મન હોય માળવે જવાય, સરકારી શાળામાં અભ્યાસ કરી પ્રથમ પ્રયાસમાં જ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનતી રાજકોટની જહાન્વી રાજપોપટ

|

Feb 11, 2022 | 8:48 PM

જહાન્વીએ ધોરણ-9  થી 12  નો અભ્યાસ કાન્તા સ્ત્રી વિકાસ ગ્રહમાં કર્યો ત્યારે તેણે પોતાના શિક્ષકોને વચન આપ્યું હતું કે 6 મહિના પછી કંઈક અલગ જ જહાન્વી હશે જેની પક્કડ અંગ્રેજી અને ગણિત બંનેમાં થઈ જશે

મન હોય માળવે જવાય, સરકારી શાળામાં અભ્યાસ કરી પ્રથમ પ્રયાસમાં જ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનતી રાજકોટની જહાન્વી રાજપોપટ
Rajkot Jahanvi RajPopat Become CA In First Attempt

Follow us on

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) શબ્દ જ એવો છે કે જેનું નામ સાંભળીને પણ અમુક છાત્રો તેનો અભ્યાસ કરવાનું માંડી વાળે છે, ત્યારે રાજકોટની(Rajkot) અતિ તેજસ્વી દીકરી જહાન્વી અનિલભાઈ રાજપોપટએ પોતાના સપનાને મહત્વ આપી સી.એ.ની મંઝિલ પ્રથમ પ્રયત્ને જ હાંસલ કરી છે. જહાન્વી રાજપોપટ(Jahanvi Rajpopat )કે જેને સી.એ. શું છે તેની પણ જાણ નહોતી ત્યારે તેના મનનું પંખી સી.એ.ના આકાશમાં ઉડવાનું સપનું સેવી રહ્યું હતું. નાનપણમાં તો તેણે કોઈને પોતાના આ લક્ષ્ય વિષે કશું કહ્યું ન હતું પરંતુ બારમું ધોરણ પાસ કરી જયારે તેણે સી.એ. બનવાની વાત કરી ત્યારે મધ્યમ આર્થિક પરિસ્થિતિ ધરાવતા જહાન્વીના પિતાને સી.એ.શું છે તે પણ પુરી ખબર નહોતી. એટલે જહાન્વીની સી.એ.બનવાની વાતને ઘરમાં કોઇએ ગંભીરતાથી ન લીધી. ઘરમાં માત્ર એટલી જ ખબર કે સી.એ. બનવા માટે મોટી ફી ભરવાની હોય, આ બાબતે ઘરના બધા જરા કચવાયા.

જહાન્વીની સી.એ. તરફની મંઝિલ આગળ વધી

પરંતુ વાત દ્રઢ મનોબળવાળા પિતાની દીકરીની અને તેના સપનાઓની હતી, આથી દ્રઢનિશ્ચયી પિતાએ પુત્રી જહાન્વીને પ્રોત્સાહન આપી ભગવાન પર શ્રદ્ધા રાખી આગળ વધવાના નિશ્ચય સાથે ભાઈબંધો મિત્રો અને જ્ઞાતિમાં વાત કરી, જેમાં પોપટ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જહાન્વીની ક્ષમતા ઉપર ભરોસો કરી તેનો હાથ પકડ્યો અને અભ્યાસ ફી માટેની સહાય કરી. જહાન્વીની સી.એ. તરફની મંઝિલ આગળ વધી.

જહાન્વીને ઓડિટ વિષય અઘરો પણ લાગતો

વાત અહીં પૂર્ણ નથી થતી. હવે સાચી પરીક્ષા જહાન્વી  એ  જે સરકારી શાળામાં એકથી નવ ધોરણ સુધીનો અભ્યાસ કરી આગળ વધવા માટે સારા માર્ક્સ મેળવી સારી સ્કુલમાં વધુ અભ્યાસ માટે એડમિશન લેવાનું હતું. કાંતા સ્ત્રી વિકાસ ગૃહમાં નવમા ધોરણની પ્રવેશ પરીક્ષામાં અનુત્તીર્ણ રહેલી જહાન્વીની ક્ષમતામાં શાળાના શિક્ષકોએ વિશ્વાસ મુકયો. ગ્રેજયુએટ બની સામાન્ય નોકરી કરવાને બદલે જહાન્વીને પહેલેથી જ સી.એ.કરવું હતું. ઘરની સામાન્ય સ્થિતિ તેમાં બાધક જરૂર હતી. પરંતુ સૌની નજર જહાન્વીના સપના પર ટકી હતી. જહાન્વીના સપના એના પોતાના કરતાં પરિવારજનોના વધુ બની ગયા હતા ત્યારે જહાન્વીને ઓડિટ વિષય અઘરો પણ લાગતો છતાં આયોજનબદ્ધ વાંચન, અડગ પરિશ્રમ અને અખૂટ વિશ્વાસને કારણે જહાન્વીને આ ઝળહળતી સફળતા પ્રાપ્ત થઈ.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ધોરણ-9  થી 12  નો અભ્યાસ કાન્તા સ્ત્રી વિકાસ ગ્રહમાં કર્યો

