Rajkot: RMCના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર સામે પોલીસ ફરિયાદ, લગ્નની લાલચ આપી મહિલા પોલીસ કોન્સ્ટેબલ પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

|

Mar 31, 2023 | 8:35 PM

Rajkot News : મહિલા પોલીસ કર્મીએ ફરિયાદમાં કહ્યુ કે લગ્નની વાત કરતા વિપુલ નાગેશ્વર ખાતેના તેના ફલેટે મને લઇ ગયો હતો અને ત્યાં મારી સાથે બળજબરી કરી હતી.

Rajkot: RMCના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર સામે પોલીસ ફરિયાદ, લગ્નની લાલચ આપી મહિલા પોલીસ કોન્સ્ટેબલ પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

Follow us on

રાજકોટ મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા વિપુલ મકવાણાએ લગ્નની લાલચ આપીને એક મહિલા પોલીસ કોન્સટેબલ પર દુષ્કર્મ ગુજાર્યાની ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંઘાઈ છે. વર્ષ 2018માં ડિમોલેશન દરમિયાન બંન્ને મળ્યા હતા અને બાદમાં લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું, પરંતુ લગ્નની વાત આવી ત્યારે પરિવારજનો ના પાડી રહ્યા હોવાનું કહીને સબંધો તોડી નાખ્યા હતા.

આ અંગે અંતે મહિલા પોલીસ કર્મીએ વિપુલ મકવાણા વિરુદ્ધ કલમ 379(2) એન, 323, 506 મુજબ ગુનો નોંધાવી હતી. જેના આધારે પોલીસે વિપુલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો- Gujarati Video : ખેડૂતો માટે રાહતના સમાચાર, રાજ્યમાં 5 દિવસ વરસાદની કોઈ શક્યતા નહીં

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

વોટ્સઅપ પર મેસેજ શરૂ થયા, લગ્નની ઓફર આપી

મહિલા પોલીસકર્મીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે વર્ષ 2018માં રૈયા ચોકડી ખાતે ડિમોલેશનની પ્રક્રિયા ચાલતી હતી, ત્યારે વિપુલ મનસુખ મકવાણાએ મારા મોબાઈલ નંબર લીધા હતા અને કંઈ કામ હોય તો મારો સંપર્ક કરજો તેવું કહ્યું હતું. બાદમાં થોડા દિવસો પછી વિપુલનો ફોન આવ્યો હતો અને હથિયાર લાયસન્સને લઈને માહિતી લીધી હતી.

જે બાદ વિપુલે આપણે બંન્ને એક જ જ્ઞાતિના છીએ તેમ કહીને મિત્રતા રાખવા કહ્યું હતું અને બાદમાં વોટ્સઅપ પર મેસેજ ચાલુ રાખ્યા હતા. વર્ષ 2019માં હું જ્યારે બીમાર પડી ત્યારે તે મને જોવા હોસ્પિટલ આવ્યો હતો અને મને તું બહું ગમુ છુ તેવું કહ્યું હતું અને લગ્નની ઓફર આપી હતી. બાદમાં તેણે અવારનવાર લગ્નની લાલચ આપીને અવારનવાર દુષ્કર્મ આચર્યુ હતું.

વિપુલના પરિવારને પણ પ્રેમ સંબંધની જાણ હતી

મહિલા પોલીસ કર્મીએ ફરિયાદમાં વઘુ જણાવ્યું હતું કે, વિપુલ અને તેના પ્રેમ સબંધની તેના ભાઈ ભાભી અને માતા પિતાને પણ જાણ હતી. જો કે વિપુલ અને તેનો પરિવાર લગ્ન ન કરવા પડે તે માટે બ્હાના કાઢતો હતો. વીડિયો કોલમાં વિપુલે મને જો પ્રેમ કરતી હોય તો હાથ બાળી નાખવા કહ્યું હતું અને મેં ગરમ તેલ હાથમાં નાખી પણ દીધું હતું.

મહિલા પોલીસ કર્મીએ ફરિયાદમાં કહ્યું કે લગ્નની વાત કરતા વિપુલ નાગેશ્વર ખાતેના તેના ફલેટે મને લઈ ગયો હતો અને ત્યાં મારી સાથે બળજબરી કરી હતી. બાદમાં વિપુલે અલગ અલગ સ્થળે બોલાવીને આપણા લગ્ન શક્ય નથી તેવું કહ્યું હતું. વિપુલે મારી સાથે લગ્ન ન કરીને અવારનવાર મારી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું અને મારા ફોટો પણ પાડી લીધા હતા. આ ફોટો સબંધીઓને મોકલી આપવાની ધમકી આપી હતી. આ મુદ્દે મહિલા પોલીસકર્મીએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article