
ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમની રાજકોટ વર્તુળ કચેરી દ્વારા એક ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. રાજકોટ વર્તુળ કચેરી હેઠળ નારિગામ ઔદ્યોગિક વસાહતો ખાતે એપ્રોચ રોડ પર બોક્સ કલવર્ટ અને કેચ વોટર ડ્રેઇન અને રિચાર્જ વેલના કામ માટે ટેન્ડર મગાવવામાં આવ્યા છે. માન્ય શ્રેણી હેઠળ નોંધાયેલા માન્ય ઇજારદારો પાસેથી ઓનલાઇન પદ્ધતિથી ટેન્ડર મગાવવામાં આવે છે.
જે ટેન્ડર મગાવવામાં આવ્યા છે તેની અંદાજિત રકમ રુ. 17 લાખ છે. ઓનલાઇન ટેન્ડર તથા બાનાની રકમ અને ટેન્ડર ફી રજુ કરવાની તારીખ 21 ફેબ્રુઆરી 2023થી 2 માર્ચ 2023ના સાંજે પાંચ કલાક સુધી રાખવામાં આવી છે. તો ટેન્ડર ફી અને ઇએમડી તથા મગાવેલા અન્ય ડોક્યુમેન્ટ રાજકોટની ગોંડલ રોડ પર જીઆઇડીસીમાં આવેલી કાર્યપાલક ઇજનેરની કચેરીમાં રુબરુ અથવા તો સ્પીડ પોસ્ટથી 3 માર્ચ 2023થી 6 માર્ચ 2023 સાંજે 5 વાગ્યા સુધીમાં પહોંચાડવાની રહેશે.
ટેન્ડર અંગેની વધુ માહિતી વેબસાઇટ www.gidc.nprocure.com તથા www.nprocure.com ઉપર જોઇ શકાશે. તો સાથે જ સૂચના આપવામાં આવી છે કે કોઇપણ ટેન્ડર કોઇપણ કારણ આપ્યા વગર મજુર કરવુ કે રદ કરવુ તેનો અબાધિત હક ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમનો રહેશે.
Published On - 9:46 am, Sat, 18 February 23