Health Tips: Blood Group પ્રમાણે અપનાવો ખોરાક, જાણો બ્લડ ગ્રુપ પ્રમાણે શું ખાવું અને કઈ બાબતનું ધ્યાન રાખવું

Health Tips: દરેક બ્લડ બ્લડ ગ્રૂપનો પોતાનો એક અલગ સ્વભાવ અને પ્રકૃતિ છે. જેથી આપણી ખાણી-પીણીની સીધી અસર આપણાં બ્લડ ગ્રૂપ પર પડે છે.

Health Tips: Blood Group પ્રમાણે અપનાવો ખોરાક, જાણો બ્લડ ગ્રુપ પ્રમાણે શું ખાવું અને કઈ બાબતનું ધ્યાન રાખવું
What to eat according to blood group
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2021 | 5:19 PM

Health Tips: ઘણી વાર પૌષ્ટિક અને મોંઘા ખોરાક લેવાથી પણ લોકોનું સ્વાસ્થય સારું રહેતું નથી, જેના ઘણા કારણો હોય શકે છે પરંતુ જો પોતાના બ્લડ ગ્રૂપ (Blood Group) ના હિસાબે જ ખોરાક (Diet) લેવામાં આવે તો સ્વાસ્થય સબંધી ઘણા ફાયદાઓ જોવા મળી શકે છે. બ્લડ ગ્રૂપના આધારે લીધેલા ખોરાકને શરીર વધુ પચાવી શકે છે.

સ્વાસ્થય સબંધી એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દરેક બ્લડ બ્લડ ગ્રૂપનો પોતાનો એક અલગ સ્વભાવ અને પ્રકૃતિ છે. જેથી આપણી ખાણી-પીણીની સીધી અસર આપણાં બ્લડ ગ્રૂપ પર પડે છે.

બ્લડ ગ્રૂપ (Blood Group) મુખ્ય ચાર પ્રકારના હોય છે. O,A,B અને AB. આજે આપણે અહી જાણીશું કે ક્યા બ્લડ ગ્રૂપ વાળાઓએ કેવો ખોરાક લેવો જોઈએ અને કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો

O Blood Group: O બ્લડ ગ્રૂપ વાળાઓએ હાઇ પ્રોટીન યુક્ત ખોરાક લેવો જોઈએ. જેમાં દાળ, મીટ, માછલી, ફળ વગેરે ઘણી ચીજો સામેલ છે. આપના ખોરાકમાં અનાજ કઠોળ અને સાથે સાથે લીલા શાકભાજીનો પણ યોગ્ય સમાવેશ કરો. આ તમામ વસ્તુઓ આપના આરોગ્ય માટે ઘણી ફાયદાકારક સાબિત થશે.

A Blood Group: A બ્લડ ગ્રૂપ વાળા લોકોને પોતાના ખોરાકમાં લીલા શાકભાજી સિવાય પણ ટોફૂ (Tofu), સી-ફૂડ (Sea Food), અને અલગ અલગ પ્રકારની દાળને સાંકળી લેવી જોઈએ. આ લોકો ઓલિવ ઓઇલ, દૂધ બનાવટી ચીજો, મકાઇ, અને સી-ફૂડની એક સારી એવી ડાયેટ કોમ્બીનેશન બનાવી શકે છે.

શું ન ખાવું જોઈએ ? એક્સપર્ટસનું કહવું છે કે આ બ્લડ ગ્રૂપ વાળાની રોગ પ્રતિકારક શક્તિ અત્યંત સંવેદનશીલ હોય છે, જેથી કરીને A Blood Group વાળાએ ખાવા પીવાની બાબતમાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ.

આવા લોકોને માંસાહારથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. જો કે શરીર માંસને સરળતાથી નથી પચાવી શકતું. જેથી કરીને આ લોકોને ચિકન-મટન ખાવાની સલાહ નથી આપવામાં આવતી.

B Blood : B બ્લડ ગ્રૂપ વાળા લોકો આ બાબતે ઘણા નસીબદાર છે. જો કે આ બ્લડ ગ્રૂપ વાળા લોકોએ ખાવાની બાબતમાં વધુ પડતું ધ્યાન રાખવું નથી પડતું. આ બ્લડ ગ્રૂપ વાળા લોકો લીલા પાન વાળા શાકભાજી, માંસ મચ્છી, ફળ બધુ જ ખાય શકે છે.

B બ્લડ ગ્રૂપ વાળા આ બાબતનું રાખો ધ્યાન: એક્સપર્ટસનું કહેવું છે કે આ બ્લડ ગ્રૂપ વાળાની પાચન શક્તિ ઘણી સારી હોય છે જેથી કરીને તેના શરીરમાં ચરબી (Fat) જમા થતી નથી. ડેરી પ્રોડક્ટસ ઈંડા વગેરે પણ આરામથી ખોરખમાં લઈ શકે છે પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે કોઈ પણ ચોક્કસ ખાન- પાનની આદત ન પડે અને ખોરાક સંતુલિત રહે.

AB Blood Group: AB બ્લડ ગ્રૂપ ઘણા ઓછા લોકોમાં જોવા મળે છે. જે બાબતોનું ધ્યાન A અને B બ્લડ ગ્રૂપ વાળાએ રાખવાનું છે તે જ સાવધાનીઓ આ બ્લડ ગ્રૂપ વાળાએ રાખવાની સલાહ આપવામાં આવે છે. AB બ્લડ ગૃપ વાળાને ફળ અને લીલ શાકભાજી તેમના ખોરાકમાં ભરપૂર માત્રમાં લેવાની સલાહ આપવામાં આવે છે.

ઘણા લોકોને વધતી જતી ઉમરને લઈને હાઇ બ્લડ પ્રેશર (High BP), લો બ્લડ પ્રેશર (Low BP) અથવા તો ડાયાબિટીસ જેવી બીમારીઓ ઘેરી લેતી હોય છે. જેથી કરીને ખોરાકને લઈને એક વાર અનુભવી ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. કોઈ પણ વ્યક્તિની શારીરક સ્થિતિને ધ્યાનમાં રાખીને એક્સપર્ટ તેને સાચા ખોરાકની સલાહ આપી શકે છે.

ચેતવણીઃ આ લેખ પ્રાથમિક જાણકારીઓ એકત્રિત કરીને તૈયાર કરવામાં આવ્યો છે. લેખમાં ઉલ્લેખ થયેલી કોઈ પણ સલાહ અથવા પ્રયોગને તમારા પર અજમાવતા પહેલા એક વાર અનુભવી ડોક્ટર અથવા જે તે વિષયના તજજ્ઞની સલાહ લઈને કરશો.

Latest News Updates

ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
g clip-path="url(#clip0_868_265)">