Rajkot : મોજ નદીના કિનારે આવેલા સોમનાથ મંદિરને નુકસાન પહોંચ્યું, પૂરને કારણે મંદિરનો કેટલોક ભાગ ધરાશાયી

|

Sep 15, 2021 | 6:26 PM

નોંધનીય છેકે છેલ્લા ચારથી પાંચ દિવસથી રાજકોટ જિલ્લા અને ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. અને, ભારે વરસાદને પગલે જિલ્લામાં પૂરની સ્થિતિનું સર્જન થયું છે.

રાજકોટમાં ઉપલેટામાં મોજ નદીના કિનારે આવેલા સોમનાથ મહાદેવ મંદિરમાં નુકસાન પહોંચ્યું છે. મોજ નદીમાં આવેલા ભારે પૂરના કારણે મંદિરનો કેટલોક ભાગ ધરાશાયી થયો છે. મંદિરનાં પટાંગણમાં વીજ પોલ, વૃક્ષ સહિત મંદિરના કેટલાક ભાગમાં પૂરના પાણીથી નુકસાન થયું છે.

નોંધનીય છેકે છેલ્લા ચારથી પાંચ દિવસથી રાજકોટ જિલ્લા અને ગીર સોમનાથ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. અને, ભારે વરસાદને પગલે જિલ્લામાં પૂરની સ્થિતિનું સર્જન થયું છે. અને, પૂરને કારણે જિલ્લામાં ઘણી જગ્યાએ નુકસાનીના સમાચાર આવી રહ્યાં છે.

ત્યારે ભારે વરસાદને પગલે ઉપલેટા પંથકની મોજ નદીમાં ભારે પૂર આવ્યું હતું. અને, નદીમાં પૂર આવવાને કારણે નદીકિનારાના આસપાસના વિસ્તારમાં તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં સોમનાથ મહાદેવ મંદિરને ભારે નુકસાન પહોંચ્યું છે.

હજુ પણ સૌરાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. જેને કારણે વરસાદી પાણીનો ભરાવો અને રોડ-રસ્તાઓ બંધ થયાના અહેવાલો સાંપડી રહ્યાં છે. જોકે, સારા વરસાદને કારણે ધરતીપુત્રો અને લોકોમાં ખુશાલીનો માહોલ છે.

 

આ પણ વાંચો :  Gallantt Group: દેશની સૌથી મોટી સંકલિત સ્ટીલ કંપનીઓમાંની એક, ગેલન્ટ ગ્રુપે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પ્રખ્યાત બોલિવૂડ ફિલ્મ સ્ટાર અજય દેવગનને સાઇન કર્યો

આ પણ વાંચો : BJP: પહેલા બહુમતિ અને પછી જ્ઞાતિવાદી રાજકારણ બન્યુ ભાજપની મજબુરી, ચૂંટણી પહેલા જાણો કયા રાજ્યનાં CM બદલાઈ શકે છે

 

Published On - 12:52 pm, Wed, 15 September 21

Next Video