Teachers’ Day 2021: શિક્ષણને સમર્પિત શિક્ષક દંપતીએ પ્લાસ્ટિકની થેલીમાં રોપા વાવ્યા અને વિદ્યાર્થીઓને ભેટ આપ્યા

|

Sep 05, 2021 | 4:08 PM

કોરોનાના કપરા કાળ માં શાળા કોલેજો હતી બંધ ખૂબ લાંબા સમય સુધી શિક્ષકો નિવૃત રહ્યા.આ સમય ગાળામાં વીંછીયા તાલુકા ના ઓરી ગામે આવેલ બુનિયાદી શાળાના શિક્ષક દંપતી (Teacher couple)એ લોકો ને આપ્યું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે.

Teachers’ Day 2021: લોક ડાઉન દરમ્યાન વીંછીયા (Vinchhiya)તાલુકાના ઓરી માધ્યમિક શાળા (Secondary school)ના શિક્ષક દંપતી એ પ્લાસ્ટિકની બેગ (Plastic bag)એકત્રિત કરી નર્સરી બનાવી છે. 100 થી વધુ વૃક્ષ ની પ્રજાતિ છે હાલ નર્સરી (Nursery)માં પત્ની સહિત બાળકો ની મદદ થી સમયનો ઉપયોગ કર્યો. બાળકોના જન્મ દિવસ સહિત અન્ય શાળામાં આપી રહ્યા છે. વૃક્ષો ના મફત રોપા. જો કોઈ રૂપિયા આપે તો સ્કૂલ ની મરમતમાં ખર્ચ કરવાનું  આયોજન કર્યું છે.

બંધ શાળા ગામ બંધ લોકો પોતાના ઘર માં ત્યારે શાળા માં જ રહેતા હર્ષદભાઈ ને વિચાર આવ્યો કે, દૂધ ની થેલી,વેફર ની થેલીનો સદઉપયોગ કરી એ તો કેમ, આવા વિચાર અને સોશિયલ મીડિયા (Social media)ના માર્ગદર્શન સાથે વૃક્ષ (Tree)ના રોપા વાવવાનો વિચાર કર્યો હતો.

કચરામાંથી થેલીઓ એકત્રિત કરી અને નજીક માંથી જાતેજ પત્ની અને બાળકોના સહકાર થી માટી લાવી વૃક્ષના રોપા તૈયાર કરી નર્સરી (Nursery)બનાવી છે શરુઆતમાં થોડી તકલીફ પડી પણ કામમાં આનંદ આવતો અને ધીરે ધીરે કરતા અલગ અલગ પ્રકારના 100 થી વધુ પ્રજાતિ ના વૃક્ષ અને છોડના રોપા તૈયાર કર્યા.

 

હવે આ રોપા નું કરવું શું તો તેવા વિચાર સાથે બાળકોના આવતા જન્મ દિવસ નિમિત્તે બાળકો માં પણ પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તેવા હેતુ સાથે ભેટ આપવાની કામગીરી શરૂ કરી તેમજ આસપાસના વિસ્તારમાં પણ ધીરેધીરે હર્ષદભાઈ ની આ કામગીરી લોકો સુધી અને અન્ય શાળા સુધી પહોંચી અને લોકો હર્ષદભાઈ ની કામગીરી ને વધાવવા લાગ્યા.અને વૃક્ષ અને છોડ ના રોપા અમારે પણ જોઈએ તેવી રજુઆત આવવા લાગી.

ત્યારે હર્ષદભાઈ દ્વારા રોપા ના પેસા ન લેવા અને મફત પણ કેમ આપવા આવા વિચાર વચ્ચે ખરીદિ કરનાર ને એવું જણાવ્યું કે,જે આપો તે આ શાળા ના મરમતમાં ઉપયોગ કરશું અને લોકો પણ આજે અહીં આવી રોપાની ખરીદી કરે છે અને જોત જોતા માં રૂપિયા 60 હજાર ની ભંડોળ પણ ભેગું થઈ ગયું.

ત્યારે માત્ર સમય પસાર કરવાનો આ હેતુ હવે શોખ સાથે પર્યાવરણ નું જતન કરવા નો સંકલ્પ કર્યો હોય તેવું પતિ અને પત્ની ની સાથે વાત કરતા જોવા મળ્યું હતુ.પહેલા તો શાળા બંધ હતી ત્યારે પૂરતો સમય હતો પણ હવે શાળા શરૂ થઈ ગઇ હોય શાળા બાદ ના સમયમાં પણ વૃક્ષ (Tree)અને છોડના રોપા બનાવવાનું કામ શરૂ રાખ્યું હતુ.

કામ કરતા ખૂબ આનંદ મળે છે અને આ કામ કરતા રહેશું તેવા નીરધાર સાથે આજે હર્ષદભાઈ અને તેમના પત્ની ની આ કામગીરી જોઈ આસપાસ ના હોટલ,રેસ્ટોરન્ટ તેમજ ચા ના ધંધાર્થી ઓ દ્વારા પણ હવે પ્લાસ્ટિક ની થેલી  (Plastic bag)સાચવી હર્ષદભાઈ ને મોકલવાની વયસ્થા કરી હતી. આ કાર્ય માં સહકાર આપી રહ્યા છે, ત્યારે કોરોના સમય બંધ શાળા સમય સમય નો ઉપયોગ કરી લોકો માટે આ દંપતી બન્યું ઉત્તમ ઉદાહરણ છે.

આ પણ વાંચો : Tokyo Paralympics: બાળપણમાં હું વિચારતો હતો કે ભગવાન શું કર્યું છે, નોઇડા DM સુહાસ યથિરાજે

 

Published On - 3:58 pm, Sun, 5 September 21

Next Video