Rajkot: ધોરાજીના ફરેણી તાલુકા શાળા-2ના આચાર્યનું અનોખુ કાર્ય, ત્રણ બાળકના અભ્યાસની લીધી જવાબદારી

|

Jun 27, 2023 | 12:08 PM

ધોરાજી ના ફરેણી રોડ પરના આર્થિક પછાત વિસ્તાર ઝૂપડપટ્ટી માં રહેતાં ચના વાઘેલાને પુત્ર પ્રવિણના પરિવારમાં બે દિકરી, એક પુત્ર તથા પત્ની છે. અકાળે પ્રવિણ વાઘેલાનું અવસાન થયુ છે. ત્યારબાદ આ વર્ષ દાદા પણ મૃત્યુ પામતા પરીવારમાં કોઈ કમાનાર રહ્યું નથી.

Rajkot: ધોરાજીના ફરેણી તાલુકા શાળા-2ના આચાર્યનું અનોખુ કાર્ય, ત્રણ બાળકના અભ્યાસની લીધી જવાબદારી
Rajkot

Follow us on

Rajkot : ધોરાજીના ફરેણી રોડ પરના આથીક પછાત વિસ્તાર ઝૂપડપટ્ટી મા રહેતાં ચના વાઘેલાને પુત્ર પ્રવિણના પરિવારમાં બે દિકરી, એક પુત્ર તથા પત્ની છે. અકાળે પ્રવિણ વાઘેલાનું અવસાન થયુ છે. ત્યારબાદ આ વર્ષે દાદા પણ મૃત્યુ પામતા પરીવારમાં કોઈ કમાનાર રહ્યું નથી. હવે પ્રવિણ વાઘેલાના બાળકો ભંગાર વીણવા જવા માટે મજબૂર બન્યા છે.

શહેરની તાલુકા શાળા નંબર 2માં બે દિકરી જેની,જાનકી અને પુત્ર મહેન્દ્રના ભરણ પોષણ તેમજ અભ્યાસની જવાબદારી વયોવૃધ્ધ બિમાર દાદી ના શિરે આવી ગયેલ છે. સંજોગોવસાત ગરીબ પરીવારના ભરણ પોષણ માટે નાના ભૂલકાઓને પ્લાસ્ટીક તેમજ કચરો વિણવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો : Devraj Patel Death : કોમેડિયન દેવરાજ પટેલનું થયું નિધન, છેલ્લો Video સોશિયલ મીડિયા પર થયો વાયરલ

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આ ત્રણેય બાળકો તાલુકા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં હતાં. જેમણે સ્કુલે આવવાંનુ બંધ કરી દેતા તાલુકા શાળાનાં આચાર્ય નિલેશ મકવાણા નું દિલ દ્રવી ઉઠ્યું હતુ. કે મારા વિસ્તારમાં કોઈ પરિવાર ઘરનાં ભરણ પોષણના અભાવે 8થી 10 વર્ષની દીકરીઓને અભ્યાસ છોડી મજૂરી કરવી પડે છે. ત્યારે આચાર્ય પ્રવિણ વાઘેલાના ઘરે પહોંચી ગયા અને વૃદ્ધ દાદીમાં ને કહ્યું માં શું કરું તો તમારી દીકરીઓને સ્કૂલે ભણવા મોકલો, માજી કહે ખાવાનું મળી જાય એટલે સાહેબ મારી દિકરીઓ સ્કૂલે આવશે.

શાળાના આચર્યે આખા વર્ષનું કરિયાણુ ભરી આપ્યુ

શાળાના આચાર્ય આખા વર્ષના ઘઉં અને અન્ય કરિયાણું તેમજ જરુરિયાતની તમામ વસ્તુઓ બીજા જ દિવસે માજીને પહોંચાડીને પૂછ્યુંકે મા હવે મોકલશો દીકરી ને શાળા એ માજી ગદગદિત થઈને કહ્યું સાહેબ હવે મારી દિકરી દરરોજ સ્કૂલે આવશે. આમ પણ અમારુ બીજે ક્યાંય સગા વહાલામાં જવાનું હોતું નથી. આમ મદદ કરીને ત્રણેય બાળકોને ફરી થી સ્કૂલે જવાનું શરૂ કરાવીને બાળકોનો અભ્યાસ શરૂ કરાવાની ઉમદા સેવાને સ્થાનિક લોકોએ બિરદાવી રહ્યા છે

આ અંગે ધોરાજી ફરેણી રોડ તાલુકા પ્રાથમીક શાળાના આચાર્ય નિલેશ મકવાણાએ જણાવ્યું હતું. આ મારી ફરજ છે જ્યાંથી હું આટલો પગાર મેળવું છુ. આ વિસ્તારનાં બાળકોમાં દસ ટકા પગાર વપરાય તો કાઈ વાંધો નથી. હું રેગ્યુલર 10 ટકા પગાર આમ બાળકો માટે વાપરું જ છુ કે મા બાપ વગર ના ત્રણ બાળકો મજૂરી કામ કરતા જાણ થતાં તેમનો અભ્યાસ ન બગડે અને ભાવી જીવન સુધરે તેમજ સારો અભ્યાસ કરી શકે તે માટે તેમને અનાજ પુરુ પાડ્યુ છે.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

( વીથ ઈનપુટ – હુસેન ખુરેશી )

Published On - 9:05 am, Tue, 27 June 23

Next Article