Rajkot: નાઈટ કર્ફ્યુને લીધે ટ્રાવેલ્સ સંચાલકોની હાલત કફોડી, ટ્રાવેલ્સ સંચાલકોએ પોલીસ કમિશનર પાસે છૂટછાટની માંગ કરી

|

Jul 05, 2021 | 6:14 PM

ટ્રાન્સપોર્ટ સંચાલકોનું કહેવું છે કે છેલ્લા દોઢ વર્ષથી આ વ્યવસાયને માઠી અસર પડી છે અને તેમાં પણ રાત્રી કર્ફ્યૂ દરમ્યાન શહેરમાં બસોને પ્રવેશ આપવામાં આવતો નથી.

Rajkot: કોરાનાકાળ (Corona Virus)માં ખાનગી ટ્રાવેલ્સના સંચાલકોની હાલત કફોડી બની છે. ટ્રાવેલ્સ સંચાલકો રાત્રી કર્ફ્યૂ (Night Curfew)ના સમયમાં શહેરમાં પ્રવેશ કરવાની માંગ સાથે પોલીસ કમિશનરને આવેદન પત્ર આપવા માટે પહોંચ્યા હતા.

 

 

ટ્રાન્સપોર્ટ સંચાલકોનું કહેવું છે કે છેલ્લા દોઢ વર્ષથી આ વ્યવસાયને માઠી અસર પડી છે અને તેમાં પણ રાત્રી કર્ફ્યૂ દરમ્યાન શહેરમાં બસોને પ્રવેશ આપવામાં આવતો નથી. જેને લઈને લાંબા રૂટની બસોને આવવા અને જવામાં ભારે હાલાકી પડી રહી છે.

 

પરિણામે 60 ટકા સ્લીપર બસો બંધ હાલતમાં છે. પ્રાઈવેટ ટ્રાવેલ્સ સંચાલકોએ પોલીસ કમિશનર પાસે છૂટછાટની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં લાંબા રૂટની બસો ચલાવતા 500થી વધુ ધંધાર્થીઓ છે, જ્યારે એક હજારથી વધુ દૈનિક બસો ચાલે છે.

 

આ પણ વાંચો: Rajkot: ‘જ્યાં ટુકડો રોટલો, ત્યાં હરિ ઢુકડો’ વિરપુર (Virpur) જલારામધામમાં 85 દિવસ બાદ અન્નક્ષેત્ર શરૂ

 

આ પણ વાંચો: Health Tips: Blood Group પ્રમાણે અપનાવો ખોરાક, જાણો બ્લડ ગ્રુપ પ્રમાણે શું ખાવું અને કઈ બાબતનું ધ્યાન રાખવું

Next Video