Rajkot: લગ્ન માટેના 65 લાખ રૂપિયા શેરબજારમાં ગુમાવતાં યુવકનો આપઘાત

|

Mar 26, 2022 | 7:25 PM

પુત્રના લગ્ન માટે પિતાએ જમીન વેચી ઘરમાં નાણા રાખ્યા હતાં જે પુત્ર શેરબજારમાં હારી ગયા બાદ તેણે આ પગલું ભરી લેતાં એકનો એક પુત્ર ગુમાવી દેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

રાજકોટ (Rajkot) શહેરમાં વધુ એક યુવાને આત્મહત્યા (Suicide) કરી દીધી છે. ૨૫ વર્ષીય યુવાન પર શેરબજાર (stock market) માં ૬૭ લાખ રૂપિયાનું દેવુ થઇ જતા આત્મહત્યા કરી લીધી છે. મોરબી રોડ પર આવેલા સેટેલાઇટ ચોકના બ્રહ્માણી પાર્કમાં રહેતા યુવકે પોતાના રૂમમાં ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી છે. પુત્રના લગ્ન માટે પિતાએ જમીન વેચી ઘરમાં નાણા રાખ્યા હતાં જે પુત્ર શેરબજારમાં હારી ગયા બાદ તેણે આ પગલું ભરી લેતાં એકનો એક પુત્ર ગુમાવી દેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

પોલીસને જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્‍સ. હિતેષભાઇ જોગડા સહિતે સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ મૃતક રોહીત શેરબજારનું કામકાજ કરતો હતો. પિતાએ તેના લગ્ન માટે પોતાના ગામમાં આવેલી જમીન વેંચી હતી. તેના રૂા.80 લાખ આવ્‍યા હતા. તેમાંથી પિતા ગોરધનભાઇએ લોન ચુકતે કર્યા બાદ રૂા.67 લાખ ઘરમાં રાખ્‍યા હતા.

પિતા થોડા દિવસો પહેલા ગુંદા ગામે ગયા હતા. ત્‍યારે રોહીતે 67 લાખ શેરીબજારમાં રોકયા હતા. પિતા અઠવાડીયા પછી ઘરે આવતા પૈસા જોવા ન મળતા પુત્રને પુછતા તેણે કહ્યુ હતુ કે ‘શેરબજારમાં રોકાણ કર્યું છે.’ તેમ જણાવ્‍યુ હતું. બાદ તે થોડા સમયથી ટેન્‍શનમાં રહેતો હતો. બાદ પોલીસે રોહીતનો મોબાઇલ ચેક કરતા તેમાં ફોન કોલ, વ્‍હોટસએપ ચેટીંગમાં શેરબજારને લગતા મેસેજ જોવા મળ્‍યા હતા અને તેની પાસેથી ચાર જેટલી શેરબજારમાં રોકાણ કરેલી રકમનો હીસાબ જોવા મળ્‍યો હતો. જેમાં યુવાન શેરબજારમાં 67 લાખ ડૂબી ગયા હોવાનું ખુલ્‍યુ હતું.

આ પણ વાંચોઃ Gujarat માં હેરીટેજ પોલિસી પોર્ટલનું લોકાર્પણ, પ્રવાસનના વિકાસ માટે 451 કરોડના એમઓયુ કરાયા

આ પણ વાંચોઃ Ahmedabad : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે બોપલ-ઘુમામાં ઇકોલોજી પાર્કનું લોકાર્પણ કર્યું

Next Video