જહાન્વી રાજપોપટના જણાવ્યા અનુસાર આ સફળતામાં તેમના માતા-પિતા ઉપરાંત તેમના શિક્ષકોનો પણ મોટો ફાળો રહ્યો છે. જહાન્વીએ ધોરણ-9  થી 12  નો અભ્યાસ કાન્તા સ્ત્રી વિકાસ ગ્રહમાં કર્યો ત્યારે તેણે પોતાના શિક્ષકોને વચન આપ્યું હતું કે 6 મહિના પછી કંઈક અલગ જ જહાન્વી હશે જેની પક્કડ અંગ્રેજી અને ગણિત બંનેમાં થઈ જશે. આમ એક વચનથી જહાન્વી રાજપોપટનો પ્રવેશ કાન્તા સ્ત્રી વિકાસ ગ્રહ ખાતે થયો. હજુ સફર આસાન નહોતી. અંગ્રેજી શીખવું ખૂબ જ મુશ્કેલ હતું. તે માટે પ્રયત્નો કરવા છતાં અંગ્રેજીમાં સારા માર્કસ ન હોવાથી તેમના શિક્ષક સરોજબેને મેં તેમની ફી ભરી અને ઓપન સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસ કરાવવા માટે પ્રેરણા આપી.

સાત મહિનાના આયોજનથી વાંચન કરી એનું સ્વપ્ન સાકાર કર્યું.

પરંતુ માત્ર સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસ નહીં, તે ક્લાસીસમાંથી ઘરે આવ્યા બાદ પણ પ્રેક્ટિસ કરવાની અને તેની સાતત્યપૂર્ણ મહેનતથી જ જહાન્વી આજે ધાણીફૂટ અંગ્રેજી બોલી શકે છે. જ્યારે તેમણે સી.એ.નો સંપૂર્ણ અભ્યાસક્રમ એક ક્લાસીસમાંથી માર્ગદર્શન મેળવીને પૂર્ણ કર્યો. કોરોનામાં પણ તેમણે અવિરત અભ્યાસ ચાલુ રાખ્યો અને ઓનલાઈન ક્લાસીસ પણ નિયમિતતાપૂર્વક ભર્યા. ઉપરાંત કોરોનાને લીધે એક મહિનાના પરીક્ષા પાછળ જવાને કારણે તેનો સદુપયોગ કરી વાંચન પૂરું કરી સાત મહિનાના આયોજનથી વાંચન કરી એનું સ્વપ્ન સાકાર કર્યું.

મન હોઈ તો માળવે જવાય

જ્યારે હવે જહાન્વી કંઇક અલગ કરવાના નિર્ધાર સાથે એન્ટરપ્રિન્યોર બનવા ઈચ્છે છે, જેથી બીજા અન્ય લોકોને પણ રોજગારી આપી શકે. આ ઉપરાંત જહાન્વી પર્યાવરણપ્રેમી પણ છે અને પર્યાવરણનું જતન કરવાની માહિતી કે સૂચનો પણ બધા મિત્રોને આપે છે.પેલી કહેવત છે ને કે “મન હોઈ તો માળવે જવાય ” માત્ર એક વિચાર અને તેને દ્રઢ નિશ્ચય, અથાગ પરિશ્રમ થકી સાર્થક કરી બતાવ્યો છે જહાન્વીએ.

આ પણ વાંચો : મહેસાણા : જમીન સંપાદનના વળતર સંબંધિત કેસના નિકાલ માટે અમદાવાદ ઝોનની પ્રિસાઈડીંગ ઓફિસરની કચેરીનો શુભારંભ

આ પણ વાંચો :  ગુજરાતના ખેડૂતોને ખાતરનો પૂરતો જથ્થો મળી રહે તે માટે કૃષિ મંત્રીની રસાયણ મંત્રીને રજૂઆત

Published On - 8:45 pm, Fri, 11 February 22

Next Article