Russia Ukraine War: રાજકોટના ધોરાજીનો પ્લાસ્ટિક રિસાઈકલ ઉદ્યોગ ભીંસમાં, યુદ્ધની અસર કારખાના પર પડી

|

Mar 10, 2022 | 10:02 PM

ધોરાજી પ્લાસ્ટિક વેસ્ટ રિસાયકલનો ઉદ્યોગના રો-મટીરીયલની કિંમતો અચાનક  વધી ગઈ છે ઉપરથી મટિરિયલ પૂરતા પ્રમાણમાં મળતું નથી. હવે આ ઉદ્યોગ દ્વારા બનવવામાં આવતા દોરડા, કાળા પાઇપ વગેરેની અહીંથી નિકાસ થતી તે પણ બંધ થયા છે.હવે કારખાના ચાલુ રાખવા માટે અહીં પૂરતું રૉ-મટીરીયલ મળતું નથી

Russia Ukraine War: રાજકોટના ધોરાજીનો પ્લાસ્ટિક રિસાઈકલ ઉદ્યોગ ભીંસમાં, યુદ્ધની અસર કારખાના પર પડી
Rajkot Dhoraji Plastic Recycle Industry(File Image)

Follow us on

રશિયા અને યુક્રેનના યુદ્ધ(Russia Ukraine War) ના લીધે  ગુજરાત સહિત ભારતના ઉદ્યોગોને અસર થઈ છે.  જેમાં  રાજકોટ જિલ્લાના ધોરાજીના (Dhoraji) પ્લાસ્ટિકના કચરાને રિસાયકલ(Plastic Recycle) કરી તેમાંથી અનેકવિધ વસ્તુ બનાવાનો  ઉદ્યોગ પણ તેની અસરથી બાકાત નથી રહ્યો. ધોરાજીમાં દેશભરના મોટા શહેરોમાંથી રોડ પર કે બાજુમાં ફેંકી દેવાયેલા પ્લાસ્ટિક વેસ્ટ રિસાયકલનો ઉદ્યોગ ધમધમે છે.અહીં રોજ દેશભરમાંથી રોડ વેસ્ટનો પ્લાસ્ટિકનો કચરો આવે છે અને તેમાંથી રિસાયકલ કરી અનેક વસ્તુઓ બનવાય છે.ધોરાજીમાં પ્લાસ્ટિક રિસાયકલના 400 થી પણ વધારે કારખાના છે અને અહીં સીધી રીતે 10 હજાર લોકોને રોજગારી મળે છે.જયારે આડકતરી રીતે અહીં 25 હજાર લોકો આ ઉદ્યોગમાંથી રોજગારી મેળવે છે.યુદ્ધની અસર કેવી રીતે પ્લાસ્ટિક ઉદ્યોગ પર પડી એનું કારણ સમજીએ તો પ્લાસ્ટિક વેસ્ટનો ઉદ્યોગ સીધી રીતે જ પેટ્રો કેમિકલ સાથે સંકળાયેલો છે અને હાલ યુદ્ધની સ્થિતિને લઈને ક્રૂડની કિંમતો 10 વર્ષની ટોચ ઉપર છે.

કારખાના માલિકો ધંધો અને પોતાના કારખાના કેમ ચાલવા તેની મુંઝવણમાં

જેને લઈને આ ઉદ્યોગના રો-મટીરીયલની કિંમતો અચાનક  વધી ગઈ છે ઉપરથી મટિરિયલ પૂરતા પ્રમાણમાં મળતું નથી. હવે આ ઉદ્યોગ દ્વારા બનવવામાં આવતા દોરડા, કાળા પાઇપ વગેરેની અહીંથી નિકાસ થતી તે પણ બંધ થયા છે.હવે કારખાના ચાલુ રાખવા માટે અહીં પૂરતું રૉ-મટીરીયલ મળતું નથી.સાથે સાથે અહીં પ્લાસ્ટિક વેસ્ટમાંથી બનતી વિવિધ વસ્તુઓની માંગ ઘટી છે.કારખાના કેમ ચાલુ રાખવા તે મોટી સમસ્યા છે એમાં 50 ટકા જેટલા કારખાનાઓ બંધ પડ્યા છે..હાલ તો આ કારખાના માલિકો ધંધો અને પોતાના કારખાના કેમ ચાલવા તેની મુંઝવણમાં છે.

નવું રૉ-મટીરિયલ મળતું નથી અને રોડ સાઈડનો પ્લાસ્ટિક વેસ્ટ પણ આવતો નથી

એક તરફ યુદ્ધને કારણે રૉ-મટીરિયલની તંગી તો બીજી તરફ સરકારની ટેક્સની નીતિને હિસાબે ધોરાજીના આ ઉદ્યોગ સાથે સંકળાયેલા કારખાનેદારોની હાલત કફોડી છે.કારણકે યુદ્ધની સ્થિતિ વચ્ચે નવું રૉ-મટીરિયલ મળતું નથી અને રોડ સાઈડનો પ્લાસ્ટિક વેસ્ટ પણ આવતો નથી.આ ઓછું હોય તેમ ફ્રેશ અને વર્જિન પ્લાસ્ટિકમાં 18 ટકા ટેક્સ છે.રોડ સાઈડ વેસ્ટમાં પણ એટલો જ ટેક્સ છે, આ વીટંબણાઓમાંથી બહાર નીકળવા કારખાનેદારો સરકાર પાસે મદદની માગ કરી રહ્યા છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ધોરાજીનો રિસાયકલ પ્લાસ્ટિક ઉદ્યોગ તમામ બાજુથી ઘેરાઈ ગયો

ઉદ્યોગકારનું કહેવું છે કે આ કામ થકી તેઓ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું કામ કરે છે તો તેમની ઉપર તો ટેક્સ નહીંવત અથવા વાજબી હોવો જોઈએ.હાલ તો ધોરાજીનો રિસાયકલ પ્લાસ્ટિક ઉદ્યોગ તમામ બાજુથી ઘેરાઈ ગયો છે.પ્રથમ કોરોના અને હવે યુદ્ધની અસર, વધારામાં ટેક્સનું ભારણ.આ સંજોગોમાં આ ઉદ્યોગકારોને ટકી રહેવા સરકાર કોઈ રસ્તો કાઢે તેની આ ઉદ્યોગકારો આશા રાખી રહ્યા છે.

આ પણ વાંચો : PM MODI આવતીકાલે 9 કિલોમીટર લાંબો Road Show કરશે, જાણો આ રોડ-શૉનો રૂટ

આ પણ વાંચો : Vadodara: ડભોઈમાં 6 વર્ષની બાળા પર દુષ્કર્મ કેસમાં પોકસો કોર્ટે આરોપીને 46 વર્ષની સજા ફટકારી

 

Next Article