રાજ્ય સરકાર (State government) રખડતાં ઢોર (stray cattle) ના ત્રાસ મામલે કાયદો (law) બનાવવા જઇ રહી છે ત્યારે આ કાયદો અમલમાં આવે તે પહેલા માલધારી સમાજે વિરોધ નોંધાવ્યો છે. રાજકોટ (Rajkot) માં માલધારી સમાજે આજે જિલ્લા કલેક્ટર (Collector) ને આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી કે કાયદો બનાવતા પહેલા રખડતાં ઢોરની વૈકલ્પિક વ્યવસ્થા (Alternative arrangement) કરવામાં આવે. કોરોના (corona) ના કપરા કાળમાં માલધારી સમાજે પોતાના જીવ જોખમમાં મૂકીને લોકોને દૂધ પુરૂ પાડ્યું હતું. માલધારી સમાજની ગાયો ક્યારેય છોડતો નથી પરંતુ આખલાઓ રસ્તા પર જોવા મળે છે.
માલધારી સમાજના આગેવાન રણજીત મુંધવાએ કહ્યું હતું કે વિધાનસભામાં જે બિલ પાસ થવા જઇ રહ્યું છે તે માલધારી સમાજ વિરુધ્ધનું બિલ છે. જો સરકારે કાયદો બનાવવો હોય તો પહેલા માલધારી સમાજ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઇએ.
શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે.થોડા દિવસ પહેલા જ મવડી રોડ પર એક વ્યક્તિનો જીવ ગયો હતો જ્યારે રૈયાધાર સ્લમ ક્વાર્ટરમાં બે મહિલાઓને આખલાએ હડફેટે લીધા હતા.
શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ છે જેની સામે માલધારી સમાજ દ્રારા એનિમલ હોસ્ટેલની માંગ કરવામાં આવી છે જે પેન્ડીંગ છે.એનિમલ હોસ્ટેલમાં રખડતાં ઢોરને મૂકી શકાય તે માટેની વ્યવસ્થા હોય છે. માલધારીઓ દાવો કરી રહ્યા છે કે રખડતાં ઢોર છે તે આસપાસના ગામડાંમાંથી આવતા આખલાઓ છે જે શહેરમાં નુકસાન કરે છે મનપાએ આખલાઓને પકડવા જોઇએ.
આ પણ વાંચોઃ Rajkot: દેહ વ્યાપાર છોડીને આત્મનિર્ભય બનવા તરફ ગણિકાઓનો પ્રયાસ, પોલીસ કરી રહી છે મદદ