ખંભાતમાં(Khambhat) રામનવમીમાં થયેલી હિંસાના (Stone Pelting) રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાતો ન પડે તે માટે રાજ્યભરની પોલીસને (Police) એલર્ટ કરી દેવામાં આવી છે.રાજ્યમાં આ ઘટનાને કારણે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ એલર્ટ મોડ પર જોવા મળી છે. રાજકોટ (RAJKOT) પોલીસ દ્વારા પણ સોશિયલ મિડીયા પર પોસ્ટ મૂકીને લોકોને અફવાઓથી દુર રહેવા અને સોશિયલ મિડીયા પર વયમનસ્ય ફેલાય તેવી પોસ્ટ ન મૂકવા માટેની અપીલ કરી છે.
સોશિયલ મિડીયા પર અનિચ્છનીય પોસ્ટ ન મૂકવા અપીલ
રાજકોટ પોલીસ દ્વારા પોતાના સોશિયલ મિડીયા પ્લેટફોર્મ પર પોસ્ટ મૂકી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ખંભાતની ઘટનાને પગલે કેટલાક અસામાજિક તત્વો દ્વારા શાંતિનો ભંગ કરતી અને કોમ કોમ વચ્ચે વયમનસ્ય ઉભું થાય તેવી પોસ્ટ મુકવામાં આવે છે. જેથી લોકોએ આવી પોસ્ટથી દુર રહેવા માટેની અપીલ કરવામાં આવે છે. પોલીસ દ્વારા લોકોને અફવાઓથી દુર રહેવાની પણ અપીલ કરવામાં આવે છે અને શહેરમાં શાંતિ અને સુલેહનો ભંગ ન થાય તેવી પણ અપીલ કરવામાં આવી છે.
સોશિયલ મિડીયા પર સતત નજર,શાંતિ ડહોળનાર સામે થશે કાર્યવાહી
પોલીસે વધુમાં ઉલ્લેખ કર્યો છે કે આ ઘટના બાદ પોલીસ દ્વારા સોશિયલ મિડીયા પર સતત નજર રાખવામાં આવી રહી છે.સાયબર ક્રાઇમની ટીમો દ્વારા સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે જો કોઇ વ્યક્તિ સોશિયલ મિડીયાના માધ્યમથી પરસ્પર કોમ વચ્ચે વય મનસ્ય પેદા થાય તેવી પ્રવૃતિ કરશે અથવા તો ઉશ્કેરણી જનક પોસ્ટ મૂકશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
નોંધનીય છેકે આણંદના ખંભાતમાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. રામ નવમી નિમિતે નીકળેલી શોભાયાત્રાના વાહનો પર પથ્થરમારો થયો હતો. જેના કારણે આણંદ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જોકે પોલીસે તાત્કાલિક સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. સમગ્ર ઘટનામાં ખંભાતમાં રામનવમીની શોભાયાત્રાના ડીજે પર અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. જેની બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. જો કે જુથ અથડામણમાં એક આધેડ વ્યક્તિનું મૃત્યુ થયું છે.
આ પણ વાંચો :રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો ગુજરાત પ્રવાસ પૂર્ણ,રાજકોટ એરપોર્ટથી દિલ્લી જવા રવાના
આ પણ વાંચો :Morbi : પ્રાકૃતિક ખેતી માનવી અને જમીન બંનેનાં સ્વાસ્થ્ય માટે તેમજ ગાયોના સંવર્ધન માટે લાભદાયી : મુખ્યમંત્રી