રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોમાં અસામાજિક અને લુખ્ખા તત્વો બેફામ બની ગયા છે.છેલ્લા કેટલાક દિવસોમાં આવા તત્વો પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા હોય તેવી કેટલીય ઘટના સામે આવી છે.જેથી સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું આ તત્વોને રાજકોટ પોલીસનો કોઈ ડર નથી રહ્યો. જેમાં લગ્નના ફુલેકામાં ખુલ્લેઆમ દારૂની બોટલો સાથે “પી લે પી લે ઓ મરજાણી” પર ડાન્સ કર્યો ગત 20 ફેબ્રુઆરીએ જ રાજકોટના લગ્નના ફુલેકાનો એક વિડિયો વાયરલ થયો.જેમાં 7 થી 8 શખ્સો “પી લે પી લે ઓ મરજાણી” ગીત પર દારૂની બોટલો સાથે નાચતા હતા અને એકબીજાને ખુલ્લેઆમ દારૂ પીવડાવતા હતા.આ શખ્સોને જાણે પોલીસ અને કાયદાનો કોઈ ડર ન હોય તેમ ખુલ્લેઆમ દારૂની બોટલો સાથે નાચી રહ્યા હતા.
આ વાયરલ વિડિયો જોઈને થોડીવાર તો એવું લાગ્યું કે આ વિડિયો ગુજરાતનો નહિ પરંતુ કોઈ વેબ સિરીઝમાં કોઈ ગેંગસ્ટરના લગન હોય અને તેના સાગરીતો આમ દારૂ સાથે ડાન્સ કરી રહ્યા હોય. પરંતુ આ દ્રશ્યો ખરેખર ગુજરાતના જ છે.જો કે વિડિયો વાયરલ થયાના ગણતરીના કલાકોમાં ભક્તિનગર પોલીસે 7 શખ્સોને ઝડપી પાડયા હતા.અને જે જગ્યાએ આ શખ્સોએ આ દારૂ સાથે ડાન્સ કર્યો હતો તે જગ્યાએ લઈ જઈને ઘટનાનું રી કન્સ્ટ્રકશન કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.
આ તમામ ઘટનાઓમાં પોલીસે આરોપીઓને ઝડપી તો પાડયા છે.પરંતુ આ ઘટનાઓ બની તો રહી છે તે ચોક્કસ વાત છે.ઘટના બન્યા બાદ તો આરોપીઓ પકડાઈ રહ્યા છે.પરંતુ આવી ઘટનાનો બનતી કંઈ રીતે અટકાવી તે જરૂરથી પોલીસ સામે પડકારરૂપ બન્યું છે.જેથી આવા અસામાજિક તત્વોને કડકમાં કડક સજા થાય જેથી દાખલો બેસે અને અન્ય શખ્સો આવી કરતૂત કરતા પહેલા વિચારે લોકમાંગ ઉઠી છે.
આ દરમિયાન સાઈડમાંથી નીકળવા હતા આ શખ્સોમાંથી એક શખ્સ તેની કારના બોનેટ પર ચડી ગયો હતો અને અને ત્રણેય શખ્સોએ મળીને કારની આગળ અને પાછળની બાજુના તમામ કાચ ફોડી નાખ્યા હતા.આ શખ્સો સાથે ભોગ બનનાર લોકોને કોઈ પણ જાતના લેવા દેવા વગર આ લુખ્ખા તત્વોએ લોકોને નુકસાન પહોંચાડ્યું હતું.
માલવિયા નગર પોલીસે આ ત્રણેય શખ્સ ધવલ અસૈયા, ભાવિન દેવડા અને આકાશ જરીયાને ઝડપી પાડયા છે..આ આરોપીઓ રીઢા ગુનેગાર છે.જેમાંથી ભાવિન ઉપર ગેરકાયદે હથિયાર સહિતના 2 ગુનાઓ નોંધાયેલા છે.જ્યારે આરોપી આકાશ સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દારૂ અને જુગારના 7 જેટલા કેસો નોંધાયા છે.
આ ઉપરાંત ગત 12 ફેબ્રુઆરીએ નામચીન અને અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂકેલા રોકી ઉર્ફે વિશાલ જોશી મોડી રાત્રે સ્વામિનાાયણ ચોક નજીક પોતાના મિત્રો સાથે ખુલ્લેઆમ રસ્તો રોકી જાહેરમાં કેક કાપી જન્મ દિવસની ઉજવણી કરી રહ્યા હતા.ત્યારે મોડી રાત્રે જાહેરમાં ન્યુસન્સ ફેલાવતા શખ્સોને પોલીસે રોકતા આ શખ્સોએ પોલીસ પર જ હુમલો કરી દિધો હતો અને નાસી છૂટયા હતા.પોલીસે આ ઘટનામાં 4 લોકોની ધરપકડ તો કરી છે પરંતુ મુખ્ય આરોપી રોકી સહિત 3 શખ્સો ઘટનાના 10 દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર છે.
આ પણ વાંચો : અમદાવાદમા લાયસન્સ વગર ચાલતી રેપિડો બાઇક ટેક્સી બંધ કરવા આરટીઓએ આપ્યો આદેશ