રાજકોટ : જેતપુરમાં બનેલ પક્ષી ઘરને યુનિવર્સલ અમેઝિંગ એવોર્ડ અપાયો, ખેડૂતે શિવલિંગ આકારનું પક્ષી ઘર બનાવ્યું

ભગવાનજીભાઈનો મુખ્ય ધંધો ખેતીનો છે અને તેવો વર્ષોથી ખેતી કામ કરે છે. જ્યારે જ્યારે તેઓ ખેતરે જાય ત્યારે તેઓને પક્ષીઓ જોઈને પ્રેમ આવતો હતો. પક્ષીઓ કુવામાં અંદર માળા બનાવે અને પછી જ્યારે વરસાદ કે અન્ય આપદા આવે પક્ષીઓ હેરાન થાય છે તેવુ તેમણે જોયું

રાજકોટ : જેતપુરમાં બનેલ પક્ષી ઘરને યુનિવર્સલ અમેઝિંગ એવોર્ડ અપાયો, ખેડૂતે શિવલિંગ આકારનું પક્ષી ઘર બનાવ્યું
Rajkot: The bird house built in Jetpur was given the Universal Amazing Award
| Edited By: | Updated on: Feb 27, 2022 | 5:18 PM

રાજકોટ જિલ્લાના જેતપુર (Jetpur)તાલુકામાં બનેલ એક પક્ષી ઘરની (bird house) નોંધ યુનિવર્સલ અમેઝિંગ એવોર્ડ (Universal Amazing Award) દ્વારા લેવામાં આવી છે. અને યુનિવર્સલ અમેઝિંગ એવોર્ડ આપવામાં આવ્યો છે. સાંકળી ગામે યોજાયેલ એવોર્ડ સમારોહમાં ધારાસભ્ય જયેશ રાદડિયા, સહીત અનેક મહાનુભાવોની હાજરીમાં એવોર્ડ આપવામાં આવ્યો હતો. જેતપુર તાલુકાના સાંકળી ગામે ખેડૂત પુત્ર ભગવાનજીભાઈએ ગામના પાદરમાં 2500 માટલા નું 500 થી 600 વારમાં આ પક્ષી ઘર બનાવ્યું, જે શિવલિંગ આકારનું આ પક્ષી ઘર બનાવતા ભગવાનજી ભાઈને દોઢ વર્ષ અને 20 લાખનો ખર્ચ થયો હતો.

ખાસ માટીના માટલામાંથી બનેલ આ પક્ષી ઘરની વિશેષતા છે કે અહીં જે માટલા વપરાય છે તેમાં પક્ષીઓને ગરમી ઠંડી અને વરસાદથી રક્ષણ મળે છે, 10 હજારથી પણ વધારે પક્ષીઓ રહી શકે તેવી બનાવટ છે, ભગવાનજી ભાઈના આ પ્રયત્ન અને પક્ષી પ્રેમની વાતથી શકે તેમ નથી, ભગવાનજીભાઈની આ મહેનતની નોંધ દરેક મીડિયા અને લોકોએ લીધી હતી. અને ભગવાનજીભાઈના આ પ્રયત્ન સાથે ભગવાનજીભાઈના પ્રયત્ને યુનિવર્સલ અમેઝિંગ એવોર્ડ દ્વારા નોંધવામાં આવ્યો. અને જેમાં ભગવાનજીભાઈના પ્રયત્ન દ્વારા માત્ર પક્ષીઓ જ નહિ પરંતુ પક્ષીઓ દ્વારા જે કુદરતી રીતે વૃક્ષો અને અન્ય વનસ્પતિનું વાવેતર થશે અને વૃક્ષો પણ નવજીવન મળશે. જેને લઈને ભગવાનજીભાઈના આ પ્રયત્નને બિરદાવા સાથે યુનિવર્સલ એવોર્ડ આપવામાં આવ્યો.

આસપાસ પક્ષીઓ માટે ખાસ ચબુતરો સાથે પીવાના પાણીના કુંડના પણ બનાવ્યા

ભગવાનજીભાઈનો મુખ્ય ધંધો ખેતીનો છે અને તેવો વર્ષોથી ખેતી કામ કરે છે. જ્યારે જ્યારે તેઓ ખેતરે જાય ત્યારે તેઓને પક્ષીઓ જોઈને પ્રેમ આવતો હતો. પક્ષીઓ કુવામાં અંદર માળા બનાવે અને પછી જ્યારે વરસાદ કે અન્ય આપદા આવે પક્ષીઓ હેરાન થાય છે તેવુ તેમણે જોયું. જેને માટે તેમને ચિંતા થઈ અને આ ચિંતા અને પ્રેમનું પરિણામ આવ્યું એક અદભુત પક્ષી ઘર.

શિવલિંગ આકારનું પક્ષી ઘર બનાવવાનું કારણ એ છે કે ભગવાનજીભાઈ પોતે શિવજીના ભક્ત છે. ગામના લોકોને દૂરથી શિવજીના મંદિર અને શિવલિંગ આકારના આ પક્ષી ઘરના દર્શન થાય તેવુ તેઓ ઈચ્છતા હતા. પક્ષી ઘરમાં ભગવાન શિવનું મંદિર પણ બનાવાયુ છે. આસપાસ પક્ષીઓ માટે ખાસ ચબુતરો સાથે પીવાના પાણીના કુંડના પણ બનાવ્યા છે. 20 લાખ રૂપિયાનો ખર્ચ તેમણે પક્ષી ઘર બનાવવા માટે કર્યો ત્યારે તેના ઘરના લોકોએ સાથે આપ્યો અને ગ્રામપંચાયતે જમીન આપીને મદદ પણ કરી. જેથી ભગવાનજીનું પક્ષી ઘરનું સપનુ સાકાર થયું.

આ પણ વાંચો : Bhavnagar : ડુંગળીની મબલખ આવકથી માર્કેટયાર્ડ ઉભરાયા,કામચલાઉ ધોરણે આવક બંધ કરાઈ

આ પણ વાંચો : Dwarka Declaration : કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી 2022માં 125 બેઠક જીતવા બ્લૂ પ્રિન્ટ બનાવી, પ્રજાહિતના 12 મુદ્દાનો સંકલ્પ કર્યો