Rajkot : કોરોના કેસમાં ઉછાળો આવતા આરોગ્ય વિભાગ થયુ દોડતુ, શહેરમાં એક્ટિવ કેસનો આંકડો 146 પર પહોંચ્યો

|

Mar 28, 2023 | 12:49 PM

Rajkot: રાજકોટમાં કોરોના કેસમાં ફરી ઉછાળો આવ્યો છે. શહેરમાં 19 નવા કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતુ થયુ છે. હાલ એક્ટિવ કેસનો આંકડો 146 પર પહોંચી ગયો છે. ત્યારે શહેરમાં કોન્ટેક ટ્રેસિંગની કામગીરી ફરી શર કરી દેવાઈ છે.

Rajkot : કોરોના કેસમાં ઉછાળો આવતા આરોગ્ય વિભાગ થયુ દોડતુ, શહેરમાં એક્ટિવ કેસનો આંકડો 146 પર પહોંચ્યો

Follow us on

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ધીરે ધીમે પણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 19 કેસ નોંધાયા છે. રવિવારે કોરોનાના 30 કેસ નોંધાયા બાદ આજે ફરી 19 કેસ નોંધાતા આરોગ્યવિભાગ દોડતુ થયુ છે. 19 પોઝિટિવ કેસ સાથે રાજકોટ શહેરમાં એક્ટિવ કેસનો આંક 146 પર પહોંચી ગયો છે. સોમવારે 12 જેટલા દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. હાલમાં 146 એક્ટિવ કેસ પૈકી 6 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એ તમામ દર્દીની તબિયત સુધારા પર છે.

146 પૈકી 142 દર્દી વેક્સિનેટેડ છે, 19 પૈકી 2 ની ટ્રાવેલ હિસ્ટ્રી

રાજકોટ શહેરમાં જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આરોગ્ચ તંત્રએ કોન્ટેક ટ્રેસિંગની કામગીરી શરૂ કરી છે. રાજકોટ શહેરમાં નવા સામે આવેલા 19 કેસ પૈકી 2 દર્દીની ટ્રાવેલીંગ હિસ્ટ્રી છે. 19 દર્દી પૈકી 7 દર્દીએ વેક્સિનના ત્રણ ડોઝ લીધા છે. જ્યારે 12 દર્દીઓએ બે ડોઝ લીધા છે. હાલમાં કુલ 146 દર્દીઓ પૈકી 142 દર્દીઓ ફુલ વેક્સિનેડ છે.

અન્ય રોગચાળામાં પણ વધારો

શહેરમાં કોરોનાના કેસોની સાથે સામાન્ય શરદી અને ફલૂના કેસોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. રાજકોટ મહાનગરપાલિકાએ સોમવારે સપ્તાહિક રોગચાળાના આંકડા જાહેર કર્યા છે. જેમાં સામાન્ય શરદીના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. હાલમાં શહેરમાં મિશ્રઋતુ ચાલી રહી છે. ત્યારે લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સાપ્તાહિત આંકડા પર નજર કરીએ તો

શરદી ઉધરસ- 390 કેસ
તાવ- 42 કેસ
ઝાડા ઉલટી 77 કેસ

આ આંકડા માત્ર સરકારી હોસ્પિટલના છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં આ કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. વધતા જતા રોગચાળાને કારણે આરોગ્ય વિભાગ વિવિધ સ્થળોએ દવાનો છંટકાવ, મચ્છરોની ઉત્પતિ રોકવાના પ્રયાસ અને ફોગિંગ સહિતના પ્રયાસો કરી રહ્યું છે.

આ પણ વાંચો: Corona Breaking News : આજે ગુજરાતમાં કોરોનાના 301 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 1800ને પાર

સામાન્ય લક્ષણ જણાય તો ટેસ્ટ કરાવો- આરોગ્ય વિભાગ

જે રીતે કોરોના અને અન્ય ફલુના કેસોમાં વધારો થયો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે લોકોને સાવચેતી રાખવા માટે અપીલ કરી છે. જો સામાન્ય શરદી ઉધરસ તાવ આવવો અને નબળાઇ લાગવી આવા લક્ષણ હોય તો ઘરેલું ઉપચાર કરવાને બદલે તુરંત જ તબીબની સલાહ લેવી જોઇએ અને જરૂર જણાયે જરૂરી ટેસ્ટ કરાવવાની અપીલ કરવામાં આવી છે. જેથી જેટલી જલ્દી સારવાર મળે તેટલી જલ્દી રોગને ફેલાવતા અટકાવી શકાય છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article