રાજકોટ (Rajkot) માં 22 માર્ચ – ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ (Azadi Ka Amrut Mahotsav)અંતર્ગત સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિકાસ સંસ્થાન – અમદાવાદના ઉપક્રમે રાજકોટ ચેપ્ટર દ્વારા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે રાજકોટ ખાતે પ્રચાર અને જનજાગૃતિ કાર્યક્રમ (Publicity and Awareness Program) યોજાયો હતો. આ કાર્યક્રમમાં એમ.એસ.એમ.ઈ. સેક્ટર સંલગ્ન યોજનાકીય માહિતી, નવી ઔદ્યોગિક નીતિ, રોકાયેલા પેમેન્ટ, વેન્ડર ડેવલોપમેન્ટ સહીતની બાબતોનું તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
રાજકોટમાં યોજાયેલા આ જનજાગૃતિ કાર્યક્રમના ઇનોગ્રેશન સેશનમાં એમ.એસ.એમ.ઈ. ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ – અમદાવાદના જોઈન્ટ ડાયરેક્ટર વિકાસ ગુપ્તા, ડેપ્યુટી ડાયરેક્ટર પી.એન.સોલંકી, ડી.જી.સી.એફ.ટી.ના જોઈન્ટ ડાયરેક્ટર જનરલ અભિષેક શર્માએ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની યોજનાકીય માહિતી અને એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગના વિકાસમાં ભારત સરકારની નીતિની માહિતી પુરી પાડી હતી.
‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ અંતર્ગત યોજાયેલા પ્રચાર અને જનજાગૃતિ કાર્યક્રમના ટેક્નિકલ સેશનમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર મોરીએ ગુજરાત સરકારની ઔદ્યોગિક નીતિ-2022 અંતર્ગત એમ.એસ.વી. ઉદ્યોગો માટેની વિવિધ યોજનાઓ અને લાભોની માહિતી પુરી પાડી હતી. એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગના અટવાયેલા કે રોકાયેલા પેમેન્ટ માટે સરકારની એમ.એસ.ઈ.એફ.સી.ની રચના અને કામગીરી અંગેની માહિતી ચાર્મી જાની અને અમિત કારોલિયાએ પુરી પાડી હતી. જયારે વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત સરકારના વિવિધ વિભાગોમાં થતી ખરીદીની પ્રક્રિયા માટે સપ્લાયર બનવા માટેનું માર્ગદર્શન હાર્દિક કાતરીયા તેમજ વેસ્ટર્ન રેલવેના નંદલાલ મીના દ્વારા આપવામાં આવ્યું હતું.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ પર પ્રેઝન્ટેશન દ્વારા જી.એસ.ટી.ના એડિશનલ કમિશનર ભારત પ્રકાશે માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે ઉદ્યમ રજીસ્ટ્રેશન, ડીલેઈડ પેમેન્ટ અને જી.એસ.ટી.ને લગતા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
રાજકોટમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ અંતર્ગત યોજાયેલા આ સેમિનારમાં એમ.એસ.એમ.ઈ. રાજકોટના સહાયક નિયામક સ્વાતિ આરવડા, રાજકોટ એન્જીનીયરીંગ એસો.ના પ્રમુખ પરેશ વસાણી, યોગીન છનિયારા, મહેશ સાવલિયા તેમજ મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો-
આ પણ વાંચો-
Published On - 7:29 am, Wed, 23 March 22