Rajkot જિલ્લામાં રસીકરણની ગતિ ધીમી, અંધશ્રધ્ધાના કારણે વિછીયામાં ઓછુ રસીકરણ

|

Jul 02, 2021 | 3:34 PM

corona veccine 6 મહિનામાં રાજકોટ જિલ્લામાં માત્ર 48 ટકા રસીકરણ પૂરું થયું છે. સૌથી વધારે ગોંડલ જિલ્લાનું જ્યારે સૌથી ઓછું રસીકરણ વિછીંયા તાલુકાનું નોંધાયું છે.

Rajkot જિલ્લામાં રસીકરણની ગતિ ધીમી, અંધશ્રધ્ધાના કારણે વિછીયામાં ઓછુ રસીકરણ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

Rajkot News: રાજ્યમાં છેલ્લા 6 મહિનાથી પુરજોશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે છેલ્લા 6 મહિનામાં રાજકોટ જિલ્લામાં માત્ર 48 ટકા રસીકરણ પૂરું થયું છે. જિલ્લામાં ધીમી ગતિએ ચાલતા રસીકરણ અભિયાનમાં સૌથી વધારે ગોંડલ જિલ્લાનું જ્યારે સૌથી ઓછું રસીકરણ વિછીંયા તાલુકાનું નોંધાયું છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં પહેલો ડોઝ 4,40,539 વ્યક્તિઓએ જ્યારે બીજો ડોઝ 1,17,590 લોકો લઈ ચૂક્યા છે. જેમાં સૌથી વધારે ગોંડલ તાલુકામાં 1,11,000 લોકોએ જ્યારે સૌથી ઓછું રસીકરણ વિછીયા તાલુકામાં માત્ર 18,000 લોકોએ રસી લીધી છે.

તાલુકો પ્રથમ ડોઝ બીજો ડોઝ
ધોરાજી 39609 12127
ગોંડલ 84579 27338
જામકંડોરણા 23855 6899
જસદણ 47441 10084
જેતપુર 69536 17263
કોટડા 28429 5069
લોધિકા 27645 6929
પડધરી 24293 8158
રાજકોટ 34253 7566
ઉપલેટા 45309 13529
વીંછીયા 15490 2630

અંધશ્રદ્ધા અને ગેરસમજ ઓછા રસીકરણ માટે જવાબદાર

જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ Tv9 સાથે વાતચીત કરતા જણાવ્યું કે, વિંછીયા તાલુકો પછાત વિસ્તાર છે. ત્યાં અંધશ્રદ્ધા અને ગેરમાન્યતાઓ કારણે આ વિસ્તારમાં ઓછું રસીકરણ થયું છે. જોકે હવે 18 વર્ષથી ઉપરના શિક્ષિત યુવાનો દ્વારા રસી લેવામાં આવતા વૃદ્ધો પણ રસી લેવા આગળ આવ્યાં છે. દેવ ચૌધરીએ આગામી બેથી ત્રણ અઠવાડિયામાં રસીકરણમાં નોંધપાત્ર વધારો થશે તેઓ દાવો કર્યો છે. મહત્વનું છે કે, હાલમાં રાજકોટ જિલ્લામાં દૈનિક સરેરાશ 10,000 જેટલા ડોઝ મળે છે જેના આધારે આગળના દિવસે જ રસીકરણ કેન્દ્રો પર કેટલી રસી આપવી તે અંગેનું આયોજન થઈ જાય છે. જો આ રીતે રસીકરણ ચાલશે તો જિલ્લામાં 70% નો ટાર્ગેટ પુરો કરવામાં હજુ પણ સમય લાગી શકે છે.

આ પણ વાંચો: Dang: સાપુતારામાં વરસાદી માહોલ વચ્ચે પ્રકૃતિ સોળે કળાએ ખીલી, નયનરમ્ય નજારો માણવા જામી પ્રવાસીઓની ભારે ભીડ

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ પણ વાંચો: Health Tips : સગર્ભાવસ્થામાં લો બ્લડપ્રેશરની સમસ્યા માતા અને બાળક બંને માટે જોખમી, જાણો શું છે ઉપાય ?

Published On - 3:33 pm, Fri, 2 July 21

Next Article