special plan of the collector
| Edited By: | Updated on: Feb 16, 2022 | 9:39 PM

રાજકોટ (Rajkot) શહેરમાં રખડતાં ભટકડાં બાળકો માટે જિલ્લા કલેક્ટરે (District Collector)મહત્વનો નિર્ણય લીધો છે. જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ (Arun Mahesh Babu) દ્વારા આવા બાળકો માટે સ્ટ્રીટ ચિલ્ડ્ર્ન કમિટીની (Street Children’s Committee) રચના કરવામાં આવી છે. જે જિલ્લામાં રખડતાં,ભટકતાં,નિરાધાર અને અજાણ બાળકોને શોધીને તેનું જીવન સારી રીતે વ્યય થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે. જિલ્લા કલેક્ટર દ્વારા આવા બાળકોના વાલીઓને 10 દિવસમાં શોધીને પહેલા તો તેના વાલી વારસની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ બાળકોને શાળાએ ભણવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે.

કોણ કોણ હશે કમિટીમાં ?

જિલ્લા કલેક્ટર દ્વારા રચવામાં આવેલી કમિટીમાં જિલ્લા કલેક્ટર,પોલીસ કમિશનર,જિલ્લા પોલીસ વડા,જિલ્લા શિક્ષણાધિકારી,લેબર કમિશનર,બાળ વિકાસ અધિકારી સહિત કુલ 10 વિભાગોને આવરી લેવામાં આવ્યા છે.આ કમિટીમાં નોડલ ઓફિસર તરીકે બાળ વિકાસ અધિકારીની નિમણુંક કરવામાં આવી છે. સ્ટ્રીટ ચિલ્ડ્રન કમિટીના આ સભ્યો દ્વારા જિલ્લાના રખડતાં બાળકો માટેની વ્યવસ્થા અને રિવ્યુ હાથ ધરાશે.

સતત 10 દિવસ સુધી ચાલશે આ અભિયાન

જિલ્લા કલેક્ટર દ્વારા વિવિધ વિભાગના અધિકારીઓ સાથે ખાસ બેઠક કરવામાં આવી હતી. જેના આધારે આગામી 10 દિવસ સુધી જિલ્લામાં આ પ્રકારના બાળકોને શોધવાની કવાયત હાથ ધરવામાં આવશે. રખડતાં ભટકતાં બાળકો મળી આવે તો પહેલા તો તેના વાલીને શોધવામાં આવશે અને ત્યારબાદ તેને શાળાએ શિક્ષણ આપવાની ક્વાયત હાથ ધરવામાં આવશે.10 દિવસ બાદ જે પણ બાળકો મળી આવશે તેને આધાર કાર્ડ આપવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કેમ્પનું આયોજન પણ કરવામાં આવશે.

 

આ પણ વાંચો : Sabarkantha: ટ્રેકટર વેચવા આવતો સેલ્સમેન ખેડૂતના ટ્રેલરને ચોરી જતો અનોખો ચોર ઝડપાયો

આ પણ વાંચો : BCCI એ શાનદાર બોલીંગ આક્રમણ તૈયાર કરવા માટે ઘડ્યો પ્લાન, ટીમ ઇન્ડિયાને મળશે જબરદસ્ત બોલર